SHARE MARKET : પ્રારંભિક કારોબારમાં જબરદસ્ત ઘટાડો, SENSEX 49,950 NIFTY 14,777 સુધી ગગડયા

|

Feb 26, 2021 | 10:11 AM

વિશ્વભરના શેર બજારો(SHARE MARKET)માં ભારે ઘટાડાને પગલે ભારતીય બજાર પણ સરકી રહ્યું છે . BSE સેન્સેક્સ 1000 અંકથી વધુ ગગડીને 49,950.75 સુધી નીચલા સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટી પણ લપસીને 14,777.55 સુધી પહોંચ્યો હતો.

SHARE MARKET : પ્રારંભિક કારોબારમાં જબરદસ્ત ઘટાડો, SENSEX 49,950 NIFTY 14,777 સુધી ગગડયા
શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે.

Follow us on

વિશ્વભરના શેર બજારો(SHARE MARKET)માં ભારે ઘટાડાને પગલે ભારતીય બજાર પણ સરકી રહ્યું છે . BSE સેન્સેક્સ 1000 અંકથી વધુ ગગડીને 49,950.75 સુધી નીચલા સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટી પણ લપસીને 14,777.55 સુધી પહોંચ્યો હતો.

ભારતીય શેરબજારની પ્રારંભિક સત્રમાં સ્થિતિ ( સવારે ૯.૪૭ વાગે)
બજાર        સૂચકઆંક        ઘટાડો
સેન્સેક્સ   50,268.90   −770.41 (1.51%)
નિફટી     14,879.90     −217.45 (1.44%)

રોકાણકારોએ માર્કેટમાં મોટી સંખ્યામાં બેંકિંગ શેર વેચ્યા છે. નિફ્ટી બેંક ઈન્ડેક્સ 877 અંક ગગડીને 35,671.85 પર કારોબાર કરી રહ્યો છે. આજે જાહેર ક્ષેત્રની બેંકોના શેર સૌથી વધુ તૂટ્યા છે. બેંક ઓફ બરોડાના શેર 4% ની નીચે ટ્રેડ કરી રહ્યા છે. ઇન્ડસઇન્ડ બેન્કનો શેર 3.44% ની નીચે કારોબાર કરી રહ્યો છે.

રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?

BSE માં 2,099 શેરોમાં ટ્રેડિંગ થઇ રહ્યું છે. આજે 792 શેર વધ્યા પણ સામે 1,231 શેર ઘટ્યા છે. લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ ગઈ કાલે 206.18 લાખ કરોડ રૂપિયા હતી જે આજે ઘટીને રૂ 204.60 લાખ કરોડ થઈ ગઈ છે.

આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.22 ટકાની નબળાઈ દેખાય રહી છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.53 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.02 ટકાના ઘટાડાની સાથે કારોબાર થઈ રહ્યો છે.બેન્ક નિફ્ટી 2.48 ટકા ઘટાડાની સાથે 35,642.75 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

પ્રારંભિક સત્રમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો.
SENSEX
Open   50,256.71
High   50,400.31
Low    49,950.75

NIFTY
Open   14,888.60
High   14,919.45
Low    14,777.55

Next Article