Share Market : કોરોનાકાળમાં પણ જબરદસ્ત વળતર આપી શકે છે 100 રૂપિયાથી ઓછી કિંમતના આ 3 શેર , જાણો શું છે ગણિત

|

Apr 25, 2021 | 4:34 PM

કોરોનાકાળ દરમિયાન શેરબજાર(Share Market) પર દબાણ વધી રહ્યું છે. સેન્સેક્સ તેની રેકોર્ડ ઉંચી સપાટીથી નબળો પડીને 9 ટકા તૂટ્યો છે.

Share Market : કોરોનાકાળમાં પણ જબરદસ્ત વળતર આપી શકે છે 100 રૂપિયાથી ઓછી કિંમતના  આ 3 શેર , જાણો શું છે ગણિત
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

કોરોનાકાળ દરમિયાન શેરબજાર(Share Market) પર દબાણ વધી રહ્યું છે. સેન્સેક્સ તેની રેકોર્ડ ઉંચી સપાટીથી નબળો પડીને 9 ટકા તૂટ્યો છે. બજારમાં હાલનો ઘટાડો હજી પણ આગળ વધી શકે છે. આવી સ્થિતિમાં રોકાણકારો શેરોમાં નાણાંનું રોકાણ કરવાનું ટાળી રહ્યા છે પરંતુ નિષ્ણાતોના મતે આ સમયમાં નાનામાં શેરમાં રોકાણ કરવું ફાયદાકારક સોદો થઈ શકે છે. આજે અમે તમને નિષ્ણાતો દ્વારા સૂચવેલા આવા કેટલાક શેરો વિશે જણાવીશું, જેની કિંમત 100 રૂપિયાથી ઓછી છે અને તેમાં રોકાણ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.

મરિન ઇલેક્ટ્રિકલ્સ
આ શેરમાં રોકાણ કરવું સારું રહેશે. અત્યારે તેની કિંમત આશરે 67 રૂપિયા છે અને તેનું લક્ષ્ય 81 રૂપિયા રાખવામાં આવ્યું છે. શેરમાં તમે 21 ટકા વળતર મેળવી શકો છો. ઇલેક્ટ્રિકલ સોલ્યુશન્સમાં તે દેશની અગ્રણી કંપનીઓમાંની એક છે

ફિનોટેક્સ કેમિકલ
આ શેરમાં રોકાણ કરવાથી પણ ફાયદો થઈ શકે છે.જાણીતી બ્રોકિંગ કંપનીએ તેનું લક્ષ્ય 105 રૂપિયા નક્કી કર્યું છે. હાલમાં તેની હાલની કિંમત આશરે 68 રૂપિયા છે. આ સ્ટોક આગામી દિવસોમાં 55 ટકા સુધી રિટર્ન આપી શકે છે. તે એક કેમિકલ ઉત્પાદક કંપની છે. ભારત ઉપરાંત મલેશિયામાં પણ તેની ઉત્પાદન સુવિધા છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

મિંડા કોર્પોરેશન
મિંડા કોર્પોરેશનમાં રોકાણ કરી શકાય છે. હાલમાં આ શેરની કિંમત લગભગ 97 રૂપિયા છે તે 120 રૂપિયા સુધી જઈ શકે છે. તેમાં 24% વળતર મળી શકે છે. જો ઓટો સેક્ટરમાં ખાસ કરીને ટુ વ્હીલરમાં માંગણી રિકવરી થાય તો તેના શેરોમાં ઝડપથી વૃદ્ધિ થઈ શકે છે.

 

નોંધ :- શેરમાં રોકાણ જોખમોને આધીન છે. અમારો ઉદ્દેશ્ય આપને માહિતી પુરી પાડવાનો છે. નફા કે નુકશાન માટે અહેવાલની કોઈ જવાબદારી  રહેશે નહિ. કૃપા કરી રોકાણપૂર્વે આપના આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી

Published On - 4:33 pm, Sun, 25 April 21

Next Article