Share Market : નવી રેકોર્ડ સપાટીએ ખુલ્યા શેરબજાર , SENSEX 58500 ને પાર પહોંચ્યો

|

Sep 06, 2021 | 9:53 AM

શરૂઆતી કારોબારમાં સેન્સેક્સના 30 માંથી 22 શેરો વધ્યા છે જ્યારે 8 શેર લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે. આજના ટ્રેંડીંમા રિલાયન્સના શેર 2%થી વધુના વધારા સાથે વેપાર કરી રહ્યા છે. રિલાયન્સે આઆજે ૨૪૭૭ સુધી તેની નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી છે.

સમાચાર સાંભળો
Share Market : નવી રેકોર્ડ સપાટીએ ખુલ્યા શેરબજાર , SENSEX 58500 ને પાર  પહોંચ્યો
Symbolic Image

Follow us on

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારો નવી ઉંચાઈએ ખુલ્યા છે. આજે સેન્સેક્સ 58,411 ની સપાટીએ ખુલ્યો છે તો નિફ્ટીએ 17,399 પર કારોબાર શરૂ કર્યો છે. હાલમાં સેન્સેક્સ 300 અંક વધીને 58,500 ના પડાવ તરફ આગળ વધી રહ્યો છે બીજી તરફ અને નિફ્ટી 100 અંક વધારા તરફ આગળ વધીને 17,400 આસપાસ કારોબાર કરી રહ્યો છે.

શરૂઆતી કારોબારમાં સેન્સેક્સના 30 માંથી 22 શેરો વધ્યા છે જ્યારે 8 શેર લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે. આજના ટ્રેંડીંમા રિલાયન્સના શેર 2%થી વધુના વધારા સાથે વેપાર કરી રહ્યા છે. રિલાયન્સે આઆજે ૨૪૭૭ સુધી તેની નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી છે.

BSE પર 2,466 શેરોનું ટ્રેડિંગ થઈ રહ્યું છે. જેમાં 1,729 શેર વધી રહ્યા છે અને 616 શેર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 255 લાખ કરોડને પાર કરી ગઈ છે. અગાઉ શુક્રવારે સેન્સેક્સ 277 પોઈન્ટ ઉપર 58,130 અને નિફ્ટી 89 પોઈન્ટ વધીને 17,323 ની વિક્રમી સપાટીએ બંધ થયા હતા.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

રિલાયન્સ(Reliance)નો શેર 2500 ના સ્તર તરફ
રિલાયન્સનો સ્ટોક હાલમાં નવા રેકોર્ડ પર ઉપર છે. જસ્ટ ડાયલ પછી કંપનીએ Strand Life Sciences ને 393 કરોડમાં હસ્તગત કરી છે. આવી સ્થિતિમાં આ સ્ટોકમાં વધારો થવાની શક્યતા છે. હાલમાં શેર 2,477 ની તેની સર્વોચ્ચ સપાટી ઉપર ટ્રેડ કરી રહ્યો છે. શેર ૨૫૦૦ રૂપિયા સુધી જલ્દી પહોંચી જશે તેમ લાગી રહ્યું છે.

મુકેશ અંબાણીની નેટવર્થ ૧૦૦ અબજ ડોલર નજીક
RILના શેરમાં મજબૂત ઉછાળાને કારણે મુકેશ અંબાણીની નેટવર્થ 92.60 અરબ ડૉલર પર પહોંચી ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ RIL ના ચેરમેન પછી તેમના સૌથી નજીકના હરીફ લૉરિયલ ના ફ્રેન્કોઇસ બેટનકોર્ટ મેયર્સ (Francoise Bettencourt Meyers) છે જેમની નેટર્વક 92.9 અરબ ડૉલર છે. શુક્રવારના કારોબારમાં RILના શેરમાં 4.15 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. મુકેશ અંબાણીએ સસ્તા ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન બમણું કરવાની જાહેરાત કરી હતી. આ સાથે અંબાણીની રિલાયન્સ જિયો પણ ભારતીય બજારમાં મુખ્ય ટેલિકૉમ પ્લેયર બની ગઈ છે.

વૈશ્વિક સંકેત મિશ્ર
અગાઉ યુએસ શેરબજારમાં મિશ્ર કારોબાર હતો. ડાઉ જોન્સ 0.21% ઘટીને 35,369 પર બંધ થયો. નાસ્ડેક 0.21% ચ 15ીને 15,363 અને S&P 500 0.03% ઘટીને 4,535 પર બંધ રહ્યો હતો.એશિયાના બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. શુક્રવારે અમેરિકાના બજારોમાં દબાણ જોવા મળ્યું હતું.એશિયામાં SGX NIFTY 27.50 અંકના વધારા સાથે 17,387.00 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. નિક્કી 1.75 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે જ્યારે STRAITS TIMES 0.28 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.

 

આ પણ વાંચો :  RILના શેરમાં જબરદસ્ત ઉછાળો, સ્ટોક 2400 ને પાર પહોંચ્યો , Mukesh Ambani ની નેટવર્થ 100 અરબ ડૉલરની નજીક પહોંચી

આ પણ વાંચો : સરકારની ડ્રોન પોલિસીએ આ શેરને પાંખો લગાડી , એક સપ્તાહમાં 50% વૃદ્ધિ નોંધાવનાર આ ડિફેન્સ સ્ટોક આપના પોર્ટફોલિયોમાં છે?

Next Article