SHARE MARKET : પ્રારંભિક ઉતાર-ચઢાવ ના પગલે કારોબારની દિશા અસ્પષ્ટ

|

Feb 18, 2021 | 10:22 AM

વિશ્વભરના શેર બજારો (SHARE MARKET)ના ઘટાડાને કારણે ભારતીય બજાર સપાટ કારોબાર કરી રહ્યું છે.

SHARE MARKET : પ્રારંભિક ઉતાર-ચઢાવ ના પગલે કારોબારની દિશા અસ્પષ્ટ
Share Market

Follow us on

વિશ્વભરના શેર બજારો(SHARE MARKET)ના ઘટાડાને કારણે ભારતીય બજાર સપાટ કારોબાર કરી રહ્યું છે. સેન્સેક્સ આજે નીચા સ્તરે 51,652.67 સુધી ગગડ્યો હતો જયારે નિફટી 15,199.95 સુધી આજના નીચલા સ્તરે દર્જ થયો હતો. બજાર આજે સ્પષ્ટ દિશા સૂચવી રહ્યું નથી.

પ્રારંભિક કારોબારમાં શેરબજારની સ્થિતિ આ મુજબ રહી હતી (સવારે  10.05  વાગે)

બજાર સૂચકઆંક  વધારો 
SENSEX 51709 06
NIFTY 15,218 09

સેન્સેક્સમાં ઓએનજીસીનો શેર 3.72% ની મજબૂતી સાથે ટોપ ગેઈનર છે જ્યારે આઈસીઆઈસીઆઈ બેંકનો શેર 1.43% ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. જાહેર ક્ષેત્રની બેંકોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટી પીએસયુ ઈન્ડેક્સ 3.21% વધીને 2,529.50 પર પહોંચી ગયો છે. સેન્ટ્રલ બેન્કમાં 20% ની વૃદ્ધિ દેખાઈ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની સાથે ખુલ્યા હતા પરંતુ બાદમાં સતત ઉતાર – ચઢાવ નજરે પડી રહ્યો છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 51,903.96 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 15,230 ની ઊપર ઉપલા સ્તરે દેખાયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.1 ટકાની ઊપર મજબૂતી દેખાઈ હતી.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.46 ટકાની મજબૂતીની સાથે દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.45 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.79 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.26 ટકા મજબૂતીની સાથે 37,007.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

 

 

Next Article