આજે મંથલી એક્સપાયરી દિવસે બજાર માં કારોબારની શરૂઆત ફ્લેટ થઇ છે. આજે સેન્સેક્સ 55,988 પોઇન્ટની સપાટીએ ખુલ્યો છે અને નિફ્ટીએ 16,561 પર કારોબાર શરૂ કર્યો છે. હાલમાં, સેન્સેક્સ અને નિફ્ટી ઉતાર – ચઢાવ સાથે ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 14 શેર વૃદ્ધિ સાથે વેપાર કરી રહ્યા છે અને 16 શેરોમાં ઘટાડો થયો છે. ઇન્ડેક્સમાં બજાજ ફિનસર્વ 1%થી વધુના વધારા સાથે વેપાર કરી રહ્યો છે જ્યારે ભારતી એરટેલનો શેર 1%થી વધુ નીચે છે.
BSE પર 2,123 શેરોનું ટ્રેડિંગ થઈ રહ્યું છે. આજે 1,297 શેર વધારો દર્શાવી રહ્યા છે અને 743 શેર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 242.02 લાખ કરોડને પાર કરી ગઈ છે. અગાઉ બુધવારે સેન્સેક્સ 15 અંક ઘટીને 55,944 અને નિફ્ટી 10 અંક વધીને 16,634 પર બંધ થયો હતો.
આજે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવા મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.40 ટકા સુધી ઉછળીને કારોબાર કરી રહ્યા છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.48 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.45 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.41 ટકાના ઘટાડાની સાથે 35,440.10 ના સ્તર પર દેખાયો છે.
બેન્કિંગ, ઑટો, ફાઈનાન્સ સર્વિસ, ફાર્મા, પીએસયુ બેન્ક, હેલ્થકેર અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે જ્યારે એફએમસીજી, આઈટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑયલ એન્ડ ગેસ, રિયલ્ટી અને મેટલ શેરોમાં વધારો દેખાયો છે.
પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર
લાર્જકેપ
ઘટાડો : ભારતી એરટેલ, આઈશર મોટર્સ, આઈઓસી, મારૂતિ સુઝુકી, પાવર ગ્રિડ અને ટાઈટન
વધારો : એચડીએફસી લાઈફ, રિલાયન્સ, ટાટા કંઝ્યુમર, એશિયન પેંટ્સ, બજાજ ફિનસર્વ, એચસીએલ ટેક અને ઈન્ડસઈન્ડ બેન્ક
મિડકેપ
ઘટાડો : પીએન્ડજી, ન્યુ ઈન્ડિયા એસ્યોર, નેટકો ફાર્મા, બજાજ હોલ્ડિંગ્સ, જીએમઆર ઈન્ફ્રા
વધારો : અદાણી ટ્રાન્સફર, અદાણી પાવર, અદાણી ગ્રીન, ક્રિસિલ અને નિપ્પોન
સ્મૉલકેપ
ઘટાડો : ઝુઆરી એગ્રો કેમિકલ્સ, હિંમતસિંગકા, કારદા કંસ્ટ્રક્ટ, જીઆઈએલ અને જૈન ઈરીગેશન
વધારો : હિંદ રેક્ટિફાયર્સ, સ્વાન એનર્જી, કેપેસિટી ઈન્ફ્રા, અદાણી ટોટલ ગેસ અને બ્રાઈટકૉમ ગ્રુપ
આ પણ વાંચો : તો શું હવે વાનગીઓના સ્વાદની મીઠાશ ફિક્કી પડશે? જાણો મોંઘવારીની મારનો વધુ એક મામલો
આ પણ વાંચો : Petrol Diesel Price Today : શું સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ ? કે મોંઘા ઇંધણની પાડવી પડશે ટેવ ? જાણો આજના ભાવ