SHARE MARKET: તકનિકી ક્ષતિના કારણે NSEનો કારોબાર પ્રભાવિત થતાં શેરબજાર 5 વાગ્યા સુધી ખુલ્લું રહેશે

|

Feb 24, 2021 | 4:29 PM

એનએસઈમાં તકનિકી સમસ્યાઓ સર્જાવાના કારણે બુધવારે સાંજે 5 વાગ્યા સુધી શેર બજારો ખુલ્લા રહેશે. આજે ટ્રેડિંગ સેશનમાં સવારે 11.40 વાગ્યે નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE) પર ટ્રેડિંગ અટકી હતી.

SHARE MARKET: તકનિકી ક્ષતિના કારણે NSEનો કારોબાર પ્રભાવિત થતાં શેરબજાર 5 વાગ્યા સુધી ખુલ્લું રહેશે

Follow us on

SHARE MARKET: એનએસઈમાં તકનિકી સમસ્યાઓ સર્જાવાના કારણે બુધવારે સાંજે 5 વાગ્યા સુધી શેર બજારો ખુલ્લા રહેશે. આજે ટ્રેડિંગ સેશનમાં સવારે 11.40 વાગ્યે નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE) પર ટ્રેડિંગ અટકી હતી. હકીકતમાં તકનીકી ખામીના કારણે ડેટા અપડેટ્સ ન  થવાથી વેપાર અટકાવવો પડ્યો હતો.

 

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

એનએસઈ અનુસાર સમસ્યા તકનિકી કારણોસર થઈ હતી, જે ટૂંક સમયમાં ઠીક કરી દેવાઈ હતી.અસલમાં લિંકમાં સમસ્યા થઈ હતી છે જેણે એનએસઈ સિસ્ટમને અસર કરી હતી. બપોરે 3.45 વાગ્યે એનએસઈમાં વેપાર શરૂ થયો હતો. આ અગાઉ વહેલી સવારે 3.30 વાગ્યે પ્રિ ઓપન માર્કેટ કારોબાર શરૂ થયો હતો. આ સાથે BSEમાં પણ સાંજે 5 વાગ્યા સુધી કારોબાર કરવામાં આવશે. તેનો કટ ઓફ ટાઈમ સાંજે 5.50 વાગ્યે રહેશે. અગાઉ આજે સવારે 11:40 વાગ્યે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ની સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી. જે ભાવે લોકો શેર ખરીદે છે, તે એક્સચેન્જ પર દેખાવાનું બંધ થઈ ગયું છે. આને કારણે વેપાર બંધ થઈ ગયો હતો.

 

 

તકનિકી સમસ્યા હવે સુધરી છે. આ પછી વ્યવસાયનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત જે પણ ઓર્ડર પેન્ડિંગ હતા, તે રદ કરવામાં આવ્યા છે.

 

સાંજે 4 વાગ્યે શેરબજારની સ્થિતિ
બજાર          સૂચકઆંક            વૃદ્ધિ
સેન્સેક્સ      50,300.27   +548.86 (1.10%)
નિફટી        14,865.35    +157.55 (1.07%)

Next Article