Share Market : વેચવાલીના પગલે Sensex 598 અને Nifty 164 અંક તૂટયાં

|

Mar 04, 2021 | 5:17 PM

શેરબજાર (Share Market) સતત ત્રણ દિવસની તેજી બાદ આજે તૂટ્યું હતું. સેન્સેક્સ 598 અંકના ઘટાડા સાથે 50,846.08 પર બંધ થયો હતો, જયારે નિફટીએ 164 અંક સરક્યા બાદ 15,080.75 ઉપર કારોબાર સમાપ્ત કર્યો હતો.

Share Market :  વેચવાલીના પગલે Sensex 598 અને Nifty 164 અંક તૂટયાં
Share Market

Follow us on

શેરબજાર (Share Market) સતત ત્રણ દિવસની તેજી બાદ આજે તૂટ્યું હતું. સેન્સેક્સ 598 અંકના ઘટાડા સાથે 50,846.08 પર બંધ થયો હતો, જયારે નિફટીએ 164 અંક સરક્યા બાદ 15,080.75 ઉપર કારોબાર સમાપ્ત કર્યો હતો. ટ્રેડિંગ દરમિયાન ઈન્ડેક્સ દિવસના સૌથી નીચા સ્તરે 50,539.92 ની સપાટીએ પહોંચ્યો હતો. વિશ્વભરના શેર બજારોમાં ભારે વેચવાલી અને મોટા શેરોમાં ઘટાડાનું ભારતીય શેર બજાર ઉપર દબાણ રહ્યું હતું. આ અગાઉ શેરબજારમાં સતત ત્રણ દિવસ વૃદ્ધિ નોંધાઈ હતી.

મેટલ અને ફાયનાન્સિયલ શેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો, જ્યારે એફએમસીજી, ફાર્મા અને આઈટી ક્ષેત્રે પણ વેચાણ જોવા મળ્યું હતું. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 2% તૂટીને 3,976.85 પોઇન્ટ પર બંધ રહ્યો છે. બેન્ક ઇન્ડેક્સમાં પણ 565.55 પોઇન્ટનો ઘટાડો થયો છે. સેન્સેક્સમાં એચડીએફસી અને બજાજ ફિન્સર્વ 2.55% નો ઘટાડો નોંધાયો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ 4% થી વધુના વધારા સાથે બંધ રહ્યો છે.

એક્સચેન્જમાં આજે 49 ટકા શેર ઘટ્યા હતા. BSE માં 3,170 શેરમાં કારોબાર થયો હતો. 1,372 શેર તૂટ્યા છે. 321 શેર એક વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા હતા. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ગઈકાલે 210.22 લાખ કરોડ રૂપિયાથી ઘટીને રૂપિયા 209.69 લાખ કરોડ થઈ ગઈ છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર        સૂચકઆંક           ઘટાડો
સેન્સેક્સ   50,846.08   −598.57 (1.16%)
નિફટી    15,080.75     −164.85 (1.08%)

Next Article