Share Market : મિશ્ર કારોબારના પગલે SENSEX 63 અંક તૂટ્યો અને NIFTY 3 અંક વધ્યો

ઉતાર - ચઢાવના અંતે મિશ્ર કારોબાર સાથે ભારતીય શેરબજાર(Share Market)માં આજે સેન્સેક્સ લાલ નિશાન નીચે જયારે નિફટી લીલા નિશાન ઉપર બંધ થયા હતા.

Share Market : મિશ્ર કારોબારના પગલે SENSEX 63 અંક તૂટ્યો અને NIFTY 3 અંક વધ્યો
Share Market
Follow Us:
| Updated on: May 03, 2021 | 4:44 PM

ઉતાર – ચઢાવના અંતે મિશ્ર કારોબાર સાથે ભારતીય શેરબજાર(Share Market)માં આજે સેન્સેક્સ લાલ નિશાન નીચે જયારે નિફટી લીલા નિશાન ઉપર બંધ થયા હતા. આજે સવારે બંને મુખ્ય ઇન્ડેક્સ મોટા ઘટાડા સાથે પ્રારંભિક કારોબાર કરતા નજરે પડયા હતા. આજના દિવસના અંતે સેન્સેક્સ 64 પોઇન્ટ ઘટીને 48,718 પર બંધ રહ્યો જ્યારે નિફ્ટીએ ૩ અંકના નજીવા ઉછાળાને દર્જ કરી 14,634 ની સપાટીએ કારોબાર સમાપ્ત કર્યો હતો.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ બજાર             સૂચકઆંક        વધ-ઘટ  સેન્સેક્સ       48,718.52    −63.84 (0.13%) નિફટી         14,634.15     +3.05 (0.021%)

શરૂઆતના ટ્રેડિંગમાં સુસ્ત રહેલું શેરબજાર બપોર બાદ તેજી દર્શાવતું નજરે પડયું હતું. ઘટાડાને પાછળ છોડી નિફ્ટી 30 પોઇન્ટ અને સેન્સેક્સ 36 પોઇન્ટ મજબૂતીમાં દેખાયા હતા. સેન્સેક્સમાં નીચલા સ્તરોથી મોટો સુધારો દેખાડયો હતો. નિફ્ટીના સ્મોલકેપ શેરના ઇન્ડેક્સમાં 1% કરતા વધારે મજબૂતી બની હતી. નિફ્ટી મિડ કેપમાં 0.3% ઉછળ્યો હતો જોકે બેંક નિફ્ટીમાં 1% આસપાસ ઘટાડો થયો છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

આજે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવાને મળી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.05 ટકા સુધી ઉછળીને બંધ થયા છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.28 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.57 ટકા વધીને બંધ થયા છે.બેન્ક નિફ્ટી 0.96 ટકાના ઘટાડાની સાથે 32,465.75 ના સ્તર પર બંધ થયો છે.

મે મહિનાના પ્રથમ પ્રથમ કારોબારી સત્રમાં નબળી શરૂઆત થઇ હતી. સેન્સેક્સ 426 પોઇન્ટ અને નિફ્ટી 150 પોઇન્ટ નીચે ખુલ્યા હતા.આ અગાઉ સેન્સેક્સ શુક્રવારે 983 અંક ઘટીને 48,782.36 પર બંધ રહ્યો હતો.બીજી તરફ નિફ્ટી 263 અંક ઘટીને 14,631.10 પર બંધ રહ્યો હતો.

આજના કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડયો હતો. SENSEX Open   48,356.01 High   48,863.23 Low    48,028.07

NIFTY Open    14,481.05 High    14,673.85 Low      14,416.25

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">