Share Market : ઉતાર – ચઢાવના અંતે SENSEX 84 અને NIFTY 54 અંક વધારા સાથે બંધ થયા

|

Apr 08, 2021 | 4:44 PM

આજે શેરબજાર(Share Market) સતત ત્રીજા દિવસે પણ વધારો નોંધાવી બંધ થવામાં સાફ રહ્યું છે. આજે શરૂઆત સારી રહી જોકે બપોર બાદ વેચવાનીના કારણે માર્કેટમાં નરમાશ દેખાઈ હતી.

Share Market : ઉતાર - ચઢાવના અંતે SENSEX 84 અને NIFTY 54 અંક વધારા સાથે બંધ થયા
Bombay Stock Exchange - BSE

Follow us on

આજે શેરબજાર(Share Market) સતત ત્રીજા દિવસે પણ વધારો નોંધાવી બંધ થવામાં સાફ રહ્યું છે. આજે શરૂઆત સારી રહી જોકે બપોર બાદ વેચવાનીના કારણે માર્કેટમાં નરમાશ દેખાઈ હતી. આજના કારોબારના અંતે સેન્સેક્સ(Sensex) 84 અંક વધીને 49,746 ની સપાટીએ બંધ રહ્યો હતો જયારે નિફ્ટી(Nifty) પણ 54 અંક વધીને 14,873 પર બંધ રહ્યો છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ

Market SENSEX NIFTY
Index 49,746.21 14,873.80
GAIN +84.45 (0.17%) +54.75 (0.37%)

શરૂઆતના કારોબારમાં તેજીને કારણે પણ સેન્સેક્સ વધીને 50,118 પર પહોંચી ગયો હતો પરંતુ અંતે બેન્કિંગ શેરના દબાણને કારણે બજાર ઉચ્ચ સ્તરથી નીચે સરકી ગયું હતું. સેન્સેક્સ 30 માંથી 14 શેર ગગડીને બંધ થયા છે. ઈન્ડેક્સ મેન્ટાઈટન અને અલ્ટ્રાટેક સિમેન્ટ ના શેરમાં રોકાણકારોએ 4% નફો મેળવ્યો હતો. બીજી તરફ ઓએનજીસી અને પાવર ગ્રીડના શેર 1% સુધી નીચે બંધ થયા છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

નિફ્ટી પણ 54 અંક વધીને 14,873 પર બંધ થયો છે. જેએસડબ્લ્યુ સ્ટીલનો શેર 9% મજબૂતી સાથે એક વર્ષના ઉચ્ચતમ સ્તરે 616.20 ની સપાટીએ બંધ રહ્યો હતો. બજારમાં મેટલ સેક્ટરમાં સૌથી વધુ ખરીદી જોવા મળી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 3.9% વધીને 4,494 પર છેબીજી તરફ આઇટી શેર પણ સારી ખરીદી હતી.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.60 ટકા વધીને 20,777.81 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.73 ટકાની મજબૂતીની સાથે 21,449.57 પર બંધ થયા છે. બેન્ક નિફ્ટી 0.58 ટકાના વધારાની સાથે 32,799.15 ના સ્તર પર બંધ થયા છે.

BSE માં 3,085 શેરમાં કારોબાર થયો હતો જેમાંથી 1,873 શેર વધ્યા છે જયારે 1,046 શેર ઘટાડા સાથે બંધ થયા છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ ગઈકાલે રૂ 208.24 લાખ કરોડ હતી જે આજે રૂ 209.50 લાખ કરોડ થઈ ગઈ છે. આજે સવારે સેન્સેક્સ 224 અંક વધીને 49,885 અને નિફ્ટી 56 અંક વધીને 14,875.65 ના સ્તર પર ખુલ્યા છે.

Published On - 4:42 pm, Thu, 8 April 21

Next Article