Share Market : શેરબજારની તેજીની રફ્તાર ઉપર લાગી બ્રેક, SENSEX 154 અંક તૂટ્યો

|

Apr 09, 2021 | 4:42 PM

સતત ત્રણ દિવસની વૃદ્ધિ બાદ આજે સાપ્તાહિક કારોબારના અંતિમ દિવસે શેરબજાર(Share Market) ઘટાડા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 154 અંક ઘટીને 49,591 પર બંધ થયો છે

Share Market : શેરબજારની તેજીની રફ્તાર ઉપર લાગી  બ્રેક, SENSEX 154 અંક તૂટ્યો
STOCK MARKET

Follow us on

સતત ત્રણ દિવસની વૃદ્ધિ બાદ આજે સાપ્તાહિક કારોબારના અંતિમ દિવસે શેરબજાર(Share Market) ઘટાડા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 154 અંક ઘટીને 49,591 પર બંધ થયો છે તો નિફ્ટીએ 39 અંક ઘટીને 14,834 પર કારોબાર સમાપ્ત કર્યો છે. બજારમાં બેન્કિંગ અને મેટલ સેક્ટરના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો તો ફાર્મા સેક્ટરમાં સારી ખરીદી થઇ હતી.

આજે સેન્સેક્સના 30 શેરોમાંથી 15 ઘટાડા સાથે બંધ થયા હતા . ઇન્ડેક્સમાં સન ફાર્મા 3.69% સાથે ટોપ ગેઈનર રહ્યો જ્યારે બજાજ ફાઇનાન્સના શેરમાં 3.1% નો ઘટાડો થયો છે. ટીસીએસ, એચડીએફસી, રિલાયન્સ અને એસબીઆઈ જેવા મોટા દિગ્ગ્જ શેરમાં ફ્લેટ કારોબાર રહ્યો હતો.

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર નબળા થઈને બંધ થયા છે. આજના કારોબારના અંતમાં નિફ્ટી 14840 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 49591.32 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 154 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 38 અંકોનો ઘટાડો જોવાને મળ્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જો કે મિડકેપ શેરોમાં નબળાઈ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.08 ટકા સુધી લપસીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.18 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.69 ટકા વધીને બંધ થયા છે. બેન્ક નિફ્ટી 1.02 ટકાના ઘટાડાની સાથે 32,448.05 ના સ્તર પર બંધ થયા છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ

Market SENSEX NIFTY
Index 49,591.32 14,834.85
Loss −154.89 (0.31%) −38.95 (0.26%)
Next Article