Share Market : પ્રારંભિક કારોબારમાં ઉતાર -ચઢાવની સ્થિતિ, Sensex 58500 નીચે સરક્યો

|

Dec 09, 2021 | 10:20 AM

બુધવારે આરબીઆઈની નાણાકીય નીતિ બાદ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. સેન્ટ્રલ બેંકે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. સેન્સેક્સ 1016 અંક વધીને 58650 ના સ્તર પર બંધ થયો હતો.

Share Market : પ્રારંભિક કારોબારમાં ઉતાર -ચઢાવની સ્થિતિ, Sensex 58500 નીચે સરક્યો
Stock Market

Follow us on

ભારતીય શેરબજારે(Share Market) તેજીના સિલસિલાને યથાવત રાખતા કારોબારની તેજી સાથે શરૂઆત કરી હતી. ઓમિક્રોનનું જોખમ ઓછું હોવાના અહેવાલોએ બજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ દર્શાવ્યા પણ તે ટક્યા નહિ અને ઉતાર – ચઢાવ દેખાઈ રહ્યો છે. વૈશ્વિક બજારોએ સારી તેજી બતાવતા આજેના કારોબારમાં સેન્સેક્સ(Sensex) 58,831.4 જયારે નિફટી(Nifty)એ 17,524.40 ઉપર કારોબારની શરૂઆત કરી હતી . ગઈકાલના બંધ સ્તર કરતા સેન્સેક્સ 181 અને નિફટી 34અંક ઉપર ખુલ્યા છે. જોકે મજબૂત શરૂઆત બાદ વેચવાલી પણ દેખાઈ હતી અને ઉતાર – ચઢાવની સ્થિતિ નજરે પડી રહી છે.Sensex 58500 નીચે સરક્યો હતો. 

વૈશ્વિક સંકેત સારા
ભારતીય શેરબજાર માટે વૈશ્વિક બજારમાંથી આવતા સંકેતો મજબૂત દેખાઈ રહ્યા છે. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં ખરીદી જોવા મળી રહી છે. બુધવારે અમેરિકાના બજારોમાં સતત ત્રીજા દિવસે ખરીદી જોવા મળી હતી. ઓમિક્રોનની ચિંતામાંથી બહાર આવ્યા બાદ રોકાણકારો ફરી એકવાર અર્થતંત્રમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. બુધવારે ડાઉ જોન્સ 35 અંક વધીને 35,754.75 ના સ્તર પર બંધ થયો હતો. નાસ્ડેકમાં 100 પોઈન્ટની મજબૂતી હતી અને તે 15787 ના સ્તરે બંધ થયો છે. બીજી તરફ, S&P 500 એ લગભગ 14 પોઈન્ટનો વધારો નોંધાવ્યો છે. એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટી, સ્ટ્રેટ ટાઈમ્સ, હેંગસેંગ, કોસ્પી અને તાઈવાન વેઈટેડ વૃદ્ધિ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. નિક્કી 225માં થોડો ઘટાડો છે. શાંઘાઈ કમ્પોઝિટમાં પણ તેજી છે.

F&O હેઠળ NSE પર પ્રતિબંધ
આજે એટલે કે 9 ડિસેમ્બરના ટ્રેડિંગમાં NSE પર F&O હેઠળના આ શેરમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. જે સ્ટોકમાં ટ્રેડિંગ પ્રતિબંધ રહેશે તેનું નામ ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

FII અને DII ડેટા
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ બુધવારે બજારમાંથી રૂ. 579.27 કરોડ ઉપાડયા હતા. બીજી તરફ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ આ સમયગાળા દરમિયાન બજારમાં રૂ 1735.50 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું.

બુધવારે બજારમાં તેજી રહી હતી
બુધવારે આરબીઆઈની નાણાકીય નીતિ બાદ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. સેન્ટ્રલ બેંકે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. સેન્સેક્સ 1016 અંક વધીને 58650 ના સ્તર પર બંધ થયો હતો. તે જ સમયે નિફ્ટીમાં 293 પોઈન્ટનો વધારો થયો છે અને તે 17470 ના સ્તર પર બંધ થયો હતો . ઓમિક્રોન વેરિઅન્ટમાં ખતરામાં ઘટાડો દેખાતાં વિશ્વભરના બજારોમાં તેજી જોવા મળી છે જેની અસર સ્થાનિક બજાર પર દેખાઈ રહી છે. ટોપ ગેઇનર્સમાં ઇન્ફોસિસ, HCLTECH, TECHM, ICICIBANK, TCS, RELIANCE, BHARTIARTL, BAJFINANCE, LT, INDUSINDBK અને SBIનો સમાવેશ થયો હતો.

 

આ પણ વાંચો : Petrol Diesel Price Today: તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલ ની કિંમત શું છે ? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો : Gold Hallmarking : દેશમાં 5 મહિનામાં 4.29 કરોડ સોનાના દાગીના હોલમાર્ક થયા, સવા લાખ જવેલર્સ રજીસ્ટ્રેશન સાથે શુદ્ધતાથી ખાતરી આપી રહ્યા છે

Published On - 9:16 am, Thu, 9 December 21

Next Article