SHARE MARKET: અઠવાડિયાના પ્રથમ દિવસે SENSEX 749 અને NIFTY 232 અંક ઉછળ્યા

|

Mar 01, 2021 | 4:32 PM

ભારતીય શેરબજાર(SHARE MARKET)માં સપ્તાહના પહેલા દિવસે ટ્રેન્ડિંગ સત્ર સારી વૃદ્ધિ દર્જ કરી બંધ થયું છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ 749.85 પોઈન્ટ વધીને 49,849.84 પર અને નિફ્ટી 232.40 પોઈન્ટ વધીને 14,761.55 પર બંધ થયા છે.

SHARE MARKET: અઠવાડિયાના પ્રથમ દિવસે SENSEX 749 અને NIFTY 232 અંક ઉછળ્યા

Follow us on

ભારતીય શેરબજાર(SHARE MARKET)માં સપ્તાહના પહેલા દિવસે ટ્રેન્ડિંગ સત્ર સારી વૃદ્ધિ દર્જ કરી બંધ થયું છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ 749.85 પોઈન્ટ વધીને 49,849.84 પર અને નિફ્ટી 232.40 પોઈન્ટ વધીને 14,761.55 પર બંધ થયા છે. આજે MMTCના સ્ટોકમાં રેકોર્ડ 20%નો વધારો થયો છે. આજે ફાઈનાન્સ, બેંકિંગ અને ફાર્મા શેરોમાં ભારે ખરીદી જોવા મળી હતી. રેલટેલ અને ઈન્ફીબીમ રેવન્યુના શેરમાં 17% વધારો થયો હતો. બીએસઈ ગત સપ્તાહે શુક્રવારે 1939.32 પોઈન્ટ અને નિફ્ટી 568.20 પોઈન્ટ ઘટાડા બાદ બંધ રહ્યો હતો.

 

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજના કારોબારમાં નિફ્ટીએ 14,806.80 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 50,058.42 સુધી ઉપલા સ્તરે પહોંચ્યો હતો. સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.64 ટકા વધીને 20,305.88ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.66 ટકાની મજબૂતીની સાથે 20,489.01 પર બંધ થયા છે. બેન્ક નિફ્ટી 1.41 ટકાના વધારાની સાથે 35,296ના સ્તર પર બંધ થયા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર              સૂચકઆંક             વધારો
સેન્સેક્સ        49,849.84    +749.85 
નિફટી           14,761.55      +232.40 

 

આજના કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો

SENSEX
Open        49,747.71
High        50,058.42
Low        49,440.46
Closing  49,849.84

NIFTY
Open       14,702.50
High       14,806.80
Low        14,638.55
Closing  14,761.55

Next Article