Share Market : પ્રારંભિક તેજી બાદ પ્રોફિટ બુકીંગ થયું, Sensex 62500 નીચે લપસ્યો

|

Dec 09, 2022 | 10:35 AM

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજાર તેજી સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 120 પોઈન્ટના વધારા સાથે 62690 પોઈન્ટ પર ખુલ્યો હતો. નિફ્ટી 53 પોઈન્ટના વધારા સાથે 18662 પર અને બેંક નિફ્ટી 168 પોઈન્ટના વધારા સાથે 43765 પર ખુલ્યો હતો.

Share Market : પ્રારંભિક તેજી બાદ પ્રોફિટ બુકીંગ થયું, Sensex 62500 નીચે લપસ્યો
Symbolic Image

Follow us on

ભારતીય શેરબજારે શુક્રવારે સતત બીજા ટ્રેડિંગ સેશનમાં વધારો દર્શાવ્યો હતો અને સેન્સેક્સ-નિફ્ટીએ પ્રારંભિક તેજી નોંધાવી હતી.જોકે બાદમાં કારોબાર દરમ્યાન મુખ્ય સૂચકઆંક લાલ નિશાન નીચે સરકી ગયા હતા. અગાઉ બજારમાં સતત ચાર સત્રો સુધી પણ ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં નબળાઈ છતાં રોકાણકારોનું સેન્ટિમેન્ટ આજે સવારે સકારાત્મક રહ્યું પરંતુ તેઓ ફેડ રિઝર્વના વ્યાજદરમાં વધારો કરતા પહેલા સાવચેત જણાય હતા. આજે સવારે સેન્સેક્સ 120 પોઈન્ટના વધારા સાથે 62,691 પર ખુલ્યો અને ટ્રેડિંગ શરૂ કર્યું જ્યારે નિફ્ટી 53 પોઈન્ટના વધારા સાથે 18,662 પર ખુલ્યો અને ટ્રેડિંગ શરૂ કર્યું હતું.

શેરબજારની છેલ્લી  સ્થિતિ(10:30 am )
SENSEX 62,460.97
−109.71 (0.18%)
NIFTY 18,588.80
−20.55 (0.11%)

શેરબજાર તેજી સાથે ખુલ્યું હતું

રોકાણકારોએ શરૂઆતમાં ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો અને ખરીદીનો આગ્રહ રાખ્યો હતો પરંતુ, થોડા સમય બાદ માર્કેટમાં પ્રોફિટ બુકિંગ શરૂ થઈ ગયું હતું. આ કારણે સેન્સેક્સ-નિફ્ટીએ તેની પ્રારંભિક લીડ ગુમાવી દીધી હતી અને સવારે 10.26 વાગ્યે સેન્સેક્સ 62,507 પર નીચલા સ્તરે રહ્યો હતો જ્યારે નિફ્ટી  18,583 સુધી ગગડ્યો હતો.

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજાર તેજી સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 120 પોઈન્ટના વધારા સાથે 62690 પોઈન્ટ પર ખુલ્યો હતો. નિફ્ટી 53 પોઈન્ટના વધારા સાથે 18662 પર અને બેંક નિફ્ટી 168 પોઈન્ટના વધારા સાથે 43765 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 62700 ની ઉપર અને નિફ્ટી 18650 ની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. મેટલ્સ, પીએસયુ બેન્ક અને ઓટો ઈન્ડેક્સમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી. ટાટા સ્ટીલ, હિન્દુસ્તાન યુનિલિવર, ઈન્ડસઈન્ડ બેંક, એનટીપીસી જેવા શેર શરૂઆતના વેપારમાં તેજીમાં  તો HCL ટેક્નોલોજી, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને એક્સિસ બેન્કના શેર દબાણ હેઠળ દેખાયા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ડોલર સામે રૂપિયો મજબૂત થયો

આજે રૂપિયો સારી સ્થિતિમાં ખુલ્યો હતો. તે ડોલર સામે 12 પૈસાના વધારા સાથે 82.30 પર ખુલ્યો હતો. ગુરુવારે તે 82.42 ના સ્તરે બંધ થયો હતો. વૈશ્વિક બજારની વાત કરીએ તો, ડાઉ જોન્સમાં 0.55 ટકા, નાસ્ડેકમાં 1.13 ટકા અને S&P 500માં 0.75 ટકા એટલે કે 183 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. મોંઘવારીમાં રાહત મળવાની આશા વચ્ચે ડોલર ઈન્ડેક્સ 105ની નીચે આવી ગયો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $76.5 ના સ્તર પર છે. સોનું 1800 ડોલર પ્રતિ ઔંસના સ્તરે છે.

NSE માં આ શેર્સમાં લોઅર સર્કિટ નોંધાઈ

Company Name Offer Qty Last Price Diff % Chg
Arrow Greentech 3,823 191.15 -10.05 -5
DJ Mediaprint 2,521 165.35 -8.7 -5
Kshitij Polylin 397,168 38.4 -2 -4.95
Kshitij Polylin 397,168 38.4 -2 -4.95
KBC Global 1,782,849 3.2 -0.15 -4.48
Future Life 206,745 5.5 -0.25 -4.35

 

Published On - 10:35 am, Fri, 9 December 22

Next Article