Share Market : સતત બીજા દિવસે બજાર ઘટાડા સાથે બંધ રહ્યું, SENSEX 440 અને NIFTY 142 અંક તૂટ્યો

|

Mar 05, 2021 | 4:42 PM

બળા વૈશ્વિક સંકેતોને કારણે શેરબજાર (Share Market) આજે સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 440 પોઇન્ટ તૂટીને 50,405.32 ની સપાટીએ બંધ રહ્યો છે, જયારે નિફટીએ 142 અંક તૂટીને 14,938.10 ની સપાટી ઉપર કારોબાર સમાપ્ત કર્યો છે.

Share Market : સતત બીજા દિવસે બજાર ઘટાડા સાથે બંધ રહ્યું, SENSEX 440 અને NIFTY 142 અંક તૂટ્યો
Share Market

Follow us on

નબળા વૈશ્વિક સંકેતોને કારણે શેરબજાર (Share Market) આજે સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 440 પોઇન્ટ તૂટીને 50,405.32 ની સપાટીએ બંધ રહ્યો છે, જયારે નિફટીએ 142 અંક તૂટીને 14,938.10 ની સપાટી ઉપર કારોબાર સમાપ્ત કર્યો છે. યુએસ બોન્ડ યીલ્ડમાં વધારાને કારણે નાણાકીય અને બેંકિંગ શેરો દબાણ હેઠળ આવતા બજારો સરક્યા છે.

આજે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવા મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.89 ટકા સુધી નીચે બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 2.15 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.50 ટકા ઘટાડાની સાથે બંધ થયા છે. બેન્ક નિફ્ટી 1.60 ટકાના ઘટાડાની સાથે 35,228.15 ના સ્તર પર બંધ થયા છે.

સેન્સેક્સમાં ઈન્ડસઇન્ડ બેન્કનો શેર સૌથી વધુ 4.49% ઘટ્યો છે, જ્યારે ઓએનજીસીનો શેર 2.48% વધ્યો છે. રોકાણકારોએ સરકારી બેંકો અને મેટલ સેક્ટરમાં સૌથી વધુ શેર વેચ્યા હતા. નિફ્ટી પીએસયુ બેંક ઈન્ડેક્સ 3.93% ઘટીને 2341 પોઇન્ટ પર બંધ રહ્યો છે. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 2.70% ઘટીને 3,869.40 પર પહોંચ્યો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

એક્સચેન્જ ડેટા અનુસાર 224 શેરમાં લોઅર સર્કિટ નોંધાઈ છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ગઈકાલે રૂ. 209.72 લાખ કરોડ હતી, જે ઘટીને રૂ 207.69 લાખ કરોડ થઈ ગઈ છે. ગઈકાલે સેન્સેક્સ 598.57 અંક ઘટીને 50,846.08 અને નિફ્ટી ગઈકાલે 164.85 અંક ઘટીને 15,080.75 પર બંધ રહ્યો હતો.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર           સૂચકઆંક             ઘટાડો
સેન્સેક્સ     50,405.32    −440.76 (0.87%)
નિફટી       14,938.10      −142.65 (0.95%)

Next Article