AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market :સરકારના આ નિર્ણયથી online Gaming કંપનીના શેર ઊંધા માથે પટકાયા,Delta Corp Ltd 23% તૂટ્યો

Share Market : GST કાઉન્સિલે ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર 28 ટકા GST લાદ્યા બાદ બુધવારે 12 જુલાઈના રોજ પ્રારંભિક વેપારમાં ડેલ્ટા કોર્પ(Delta Corp Ltd) જેવા ઓનલાઈન ગેમિંગ શેરોમાં ભારે ઘટાડો થયો હતો. ડેલ્ટા કોર્પનો શેર આજે શરૂઆતના ટ્રેડિંગમાં 10% જેટલો તૂટ્યો હતો.

Share Market :સરકારના આ નિર્ણયથી online Gaming કંપનીના શેર ઊંધા માથે પટકાયા,Delta Corp Ltd 23% તૂટ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2023 | 12:02 PM
Share

GST કાઉન્સિલે ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર 28 ટકા GST લાદ્યા બાદ બુધવારે 12 જુલાઈના રોજ પ્રારંભિક વેપારમાં ડેલ્ટા કોર્પ(Delta Corp Ltd) જેવા ઓનલાઈન ગેમિંગ શેરોમાં ભારે ઘટાડો થયો હતો. ડેલ્ટા કોર્પનો શેર આજે શરૂઆતના ટ્રેડિંગમાં 10% જેટલો તૂટ્યો હતો. ડેલ્ટા કોર્પનો શેર તેની ₹222.15ની 10 ટકા નીચી સર્કિટ પર ખૂલ્યો હતો. સવારે 11.42 વાગે આ શેર 23% ઘટાડા સાથે વેપાર કરતો જોવા મળી રહ્યો હતો. આ ઉપરાંત અન્ય શેર્સમાં પણ અસર પડી હતી. Nazara Technologies Ltdનો શેર 4 ટકા આસપાસ ગગડીને ટ્રેડિંગ કરી રહ્યો છે. Onmobile Global Ltd પણ 4 ટકા ગગડ્યો છે. માત્ર Zensar Technologies નો શેર ગ્રીન ઝોનમાં જોવા મળ્યો હતો

ઉદ્યોગોએ ચિંતા વ્યક્ત કરી હતી

તમને જણાવી દઈએ કે મંગળવારે (11 જુલાઈ) ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલે ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનો પર 28 ટકા GST લાદવાનો નિર્ણય લીધો હતો. સરકારે કહ્યું કે ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગને જુગાર અને સટ્ટાબાજીની જેમ કાર્યવાહી કરવા યોગ્ય ગણવામાં ન આવે તે સુનિશ્ચિત કરવા માટે GST કાયદામાં જરૂરી ફેરફારો કરવામાં આવશે. અહીં, આ ઉદ્યોગના મુખ્ય ખેલાડીઓએ તેમની ચિંતા વ્યક્ત કરી. ઈ-ગેમિંગ ફેડરેશનના સેક્રેટરી મલય કુમાર શુક્લાએ આ પગલાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય ગણાવ્યો છે.

કંપનીના શેરની સ્થિતિ

તમને જણાવી દઈએ કે  ડેલ્ટા કોર્પ લિમિટેડના શેરમાં ઘટાડો થયો છે. 2007 થી અત્યાર સુધીમાં તેણે 469.36% નું મજબૂત વળતર આપ્યું છે. તેની 52 સપ્તાહની નીચી કિંમત 172.30 રૂપિયા છે અને 52 સપ્તાહની સૌથી વધુ કિંમત 172.30 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 5,948.53 કરોડ છે. આજે શેર 189.40 પાર 11.50 વાગે જોવા મળ્યો હતો જે સમય શેરમાં 57.30  રૂપિયા અથવા 23.23% નો કડાકો જોવા મળ્યો હતો.

ડેલ્ટા કોર્પના શેરમાં કડાકો

કંપનીનો શેર 52 સપથની નીચલી સપાટી 172.30 ચેહ તેની નજીક પહોંચી ગયો છે. અત્રે નોંધવું રહ્યું કે  જ્યારે ગેમિંગની વાત આવે છે ત્યારે ડેલ્ટા કોર્પ સૌથી મોટી કંપની છે. આ કંપની તેના પ્રકારની એક છે કારણ કે તે ભારતમાં એકમાત્ર લિસ્ટેડ કંપની છે જે કેસિનો બિઝનેસમાં પણ છે.કંપની દેશમાં લગભગ 50% સંગઠિત કેસિનોની માલિકી ધરાવે છે. તે પ્રખ્યાત કેસિનોના માલિક છે. આ કંપની પ્રખ્યાત વેબસાઇટની માલિક પણ છે જે પોકર જેવી રમતો માટે લોકપ્રિય છે.

તેની માલિકીની પ્રખ્યાત રમતો અને વેબસાઇટ્સ સિવાય, કંપનીનો નાણાકીય રેકોર્ડ પણ સારો છે.કંપની પાસે 33.3% પ્રમોટર હોલ્ડિંગ હોવા છતાં, કંપનીનું લગભગ નજીવું દેવું તેને સારી સ્થિતિમાં મૂકે છે અને આગામી વર્ષોમાં કંપનીને ઉત્તમ વૃદ્ધિની સંભાવના આપે છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">