જેક માને લાગ્યો તગડો ઝટકો, શાંઘાઈ સ્ટોક એક્સચેન્જે સસ્પેન્ડ કર્યો અલીબાબાના એન્ટ ગ્રુપનો IPO
શાંઘાઈ સ્ટોક એક્સચેન્જે જેક માની કંપની અલીબાબાના એન્ટ ગ્રુપના એ-શેર આઈપીઓને સસ્પેન્ડ કરી દીધો છે. ચાઈનીઝ એક્સચેન્જે કહ્યું કે શાંઘાઈ સ્ટોક એક્સચેન્જે એક નિવેદનમાં કહ્યું કે એન્ટ ગ્રુપે હાલમાં જ રેગ્યુલેટરી એનવાયરમેન્ટને આ મોટા ફેરફાર વિશે સૂચિત કર્યા છે. એન્ટ ગ્રુપ દુનિયાની સૌથી વેલ્યુએબલ ફિનટેક કંપની છે અને તે પોતાની વેલ્યુએશન 250 અરબ ડૉલર સુધી […]
શાંઘાઈ સ્ટોક એક્સચેન્જે જેક માની કંપની અલીબાબાના એન્ટ ગ્રુપના એ-શેર આઈપીઓને સસ્પેન્ડ કરી દીધો છે. ચાઈનીઝ એક્સચેન્જે કહ્યું કે શાંઘાઈ સ્ટોક એક્સચેન્જે એક નિવેદનમાં કહ્યું કે એન્ટ ગ્રુપે હાલમાં જ રેગ્યુલેટરી એનવાયરમેન્ટને આ મોટા ફેરફાર વિશે સૂચિત કર્યા છે. એન્ટ ગ્રુપ દુનિયાની સૌથી વેલ્યુએબલ ફિનટેક કંપની છે અને તે પોતાની વેલ્યુએશન 250 અરબ ડૉલર સુધી લઈ જવા માંગે છે.
જેક માની કંપની અલીબાબાનું એન્ટ ગ્રુપ આ આઈપીઓ દ્વારા 35 અરબ ડોલર ભેગા કરવાની યોજના હતી. ચાઈનીઝ નિયમનકારોએ અલીબાબાના સંસ્થાપક જેક મા અને તેમના વરિષ્ઠ અધિકારીઓને વાતચીત માટે સમન કર્યુ હતું. ગ્લોબલ લેવલના IPOની વાત કરીએ તો અલીબાબાનો આ IPO ફેસબૂક, વીઝા, જનરલ મોટર્સ, સોફ્ટબેન્ક, ડોકોમો, એનેલ, સાઉદી અરામકો પર ભારે પડવાનો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો