નવેમ્બરમાં સર્વિસ સેક્ટરમાં મજબૂત વૃદ્ધિ, એક દાયકામાં બીજી સૌથી ઝડપી ગતિએ વૃદ્ધિ પામ્યુ

|

Dec 03, 2021 | 11:01 PM

નવેમ્બર દરમિયાન ભારતના સર્વિસ સેક્ટરે એક દાયકા કરતાં વધુ સમયમાં બીજા નંબરની સૌથી ઝડપી ગતિએ વૃદ્ધિ નોંધાવી હતી. શુક્રવારના રોજ એક માસિક સર્વેમાં જણાવાયું છે કે નવી નોકરીઓમાં વધારો અને બજારની સ્થિતિમાં સુધારો થવાને કારણે આવું થયું છે.

નવેમ્બરમાં સર્વિસ સેક્ટરમાં મજબૂત વૃદ્ધિ, એક દાયકામાં બીજી સૌથી ઝડપી ગતિએ વૃદ્ધિ પામ્યુ
Symbolic Image

Follow us on

Service Sector Growth: નવેમ્બર મહિના દરમિયાન ભારતના સર્વિસ સેક્ટરે (service sector) એક દાયકા કરતાં વધુ સમયમાં બીજા નંબરની સૌથી ઝડપી ગતિએ વૃદ્ધિ નોંધાવી છે. શુક્રવારના રોજ એક માસિક સર્વેમાં જણાવાયું છે કે નવી નોકરીઓમાં વધારો અને બજારની સ્થિતિમાં સુધારો થવાને કારણે આવું થયું છે. સિઝનલી એડજસ્ટેડ ઈન્ડિયા સર્વિસિસ બિઝનેસ એક્ટિવિટી ઈન્ડેક્સ નવેમ્બરમાં 58.1 પર રહ્યું છે, જે ઓક્ટોબરના 58.4થી થોડુ ઓછું છે.

 

નવેમ્બરનો આંકડો જુલાઈ 2011 પછી આઉટપુટમાં બીજી સૌથી ઝડપી રિકવરી દર્શાવે છે. સતત ચોથા મહિને સર્વિસ સેક્ટરનું આઉટપુટ વધ્યું છે. પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI)માં 50થી વધુનો આંકડો વધારો સૂચવે છે. જ્યારે 50થી ઓછો સ્કોર ઘટાડો સૂચવે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

વ્યવસાયિક આત્મવિશ્વાસ પણ વધ્યો

સર્વે રિપોર્ટ અનુસાર નવેમ્બરમાં બિઝનેસ કોન્ફિડન્સ સુધરીને ત્રણ મહિનાની ટોચે પહોંચ્યો હતો. તે જ સમયે, હકારાત્મક સેન્ટિમેન્ટનું એકંદર સ્તર તેની લાંબાગાળાની સરેરાશ કરતાં ઘણું નીચું રહ્યું. કેટલીક કંપનીઓ માંગ ઊંચી રહેવાની અપેક્ષા રાખે છે, પરંતુ ઘણી અન્ય કંપનીઓને ડર છે કે વધતી મોંઘવારી રિકવરીને અસર કરી શકે છે. વધુમાં ઑક્ટોબરમાં મોંઘવારીનો એકંદર દર વધ્યો હતો અને લગભગ એક દાયકામાં બીજા-મજબૂત સ્તરે છે. આ એપ્રિલમાં સૌથી વધુ હતો.

 

IHS માર્કેટના અર્થશાસ્ત્રના સહયોગી નિર્દેશક પોલિઆના ડી લિમાએ (Pollyanna De Lima) જણાવ્યું હતું કે ભારતીય સેવા ક્ષેત્રમાં નવેમ્બરમાં રિકવરી ચાલુ રહી છે. સેલમાં મજબૂત રિકવરી જોવા મળી છે, જેના કારણે લગભગ સાડા દસ વર્ષમાં બિઝનેસ એક્ટિવિટીમાં બીજી સૌથી ઝડપી વૃદ્ધિ થઈ છે.

 

જો કે કંપનીઓએ આગામી વર્ષ દરમિયાન બિઝનેસ એક્ટિવિટીનું પ્રમાણ વધુ રહેવાની અપેક્ષા રાખી હતી, ત્યારે આ વધારો ભાવમાં વધારાના દબાણ હેઠળ હોઈ શકે છે. તેલ, શ્રમ, સામગ્રી, છૂટક અને પરિવહનના ભાવમાં વધારો થવાના અહેવાલો વચ્ચે નવેમ્બરમાં ભારતીય સેવાઓમાં સરેરાશ ઈનપુટ ભાવમાં વધુ વધારો થયો છે.

 

 

સર્વેમાં જણાવાયુ છે કે આ દરમિયાન કોરોના વાયરસ મહામારી અને મુસાફરી પ્રતિબંધોને કારણે ભારતીય સર્વિસીસની  આંતરરાષ્ટ્રીય માંગમાં વધુ ઘટાડો થયો છે. બાહ્ય વેચાણમાં આ તાજેતરનો ઘટાડો આગામી મહિનામાં 21મો હતો. સર્વે મુજબ ભારતમાં ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિઓ સતત વધી રહી છે,  જેના કારણે વૃદ્ધિનો વર્તમાન ક્રમ ચાર મહિના સુધી પહોંચી ગયો છે.

 

આ પણ વાંચો :  Maharashtra: મુંબઈમાં એક માતાએ માનવતા લજવી, 3 મહિનાની બાળકીને પાણીની ટાંકીમાં ડુબાડીને મારી નાખી, આરોપીની ધરપકડ

 

Next Article