SENSEX 350 NIFTY 100 અંક ઉછળ્યા, વૈશ્વિક બજારોની તેજી સાથે ભારતીય શેરબજાર પણ વૃદ્ધિ સાથે ખુલ્યા

|

Jan 08, 2021 | 9:54 AM

સતત બે દિવસના ઘટાડા પછી શેરબજાર(STOCK MARKET) સારા વધારા સાથે ખુલ્યું છે. સેન્સેક્સ(SENSEX) હાલમાં 350 પોઇન્ટનો પ્રારંભીકે ઉછાળો દેખાયો હતો. નિફટી(NIFTY) પણ ૧૦૦ ઉપર ટ્રેડ કરતું નજરે પડ્યું છે.

SENSEX 350  NIFTY 100 અંક ઉછળ્યા, વૈશ્વિક બજારોની તેજી સાથે ભારતીય શેરબજાર પણ વૃદ્ધિ સાથે ખુલ્યા
કારોબારની સારી શરૂઆતના પગલે SENSEX 50,000 ના સ્તરથી ઉપર ટ્રેડ કરી રહ્યો છે.

Follow us on

સતત બે દિવસના ઘટાડા પછી શેરબજાર(STOCK MARKET) સારા વધારા સાથે ખુલ્યું છે. સેન્સેક્સ(SENSEX) હાલમાં 350 પોઇન્ટનો પ્રારંભીકે ઉછાળો દેખાયો હતો. નિફટી(NIFTY) પણ ૧૦૦ ઉપર ટ્રેડ કરતું નજરે પડ્યું છે. શરૂઆતી કારોબારમાં બંને ઇન્ડેક્સ ૦.૭ ટકા ઉપર કારોબાર કરતા નજરે પડ્યા છે.

આજના કારોબારની શરૂઆતી સત્રમાં સેન્સેક્સમાં 48,464.91 સુધી ઉપલું સ્તર દેખાયું હતું જયારે નિફટીમાં 14,258.40 સુધી ઉપલી સપાટી નોંધાઈ હતી . સેન્સેક્સમાં તેજીમાં આઇટી ક્ષેત્રના શેર મોખરે રહ્યા છે. ઈન્ફોસીસ, ટીસીએસ અને ટેક મહિન્દ્રાના શેરમાં રોકાણકારોનો વધુ રસ દેખાયો છે.

બજારમાં આજે સારી ખરીદારીના પગલે ઉછાળો આવ્યો છે. બીએસઈની કુલ માર્કેટ કેપ પણ વધીને 194.77 લાખ કરોડ થઈ ગઈ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પ્રારંભિક સત્રમાં તેજીના કારણ આ મુજબ રહ્યા હતા

યુ.એસ., યુરોપ અને એશિયાના બજારો સહિત વિશ્વભરના મુખ્ય શેર બજારોમાં તેજી દેખાઈ છે.
વિદેશી રોકાણકારો બજારમાં ભારે રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે.
જાન્યુઆરી સુધીમાં, વિદેશી રોકાણકારો (FII) એ કુલ 4017 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે.
છેલ્લા બે દિવસથી સતત ઘટાડા બાદ બજારમાં રિકવરી જોવા મળી રહ્યો છે.
મુખ્ય શેર વધી રહ્યા છે જે બજારમાં તેજીને ટેકો આપી રહી છે.

પ્રારંભિક સત્રમાં શેરબજારની સ્થિતિ ( સવારે ૯.૩૦ વાગે )

બજાર          સૂચકઆંક        વૃદ્ધિ
સેન્સેક્સ    48,447.36     +354.04 
નિફટી     14,246.60     +109.25 (0.77%)

Next Article