ઓપ્શન્સ ટ્રેડિંગ કરનારાઓ માટે મોટા સમાચાર, બજારમાં ગમે તેવો મોટો ઉતાર-ચઢાવ આવશે તો પણ ટ્રેડર્સ નહીં ફસાય

શેરબજારના રેગ્યુલેટર SEBI દ્વારા ઓપ્શન્સ કોન્ટ્રેક્ટના સ્ટ્રાઈક પ્રાઈઝ માળખામાં ફેરફાર કરવાનો એક મોટો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ નવા નિયમથી લાઈવ માર્કેટમાં હેજિંગ કરવું વધુ સરળ બનશે.

ઓપ્શન્સ ટ્રેડિંગ કરનારાઓ માટે મોટા સમાચાર, બજારમાં ગમે તેવો મોટો ઉતાર-ચઢાવ આવશે તો પણ ટ્રેડર્સ નહીં ફસાય
Image Credit source: AI
| Updated on: May 25, 2026 | 9:23 PM

ભારતીય શેરબજારમાં અત્યારે સૌથી વધુ વોલ્યુમ અને ટ્રેડિંગ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) સેગમેન્ટમાં જોવા મળે છે. ખાસ કરીને રિટેલ ટ્રેડર્સ ઓપ્શન્સ ટ્રેડિંગ તરફ વધુ આકર્ષાયા છે. આ સ્થિતિ વચ્ચે માર્કેટ રેગ્યુલેટર સેબીએ ઓપ્શન્સ ટ્રેડિંગને વધુ સુરક્ષિત અને સરળ બનાવવા માટે સોમવારે એક મોટો નિર્ણય લીધો છે. સેબીએ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટના સ્ટ્રાઈક પ્રાઈઝ નક્કી કરવા અને તેના મેનેજમેન્ટ માટે એક તદ્દન નવા નિયમનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

સેબીનો મુખ્ય હેતુ એ છે કે જ્યારે લાઈવ માર્કેટમાં અચાનક મોટો ઉતાર-ચઢાવ કે કડાકો આવે, ત્યારે રોકાણકારો અને ટ્રેડર્સને પોઝિશન લેવામાં કે હેજિંગ કરવામાં કોઈ તકલીફ ન પડે. આવો સરળ ભાષામાં સમજીએ કે સેબીનો આ નવો પ્રસ્તાવ શું છે અને તેનાથી ટ્રેડર્સને શું ફાયદો થશે:

સેબીનો નવો પ્રસ્તાવ શું છે?

નવા પ્રસ્તાવિત નિયમો હેઠળ સેબી એ બાબત સુનિશ્ચિત કરવા માંગે છે કે બજારમાં ટ્રેડિંગના સમયે દરેક વખતે ઇન-ધ-મની (ITM) અને આઉટ-ઓફ-ધ-મની (OTM) કોન્ટ્રેક્ટ્સની એક નક્કી કરેલી લઘુત્તમ સંખ્યા બજારમાં ઉપલબ્ધ હોવી જ જોઈએ. આ માટે રોજિંદા ધોરણે બજારની વર્તમાન કિંમતોના આધારે સ્ટ્રાઈક પ્રાઈઝની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત, જે સ્ટ્રાઈક પ્રાઈઝ માર્કેટના લેવલથી ખૂબ જ દૂર જતા રહ્યા છે, તેને સમય અંતરે લિસ્ટમાંથી હટાવી દેવામાં આવશે.

સેબીએ એક કન્સલ્ટેશન પેપરમાં જણાવ્યું છે કે જ્યારે બજારમાં એક જ દિવસની અંદર (ઇન્ટ્રાડેમાં) કોઈ શેર કે ઇન્ડેક્સની કિંમતમાં અચાનક બહુ મોટી તેજી કે મજબૂત કડાકો આવે છે, ત્યારે કિંમતો ઉપલબ્ધ છેલ્લા સ્ટ્રાઈક પ્રાઈઝને પણ પાર કરી જાય છે. આવી સ્થિતિમાં ટ્રેડર્સ પાસે પોતાના નુકસાનને રોકવા (હેજિંગ કરવા) માટે યોગ્ય ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ બચતા નથી. નવો ફ્રેમવર્ક આ જ ખામીને દૂર કરવા માટે તૈયાર કરાઈ રહ્યો છે.

લાઈવ માર્કેટ દરમિયાન જ નવી સ્ટ્રાઈક પ્રાઈઝ ઉમેરાશે

હાલના નિયમો મુજબ લોંગ-ડેટેડ ઇન્ડેક્સ ઓપ્શન્સ માટે જ ચોક્કસ રેગ્યુલેટરી માળખું છે, જ્યારે બાકીના શેરો અને ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ માટે સ્ટોક એક્સચેન્જો પોતાના હિસાબે નિયમો ચલાવે છે. જ્યારે પણ નવી સ્ટ્રાઈક પ્રાઈઝ ઉમેરવામાં આવે, ત્યારે સ્ટોક બ્રોકર્સે પોતાના ટ્રેડિંગ પ્લેટફોર્મ અને એપ્સને દરરોજ અપડેટ કરવા પડે છે, જેનાથી તેમનું કામ અને ટેકનિકલ ખર્ચ વધે છે.

આ સમસ્યાના ઉકેલ માટે સેબીએ જણાવ્યું કે નવા માળખામાં માર્કેટ અવર્સની વચ્ચે જ, એટલે કે ઇન્ટ્રાડેમાં જ નવી સ્ટ્રાઈક પ્રાઈઝ ઉમેરવાની જોગવાઈ હશે. આ નવા કોન્ટ્રેક્ટ્સ બજારની ચાલ જે દિશામાં હશે તે તરફ ઉમેરાશે. સૌથી મોટી રાહતની વાત એ છે કે આ લાઈવ માર્કેટના ફેરફારો માટે સ્ટોક બ્રોકર્સ કે ટ્રેડર્સે પોતાના સોફ્ટવેર કે સિસ્ટમમાં લાઈવ માર્કેટ દરમિયાન કોઈ મેન્યુઅલ ફેરફાર નહીં કરવો પડે.

બજારની વર્તમાન સ્થિતિ અને ટ્રેડર્સની પસંદગી

આ નવો નિયમ ઇક્વિટી, કરન્સી અને કોમોડિટી સહિતના તમામ ઓપ્શન્સ સેગમેન્ટ પર સમાન રીતે લાગુ કરવામાં આવશે. જોકે, વોલ્યુમ અને લિક્વિડિટીના આધારે અલગ-અલગ સેગમેન્ટ માટેના ફોર્મ્યુલા થોડા જુદા હોઈ શકે છે. માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે અત્યારે પણ બજારમાં પૂરતી સ્ટ્રાઈક પ્રાઈઝ હાજર હોય છે, પરંતુ એક સત્તાવાર અને પાકો નિયમ આવવાથી આખી સિસ્ટમ વધુ મજબૂત બનશે.

ડેટા દર્શાવે છે કે મોટાભાગના રિટેલ ટ્રેડર્સ એટ-ધ-મની (ATM) અને નજીકના સસ્તા આઉટ-ઓફ-ધ-મની (OTM) કોન્ટ્રેક્ટ્સમાં ટ્રેડિંગ કરવાનું વધુ પસંદ કરે છે. સેબીએ આ નવા પ્રસ્તાવ પર સામાન્ય જનતા અને માર્કેટના નિષ્ણાતો પાસેથી આગામી 15 જૂન સુધી પોતાના સૂચનો અને મંતવ્યો મંગાવ્યા છે, ત્યારબાદ આ નિયમને આખરી ઓપ આપવામાં આવશે.

વીજળી બિલની ચિંતા છોડો, હવે ગાયના છાણમાંથી ઘરે જ પેદા થશે વીજળી! જાણો

Follow Us
Loading...
Unable to load recommendations.