AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Q4 RESULTS : કોરોનાકાળમાં આર્થિક સમસ્યાઓ વચ્ચે દેશની સૌથી મોટી બેંકે કરી કમાલ , અઢળક નફા સાથે શેર દીઠ 4 રૂપિયા ડિવિડન્ડની જાહેરાત કરાઈ

ભારતીય સ્ટેટ બેંક (State Bank of India-SBI)એ શુક્રવારે માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. Q4 FY21 માં બેંકે જોરદાર નફો કર્યો છે.

SBI Q4 RESULTS : કોરોનાકાળમાં આર્થિક સમસ્યાઓ વચ્ચે દેશની સૌથી મોટી  બેંકે કરી કમાલ , અઢળક નફા સાથે શેર દીઠ  4 રૂપિયા ડિવિડન્ડની જાહેરાત કરાઈ
SBI એ Q4 પરિણામોમાં 80 ટકા નફો દર્શાવ્યો છે.
| Updated on: May 22, 2021 | 10:03 AM
Share

ભારતીય સ્ટેટ બેંક (State Bank of India-SBI)એ શુક્રવારે માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. Q4 FY21 માં બેંકે જોરદાર નફો કર્યો છે. 31 માર્ચ 2021 ના ​​રોજ પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં SBI ના નફામાં લગભગ 80 ટકાનો વધારો જોવા મળ્યો છે અને પાછલા વર્ષના ચોથા ત્રિમાસિક ગાળાના 3,580.8 કરોડ રૂપિયાથી વધીને 6,450.7 કરોડ થયો છે. એ જ રીતે બેંકની વ્યાજની આવક પણ 18.9 ટકા વધી રૂ 27,067 કરોડ થઈ છે જે ગયા વર્ષના ચોથા ક્વાર્ટરમાં 22,767 હતી.

નેટ NPA માં 1.50 ટકા સુધી ઘટાડો થયો આ સમયગાળા દરમિયાન બેંકની એસેટ ક્વોલિટીમાં પણ સુધારો થયો છે. ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર ધોરણે SBIનો ગ્રોસ એનપીએ 5.44 ટકાથી ઘટીને 4.98 ટકા પર આવી ગયો છે તો બીજી તરફ નેટ એનપીએ 1.81 ટકાથી ઘટાડીને 1.50 ટકા કરવામાં આવી છે. રૂપિયામાં ગણતરી કરતા ગ્રોસ એનપીએ રૂ 1.34 લાખ કરોડથી ઘટીને 1.26 લાખ કરોડ રૂપિયા પર આવી ગયો છે. નેટ એનપીએ અગાઉના ત્રિમાસિક ગાળામાં રહેલી રૂ. 42,797 કરોડથી ઘટીને 36,810 કરોડ રૂપિયા પર આવી ગઈ છે.

રોકાણકારો માટે શેર દીઠ 4 રૂપિયા ડિવિડન્ડ જાહેર કરાયું ચોથા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે બેંકની લોનની વૃદ્ધિ પાંચ ટકા રહી છે. નાણાકીય વર્ષ 2021 માં SBI માં રૂ 28,564 કરોડના નવા NPA પણ સામે આવ્યા છે. બેન્કે રોકાણકારો માટે શેર દીઠ રૂ. 4 ના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.

કુલ આવક 81326 કરોડ નોંધાઈ માર્ચ ક્વાર્ટરમાં બેંકની કુલ આવક 81326 કરોડ રૂપિયા થઈ છે. માર્ચ 2020 માં બેંકની કુલ આવક 76027 કરોડ રૂપિયા હતી. બેંકે માર્ચમાં એકીકૃત ધોરણે રૂ 7270 કરોડનો નફો નોંધાવ્યો હતો. માર્ચ 2020 માં એકીકૃત નફો 4557 કરોડ રહ્યો. વાર્ષિક ધોરણે 60 ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2020-21 વિશે વાત કરીએ તો નફો 41 ટકા વધ્યો છે અને તે 20110 કરોડ રહ્યો હતો. નાણાકીય વર્ષ 2019-20માં તે 14488 કરોડ રૂપિયા હતો

શેરમાં આવ્યો ઉછાળો ત્રિમાસિક પરિણામને શેરબજારે વધાવ્યું હતું . એનએસઈ પર શુક્રવારે બપોરે 2.45 વાગ્યે SBI નો શેર 3.65 ટકા ઉછળીને 399 રૂપિયા પર ટ્રેડ કરતો નજરે પડ્યો હતો. શેરની 52-અઠવાડિયાની ઉચ્ચતમ કિંમત 422 રૂપિયા છે અને સૌથી નીચો સ્તર 149 રૂપિયા છે.

g clip-path="url(#clip0_868_265)">