
દેશના સૌથી મોટા એસેટ મેનેજર SBI મ્યુચ્યુઅલ ફંડે પોતાના સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (SIF) ફ્રેમવર્ક હેઠળ બીજી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી રજૂ કરી છે. ફંડ હાઉસે ‘મેગ્નમ ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ શોર્ટ ફંડ’ (Magnum Equity Ex-Top 100 Long Short Fund) લોન્ચ કર્યું છે. આ ફંડ મુખ્યત્વે માર્કેટ કેપના આધારે ભારતની ટોપ 100 કંપનીઓની બહારની કંપનીઓમાં રોકાણ કરશે. સાથે જ બજારની અસ્થિરતા અને જોખમને મેનેજ કરવા માટે ડેરિવેટિવ્ઝ દ્વારા મર્યાદિત શોર્ટ પોઝિશન્સનો ઉપયોગ કરશે.
જો તમે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડની આ નવી સ્ટ્રેટેજીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ મહત્વપૂર્ણ તારીખો યાદ રાખો:
ફંડ હાઉસના જણાવ્યા મુજબ, આ ફંડ પોતાની કુલ એસેટ્સની ફાળવણી આ રીતે કરશે:
આ સ્ટ્રેટેજીનું સંચાલન ગૌરવ મહેતા કરશે, જેઓ SBI ની પહેલી SIF ઓફરિંગ ‘મેગ્નમ હાઇબ્રિડ લોંગ શોર્ટ ફંડ’ ને પણ મેનેજ કરે છે. એલોટમેન્ટના 3 મહિનાની અંદર યુનિટ્સ રિડીમ કે સ્વિચ કરવા પર 1% એક્ઝિટ લોડ લાગશે. 3 મહિના પૂરા થયા પછી નાણાં પાછા ખેંચવા પર કોઈ એક્ઝિટ લોડ લાગશે નહીં. વર્તમાન ટેક્સ નિયમો અનુસાર, 12 મહિનાથી વધુ સમય સુધી હોલ્ડ રાખેલી યુનિટ્સ પર મળતા લોંગ-ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG) પર 12.5% ટેક્સ (પ્લસ સરચાર્જ અને સેસ) લાગશે. એક નાણાકીય વર્ષમાં રૂ. 1.25 લાખ સુધીનો કેપિટલ ગેઇન સંપૂર્ણપણે ટેક્સ-ફ્રી રહેશે.
એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટના એમડી અને સીઈઓ દેબાશીષ મિશ્રાના જણાવ્યા અનુસાર, ‘આ નવું ફંડ સંશોધન-આધારિત રોકાણ અને ભારતના વધી રહેલા બજારમાં રોકાણકારો માટે વૈવિધ્ય લાવવાના ઉદ્દેશ્યથી રજૂ કરવામાં આવ્યું છે.’ ઉલ્લેખનીય છે કે એપ્રિલ-જૂન 2026 ત્રિમાસિક ગાળા દરમિયાન એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનું સરેરાશ એયુએમ (AAUM) રૂ. 12.57 લાખ કરોડથી વધુ રહ્યું છે.