Bad Bank ને લીલી ઝંડી, આ વર્ષે બેંકોની 50 હજાર કરોડ રૂપિયાની એનપીએ થશે ટ્રાન્સફર

|

Jan 29, 2022 | 6:17 PM

ચાલુ નાણાકીય વર્ષમાં 15 બેડ લોન, જેની કિંમત લગભગ 50 હજાર કરોડ રૂપિયા છે, તેને બેડ બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

Bad Bank ને લીલી ઝંડી, આ વર્ષે બેંકોની 50 હજાર કરોડ રૂપિયાની એનપીએ થશે ટ્રાન્સફર
In the first tranche, a bad loan of 50 thousand crores will be transferred

Follow us on

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન દિનેશ ખારાએ (SBI Chairman Dinesh Khara) કહ્યું કે બેડ બેંક (Bad Bank) એટલે કે નેશનલ એસેટ રી-કન્સ્ટ્રક્શન કંપની (NARCL) તેના કામકાજ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં 15 બેડ લોન, જેની કિંમત લગભગ 50 હજાર કરોડ રૂપિયા છે, તે બેડ બેંકોને ટ્રાન્સફર કરવામાં આવશે. બેંકોએ મળીને 82 હજાર 425 કરોડની લોન બેડ બેંકને ટ્રાન્સફર કરવા માટે સહમતિ દર્શાવી છે. 50 હજાર કરોડનો આ પ્રથમ ટ્રાન્ચ હશે. 1 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે બેડ બેંકની જાહેરાત કરી હતી. એક વર્ષ બાદ હવે બજેટ 2022 પહેલા તેની જાહેરાત કરવામાં આવી છે.

ખારાએ કહ્યું કે બેડ બેંકમાં જાહેર ક્ષેત્રની બેંકોની વધુ ભાગીદારી હશે. તેમણે કહ્યું કે ઇન્ડિયા ડેટ રિઝોલ્યુશન કંપની લિમિટેડ એટલે કે IDRCLનું કામ NPA ખાતામાંથી વસૂલાત કરવાનું રહેશે. જણાવી દઈએ કે, IDRCL અને NARCL બંને એક જ એન્ટિટી છે. ખારાએ કહ્યું કે આનાથી બેંકિંગ સેક્ટરના સ્વાસ્થ્યમાં સુધારો થશે.

પ્રોવિજનીંગની મદદથી બેલેન્સશીટ ક્લીન કરવામાં આવી રહી છે

નિર્મલા સીતારમણે પોતાના બજેટ 2021ના ભાષણમાં કહ્યું હતું કે જાહેર ક્ષેત્રની બેંકોની હાલત ખરાબ છે. બેંકો મોટા પાયે પ્રોવિજનીંગનો આશરો લઈ રહી છે. આની મદદથી તેઓ તેમની બેલેન્સ શીટને મજબૂત બનાવી રહ્યા છે. ખારાએ જણાવ્યું હતું કે NARCL ઓળખાયેલ NPA એકાઉન્ટ્સ બેંકો પાસેથી ટેકઓવર કરશે, જ્યારે IDRCL ડેટ રિઝોલ્યુશન પ્રક્રિયાને હેન્ડલ કરશે. તેનું કામ NPA ખાતામાંથી વસૂલ કરવાનું રહેશે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

IDRCLની જવાબદારી ખાનગી બેંકો પર રહેશે

NARCLનું નેતૃત્વ સ્ટેટ બેંકના પૂર્વ ચીફ જનરલ મેનેજર પદ્મ કુમાર નાયર કરશે, જ્યારે SBIના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર સુબ્રતો બિસ્વાસને તેના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. IDRCL ની અધ્યક્ષતા મનીષ માખરિયા કરશે. NARCL જાહેર ક્ષેત્રની એન્ટિટી હશે, જ્યારે IDRCLની જવાબદારી મુખ્યત્વે ખાનગી બેન્કોની રહેશે.

85 ટકા ગેરંટી સરકારની

ખારાએ કહ્યું કે NARCL બેડ લોનની ખરીદી પર સિક્યોરિટી રસીદ આપશે, જેમાં 85 ટકા સરકારી ગેરંટી હશે. જ્યારે બેંકો તેમની બેડ લોન વેચી દેશે, ત્યારે તેમણે આ લોન સામે પ્રોવિજનીંગ કરવાની જરૂર રહેશે નહી. સપ્ટેમ્બર 2021માં, સરકારે NARCL માટે 30,600 કરોડ રૂપિયાની સુરક્ષા ગેરંટી જાહેર કરી હતી. આ ગેરંટી 5 વર્ષ માટે માન્ય રહેશે. આ પાંચ વર્ષોમાં તે લોનને રીઝોલ્વ કરવી પડશે.

 

આ પણ વાંચો :  Budget 2022: મોદી સરકારના 9 બજેટ : આમ આદમીને ક્યારે મળી ટેક્સમાં રાહત અને ક્યારે ઝીકાયો બોજ? જાણો વિગતવાર

Next Article