SAILના OFSને પાંચ ગણું સબસ્ક્રિપ્શન મળ્યું, સરકારી હિસ્સાના વેચાણથી રૂ. 2,664 કરોડ મળશે

|

Jan 17, 2021 | 12:37 PM

જાહેર ક્ષેત્રની સ્ટીલ કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિ. (Steel Authority of India Ltd) SAILના 10 ટકા હિસ્સાના વેચાણથી 2,664 કરોડ રૂપિયા આવવાની ધારણા છે.

SAILના OFSને પાંચ ગણું સબસ્ક્રિપ્શન મળ્યું, સરકારી હિસ્સાના વેચાણથી રૂ. 2,664 કરોડ મળશે

Follow us on

જાહેર ક્ષેત્રની સ્ટીલ કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિ. (Steel Authority of India Ltd) SAILના 10 ટકા હિસ્સાના વેચાણથી 2,664 કરોડ રૂપિયા આવવાની ધારણા છે. કંપનીની OFS ને શુક્રવારે ૫ ગણાથી વધુ સબ્સ્ક્રિપ્શન પ્રાપ્ત થઈ છે. સ્ટોક એક્સચેન્જોના ડેટા મુજબ ઇશ્યૂના કુલ કદ પર આશરે 522.89 ટકા શેર માટે સબ્સ્ક્રિપશન મળ્યું છે. સરકાર રૂ 10 ની ફેસ વેલ્યુના OFS દ્વારા સેલમાં 20.6 કરોડ શેર અથવા પાંચ ટકા હિસ્સો વેચી રહી છે. સરકાર પાસે પણ 20.6 કરોડના વધારાના શેર વેચવાનો વિકલ્પ છે.

OFS નું કુલ કદ 41.3 કરોડ શેર્સ પર પહોંચ્યું
OFSનું કુલ કદ 41.3 કરોડ શેર પર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં, સરકારને શેર દીઠ રૂ 64 ના ઓછામાં ઓછા ભાવે રૂ2,664 મળવાની આશા હોવાનું એક્સચેંજ ડેટા દર્શાવે છે. શેર દીઠ રૂ 65.75 ના કિંમતે બિડ્સ લગાવવામાં આવી છે. SAILના શેર BSE પર 4.39 ટકાના ઘટાડા સાથે રૂ70.20 પર બંધ થયા છે.

ડિસઇન્વેસ્ટમેન્ટથી રૂપિયા 2.1 લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક
SAILની OFS સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામનો એક ભાગ છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટથી રૂ 2.1 લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક આપ્યો છે. અત્યાર સુધીમાં સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી ફક્ત 28,298.26 કરોડ રૂપિયા જ એકત્રિત કરી શકી છે. તેમાંથી રૂ. 14,453.77 કરોડ જાહેર ક્ષેત્રની કંપનીઓ પાસેથી ડિવિડન્ડ તરીકે પ્રાપ્ત થયા છે. બાકીના 13,844.49 કરોડ રૂપિયામાંથી NTPCના શેર બાયબેક હેઠળ શેરના વેચાણમાંથી 1,065.37 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

IRFCનો IPO 18 જાન્યુઆરીએ ખુલશે
રેલ્વે મંત્રાલય હેઠળ આવતા ભારતીય રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC) નો IPO 18 જાન્યુઆરીએ ખુલવા જઈ રહ્યો છે. IRFCના IPO માટે કિંમત પ્રતિ શેર 25-26 રૂપિયા છે. સરકારને કિંમત શ્રેણીના ઉચ્ચ સ્તર પર 1,544 કરોડ રૂપિયા મળવાની અપેક્ષા છે.

Next Article