સબકા સપના મની મની: 16 હજાર રુપિયાનું રોકાણ કરીને તમે માત્ર 17 વર્ષમાં બની શકો છો કરોડપતિ, જાણો ક્યા રોકાણ કરવુ
મ્યુચ્યુઅલ ફંડમાં કેટલાક એવા પણ ફંડ છે કે જેણે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. SIPમાં મળતા વળતરનો અંદાજો તેના પરથી લગાવી શકાય કે તેણે છેલ્લા કેટલાક વર્ષોમાં રોકાણકારોનો 12 ટકા કે તેથી વધુનું રિટર્ન આપેલુ છે.તમે પણ આ ગણતરીના આધારે SIPમાં રોકાણ કરીને કરોડપતિ બનવાનું લક્ષ્ય પૂર્ણ કરી શકો છો.

રોકાણ માટે SIP મ્યુચ્યુઅલ ફંડ ખૂબ જ સરળ અને ઓછુ જોખમી છે. તેમાં રોકાણકારે દર મહીને સતત એક નિશ્ચિત રકમનું રોકાણ કરવુ જરુરી છે. SIPથી રોકાણકારમાં નિયમિત રોકાણની આદત બને છે.જે લાંબા ગાળે તેને ખૂબ જ ધનિક બનવામાં મદદ કરે છે. તેનો એક ફાયદો એ પણ છે કે રોકાણકાર SIP કેલ્ક્યુલેટરની મદદથી રોકાણના વળતરનો અંદાજો લગાવી શકે છે.
મ્યુચ્યુઅલ ફંડમાં કેટલાક એવા પણ ફંડ છે કે જેણે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. SIPમાં મળતા વળતરનો અંદાજો તેના પરથી લગાવી શકાય કે તેણે છેલ્લા કેટલાક વર્ષોમાં રોકાણકારોને 12 ટકા કે તેથી વધુનું રિટર્ન આપેલુ છે.તમે પણ આ ગણતરીના આધારે SIPમાં રોકાણ કરીને કરોડપતિ બનવાનું લક્ષ્ય પૂર્ણ કરી શકો છો.
SIPની ખાસિયત એ છે કે તમે 100 રુપિયાની રકમથી પણ રોકાણની શરુઆત કરી શકો છો. જો તમે જોબ કરો છો, તો દર મહીને તમારી સેલેરીમાંથી કેટલીક બચત કરી તેને SIPમાં રોકી શકો છો. જો તમે દર મહીને 16 હજાર રુપિયાની SIP કરો છો, તો માત્ર 17 વર્ષમાં જ કરોડપતિ બનવાના સ્વપ્નને પૂર્ણ કરી શકો છો. SIP કેલ્ક્યુલેટર દ્વારા તેની ગણતરીને સમજો.
10 વર્ષે કેટલુ ભંડોળ બનશે ?
જો કુલ 10 વર્ષ માટે દર મહીને 16 હજાર રુપિયાની SIP કરવામાં આવે તો કુલ રોકાણ 19,20,000 રુપિયા થશે. તેમાં ચક્રવૃદ્ધિ વ્યાજના કારણે 12 ટકા પ્રમાણે અંદાજીત વળતર 17,97,425 રુપિયા થાય છે. તો તેના કારણે કુલ સંપત્તિ 37,17,425 રુપિયા બને છે.
15 વર્ષે કેટલી રકમ એકઠી થશે ?
જો કુલ 15 વર્ષ માટે દર મહીને 16 હજાર રુપિયાની SIP કરવામાં આવે તો કુલ રોકાણ 28,80,000 રુપિયા થશે. તેમાં ચક્રવૃદ્ધિ વ્યાજના કારણે 12 ટકા પ્રમાણે અંદાજીત વળતર 51,93,216 રુપિયા થાય છે. તો તેના કારણે કુલ સંપત્તિ 80,73,216 રુપિયા બને છે.
17 વર્ષે કરોડપતિ બની જશો !
જો કુલ 17 વર્ષ માટે દર મહીને 16 હજાર રુપિયાની SIP કરવામાં આવે તો કુલ રોકાણ 16,80,000 રુપિયા થશે. તેમાં ચક્રવૃદ્ધિ વ્યાજના કારણે 12 ટકા પ્રમાણે અંદાજીત વળતર 74,22,733 રુપિયા થાય છે. તો તેના કારણે કુલ સંપત્તિ 1,06,86,733 રુપિયા બને છે.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)