Ahmedabad : અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી, કેસ કાઢવામાં વધુ સમય લાગતા દર્દીઓની લાગી કતારો, જુઓ Video
અમદાવાદમાં આવેલી એશિયાની સૌથી મોટી એવી અસારવા સિવિલ હોસ્પિટલ જેટલી મોટી છે, તેની સમસ્યાઓ પણ એટલી જ મોટી છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં કામ ઝડપી થાય અને દર્દીઓ અને તેમના સગાઓને હાલાકી ન થાય તે માટે નવું સોફ્ટવેર નાખવામાં આવ્યું છે. પરંતુ કામ ઝડપી અને અસરદાર થવાને બદલે કામ ખોરંભે ચઢ્યું છે.
Asarwa Civil hospital : અમદાવાદમાં આવેલી એશિયાની સૌથી મોટી એવી અસારવા સિવિલ હોસ્પિટલ જેટલી મોટી છે, તેની સમસ્યાઓ પણ એટલી જ મોટી છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં કામ ઝડપી થાય અને દર્દીઓ અને તેમના સગાઓને હાલાકી ન થાય તે માટે નવું સોફ્ટવેર નાખવામાં આવ્યું છે. પરંતુ કામ ઝડપી અને અસરદાર થવાને બદલે કામ ખોરંભે ચઢ્યું છે.
નવા સોફ્ટવેરને કારણે કેસ કાઢવામાં મુશ્કેલી થઈ રહી છે. સોફ્ટવેર નવું હોવા છતાં એક કેસ કાઢવામાં 7થી 10 મિનિટ સુધીનો સમય લાગે છે. સર્વર સ્લો હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. સોફ્ટવેરમાં ખામી હોવાને કારણે કેસ બારી સામે દર્દીઓની લાઈન લાગી છે. મેન્યુલી કેસ કાઢ્યા બાદ પણ ફરીથી બારકોડવાળો કેસ કઢાવવા લોકોને લાઈનમાં ઊભું રહેવું પડે છે. લેબોરેટરીના તમામ રિપોર્ટ માટે બારકોડવાળો કેસ ફરજિયાત હોવાથી લેબ રિપોર્ટ પણ અટકી પડ્યા છે. જેને કારણે દર્દીઓ અને તેમના સગાઓને ભારે હાલાકી થઈ રહી છે.