Sabka Sapna Money Money : માત્ર 17 રૂપિયાનું રોકાણ તમને બનાવી દેશે કરોડપતિ, જાણો કેવી રીતે અને ક્યાં રોકાણ કરવુ
તમારી આવકમાંથી (Income) નજીવા રુપિયાનું રોકાણ કરીને અમુક વર્ષો પછી તેમાંથી કરોડો રુપિયા એકત્ર કરી શકો છો. કારણ કે તે તમારી મૂળ રોકાણ રકમના વ્યાજ પર પણ વ્યાજ આપતુ થઇ જાય છે. તમે ઈચ્છો તો રોકાણ માટે નિષ્ણાતની સલાહ પણ લઈ શકો છો.
Mutual Fund : જો તમે નજીવા રુપિયાનું રોકાણ (investment) કરીને તેની વૃદ્ધિ કરવા માગો છો, તો તમારા માટે Mutual Fund ખૂબ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં પણ SIP એટલે કે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનને ખૂબ જ ઓછુ જોખમી પણ માનવામાં આવે છે. તમે તમારી આવકમાંથી (Income) નજીવા રુપિયાનું રોકાણ કરીને અમુક વર્ષો પછી તેમાંથી કરોડો રુપિયા એકત્ર કરી શકો છો. કારણ કે તે તમારી મૂળ રોકાણ રકમના વ્યાજ પર પણ વ્યાજ આપતુ થઇ જાય છે. તમે ઈચ્છો તો રોકાણ માટે નિષ્ણાતની સલાહ પણ લઈ શકો છો.અમે તમને આ સમાચારમાં એવી કેટલીક માહિતી આપીશું કે તમે માત્ર 17 રુપિયાના રોકાણમાં પણ કરોડપતિ બની શકો છો.
આ પણ વાંચો- Sabka Sapna Money Money : તમે પહેલી વાર SIPમાં રોકાણ કરવા જઈ રહ્યાં છો, ધ્યાન રાખો આ મહત્વની બાબતો
SIPમાં તમે 100 રુપિયા જેટલી નજીવી રકમના રોકાણથી પણ રોકાણ શરુ કરી શકો છો, પણ સમયાંતરે જો તમારે વધુ સારી રકમ એકત્ર કરવુ છે તો તમારે રોકાણ પણ વધારવુ પડશે. જો કે તમે જો રોજ નાનું રોકાણ કરીને મોટું ફંડ બનાવવા માગો છો. તો અમે તમને માત્ર 500 રૂપિયા પ્રતિ મહિનાના પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે તેને દૈનિક ધોરણે જુઓ તો તે 16.66 રૂપિયાની આસપાસ છે, જે 17 રૂપિયાની આસપાસ છે.
500 રૂપિયાની SIP
શરૂઆતમાં તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. છેલ્લા કેટલાક વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડ્સે 20 ટકાથી વધુ વળતર આપ્યું છે. તમે મહિને રૂપિયા 500ની SIPમાં રોકાણ કરીને કરોડપતિ બની શકો છો. આ માટે તમારે દરરોજ મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 17 (રૂ. 500 પ્રતિ માસ)નું રોકાણ કરવું પડશે.
તમને આટલું વળતર મળશે
દરરોજ 17 રૂપિયા જમા કરીને એટલે કે 20 વર્ષ માટે દર મહિને 500 રૂપિયા આપીને તમે 1.2 લાખ રૂપિયા જમા કરો છો. 20 વર્ષમાં 15 ટકા વાર્ષિક વળતર પર જોઇએ તો તમારું ફંડ વધીને 7 લાખ 8 હજાર રૂપિયા થઈ જશે. જો 20 ટકા વાર્ષિક વળતરની વાત કરીએ તો આ ફંડ વધીને 15.80 લાખ રૂપિયા થઈ જશે.
કરોડપતિ કેવી રીતે બનશો ?
જો તમે 30 વર્ષ સુધી દર મહિને 500 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમે કુલ 1.8 લાખ રૂપિયા જમા કરો છો. હવે જો તમને 30 વર્ષ સુધી આના પર 20 ટકા વાર્ષિક રિટર્ન મળે છે, તો તમારું ફંડ વધીને 1.16 કરોડ થઈ જશે.એટલે કે 30 વર્ષના અંતે રોજની માત્ર 17 રુપિયાની રોકાણ રકમ તમને કરોડપતિ બનાવી શકે છે.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)