સબકા સપના મની મની : મહીને માત્ર 12 હજાર રુપિયાનું કરો રોકાણ, થોડા જ વર્ષોમાં બની જશો માલામાલ
જો તમે મહીને 12 હજાર રુપિયાનું રોકાણ કરો તો માત્ર 19 જ વર્ષમાં તમે માલામાલ બની જશો. તમે માત્ર 19 વર્ષમાં જ કરોડપતિ બનવાનું સપનું સાકાર કરી શકો છો. તેના માટે તમારે શિસ્તબદ્ધ રીતે રોકાણ કરતા રહેવુ પડશે. મ્ય્ચ્યુઅલ ફંડના અત્યાર સુધીના ઇતિહાસને ચકાસીએ તો રોકાણકારોને 12થી 13 ટકા વળતર મળ્યુ છે.

આજના સમયમાં મ્યુચ્યુઅલ ફંડને રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. SIP એટલે કે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં લોકોએ રોકાણ વધાર્યુ છે. SIPમાં દિવસે દિવસે રોકાણ કરનારની સંખ્યામાં વધારો થતો જઇ રહ્યો છે. મહીને માત્ર 100 રુપિયા જેટલી નજીવી રકમથી પણ SIPમાં રોકાણ શરુ કરી શકાય છે. જો તમારી સેલેરીમાંથી તમે માત્ર 12 હજાર રુપિયા જેટલી રકમની SIP કરો છો, તો થોડા જ વર્ષોમાં તમે માલામાલ બની શકો છો. તમે આ રોકાણ દ્વારા તમારા કરોડપતિ બનવાના સપનાને પુરુ કરી શકો છો.
જો તમે મહીને 12 હજાર રુપિયાનું રોકાણ કરો તો માત્ર 19 જ વર્ષમાં તમે માલામાલ બની જશો. તમે માત્ર 19 વર્ષમાં જ કરોડપતિ બનવાનું સપનું સાકાર કરી શકો છો. તેના માટે તમારે શિસ્તબદ્ધ રીતે રોકાણ કરતા રહેવુ પડશે. મ્ય્ચ્યુઅલ ફંડના અત્યાર સુધીના ઇતિહાસને ચકાસીએ તો રોકાણકારોને 12થી 13 ટકા વળતર મળ્યુ છે.
10 વર્ષ સુધી SIP
તમે 10 વર્ષ માટે મહીને 12 હજાર રુપિયાનું રોકાણ કરો છો અને ઓછામાં ઓછું 12 ટકા વાર્ષિક વળતર મેળવો છો, તો તમે અંદાજે 27,88,069 રુપિયાનું ફંડ બનાવશો.જેમાં રોકાણની કુલ રકમ 14,40,000 રૂપિયા થશે અને સંપત્તિમાં 13,48,069 રૂપિયાનું વળતર મળશે.
15 વર્ષ સુધી SIP
જો તમે 15 વર્ષ માટે મહીને 12 હજાર રુપિયાનું રોકાણ કરો છો અને ઓછામાં ઓછું 12 ટકા વાર્ષિક વળતર મેળવો છો, તો તમે અંદાજે 60,54,912 રુપિયાનું ફંડ બનાવશો.જેમાં રોકાણની કુલ રકમ 21,60,000 રૂપિયા થશે અને સંપત્તિમાં 38,94,912 રૂપિયાનું વળતર મળશે.
19 વર્ષ સુધી SIP
જો તમે 19 વર્ષ માટે મહીને 12 હજાર રુપિયાનું રોકાણ કરો છો અને ઓછામાં ઓછું 12 ટકા વાર્ષિક વળતર મેળવો છો, તો તમે અંદાજે 1,05,03,905 રુપિયાનું ફંડ બનાવશો.જેમાં રોકાણની કુલ રકમ 27,36,000 રૂપિયા થશે અને સંપત્તિમાં 77,67,905 રૂપિયાનું વળતર મળશે.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)