Sabka Sapna Money Money: સતત SIP અને STEP-Up SIPમાંથી શેમાં વળતર મળશે વધુ? જાણો સમગ્ર ગણિત

|

Sep 30, 2023 | 3:09 PM

તમારે દર વર્ષે SIPમાં વધારો કરવો જોઈએ. કારણ કે તમારી આવક દર વર્ષે વધે છે. નોકરી કરતા લોકોને દર વર્ષે ઇન્ક્રીમેન્ટ મળે છે. જો તમે દર મહિને SIP કરો છો, તો નાણાકીય આયોજકો ભલામણ કરે છે કે તમે દર વર્ષે ઓછામાં ઓછા 10 ટકા તેને STEP-Up કરો. આમ કરવાથી લાંબા ગાળે તમારું વળતર (Return) બમણું થાય છે.

Sabka Sapna Money Money: સતત SIP અને STEP-Up SIPમાંથી શેમાં વળતર મળશે વધુ? જાણો સમગ્ર ગણિત

Follow us on

Mutual Fund:  ફાઈનાન્શિયલ પ્લાનર્સ ભલામણ કરે છે કે જો તમે લાંબા ગાળાના રોકાણકાર છો અને મોટા ધ્યેય માટે દર મહિને SIP દ્વારા રોકાણ કરો છો તો તમારે દર વર્ષે SIPમાં વધારો કરવો જોઈએ. કારણ કે તમારી આવક દર વર્ષે વધે છે. નોકરી કરતા લોકોને દર વર્ષે ઈન્ક્રીમેન્ટ મળે છે. જો તમે દર મહિને SIP કરો છો તો નાણાકીય આયોજકો ભલામણ કરે છે કે તમે દર વર્ષે ઓછામાં ઓછા 10 ટકા તેને STEP-Up કરો. આમ કરવાથી લાંબા ગાળે તમારું વળતર (Return) બમણું થાય છે.

આ પણ વાંચો-Valsad Accident Video : ધરમપુર ચોકડી નજીક ગિરિરાજ હોટલ પાસે હિટ એન્ડ રનની ઘટના, ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

10 હજાર રુપિયાની SIP, 12 ટકા વળતર

અમે તમને આ ગણતરી સમજાવીએ તો કોઈ રોકાણકાર કોઈ મોટા ધ્યેય માટે દર મહિને 10 હજાર રુપિયાની લાંબા ગાળાની SIP શરૂ કરે છે. તો તે જે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરે છે SIP કેલ્ક્યુલેટર મુજબ તેનું સરેરાશ વળતર 12 ટકા મળે છે.

આજનું રાશિફળ તારીખ 20-10-2024
માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર
ભારતીય રેલ્વે મહિલાઓને આપે છે 10 વિશેષ સુવિધાઓ
કારતક મહિનામાં તુલસીની પૂજા કરતી વખતે શું બોલવું જોઈએ? જાણી લો
ગુજરાતના આ ગામમાં થાય છે સૌથી પહેલા સૂર્યાસ્ત
Karwa chauth માટે ક્યો કરવો વધારે શુભ માનવામાં આવે છે ?

ફિક્સ્ડ SIP પર વળતર કેવી રીતે મેળવવું

ફાઇનાન્શિયલ પ્લાનર્સ સલાહ આપે છે કે જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરો છો અને મોટા ધ્યેય માટે દર મહિને SIP દ્વારા રોકાણ કરો છો, તો તમારે દર વર્ષે SIPમાં વધારો કરવો જોઈએ કારણ કે તમારી આવક વધે છે. તમારી કમાણી દર વર્ષે વધે છે. નોકરી કરતા લોકોને દર વર્ષે ઇન્ક્રીમેન્ટ મળે છે અથવા નોકરી બદલ્યા પછી પણ તેમનો પગાર વધે છે. આવક વધે તેમ રોકાણ પણ વધારવું જરૂરી છે. આ નાની ટિપ્સ ફોલો કરવાનો ફાયદો ઘણો મોટો છે.

ફિક્સ્ડ SIP પર વળતર કેવી રીતે મેળવવું

  • 10 વર્ષમાં રોકાણની કુલ રકમ 12 લાખ રુપિયા છે અને વળતર 23.23 લાખ રુપિયા છે.
  • 15 વર્ષમાં રોકાણની કુલ રકમ 18 લાખ રુપિયા છે અને વળતર 50.45 લાખ રુપિયા છે.
  • 20 વર્ષમાં રોકાણની કુલ રકમ 24 લાખ રુપિયા છે અને વળતર 1 કરોડ રુપિયા છે.
  • 25 વર્ષમાં રોકાણની કુલ રકમ 30 લાખ રુપિયા છે અને વળતર 1.9 કરોડ રુપિયા છે.

ધારો કે રોકાણકારે તેના નાણાકીય સલાહકારની સલાહને અનુસરીને દર વર્ષે SIPમાં 10 ટકા વધારો કરવાનું નક્કી કર્યું. ચાલો હવે જાણીએ કે આવનારા સમયમાં તેનું વળતર કેવું રહેશે. તે દર મહિને 10000 રૂપિયાનું રોકાણ કરે છે. દર વર્ષે તેને 10% વધારવું. સ્ટેપ અપ SIP કેલ્ક્યુલેટર મુજબ,

સ્ટેપ-અપ SIP પર વળતર કેવી રીતે મેળવવું

  • 10 વર્ષમાં રોકાણની કુલ રકમ 19.12 લાખ રુપિયા છે અને વળતર 31.85 લાખ રુપિયા છે.
  • 15 વર્ષમાં રોકાણની કુલ રકમ 38.12 લાખ રુપિયા છે અને વળતર 81.78 લાખ રુપિયા છે.
  • 20 વર્ષમાં રોકાણની કુલ રકમ 68.73 લાખ રુપિયા છે અને વળતર 1.87 કરોડ રુપિયા છે.
  • 25 વર્ષમાં રોકાણની કુલ રકમ 1.18 કરોડ રુપિયા છે અને વળતર 4.2 કરોડ રુપિયા છે.

વળતર બે ગણું વધવાની શક્યતા

દર વર્ષે 10 ટકા સ્ટેપ-અપ કરવાથી, તમારું વળતર લગભગ બે ગણું વધે છે. નિષ્ણાતો કહે છે કે SIPમાં વધારો એ એક રીતે નવી SIP શરૂ કરવા સમાન છે. આજકાલ તમામ ફંડ હાઉસ એસઆઈપી વધારવાની સુવિધા પૂરી પાડે છે. લાંબા ગાળાના રોકાણકારોએ રોકાણ કરતી વખતે બે બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પ્રથમ ફુગાવો અને બીજો રૂપિયાના મૂલ્યમાં ઘટાડો. જો આ બે પરિબળોને ધ્યાનમાં રાખવામાં ન આવે તો તમારું ફંડ તમારી જરૂરિયાતો પૂરી કરી શકશે નહીં.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Next Article