Rupee all time high : ડોલર સામે રૂપિયો સર્વકાલીન સપાટીએ, વધુ 39 પૈસા તુટીને 82.69 એ પહોચ્યો, જાણો તમારા પર શુ પડશે અસર

|

Oct 10, 2022 | 12:46 PM

રૂપિયો નબળો પડવાને કારણે દેશમાં મોંઘવારી વધશે. હકીકતમાં, ભારત તેના 70 ટકાથી વધુ પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરે છે. ભારતની આયાત ડોલરમાં થાય છે. રૂપિયો નબળો પડવાથી ભારતે આયાત માટે પહેલા કરતાં વધુ ચૂકવણી કરવી પડશે.

Rupee all time high : ડોલર સામે રૂપિયો સર્વકાલીન સપાટીએ, વધુ 39 પૈસા તુટીને 82.69 એ પહોચ્યો, જાણો તમારા પર શુ પડશે અસર
Indian Rupee at all time high against usa dollar

Follow us on

ક્રૂડ ઓઈલની વધતી કિંમતો અને શેરબજારની નબળી સ્થિતિને કારણે આજે 10 ઓક્ટોબરને સોમવારના રોજ રૂપિયો (Indian Rupees) યુએસ ડોલર (US Dollar ) સામે 39 પૈસા ઘટીને 82.69ની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો હતો. આ સિવાય સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ઘટાડો અને યુએસ કરન્સી મજબૂત થવાથી રૂપિયા પર વધારાનું દબાણ આવ્યું છે. આંતરબેંક વિદેશી વિનિમય બજારમાં, રૂપિયો યુએસ ડોલર સામે 82.68 પર ખૂલ્યો હતો અને પછી ઘટીને 82.69 થયો હતો, જે અગાઉના બંધ ભાવ કરતાં 39 પૈસાનો ઘટાડો દર્શાવે છે. શુક્રવારે યુએસ ડોલર સામે રૂપિયો 13 પૈસા ઘટીને 82.30 ના સ્તર પર બંધ થયો હતો.

ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે જણાવ્યું હતું કે 30 સપ્ટેમ્બરના રોજ ભારતનું વિદેશી મુદ્રા ભંડાર $4.854 બિલિયન ઘટીને $532.664 બિલિયન થયું છે. દરમિયાન, ડોલર ઇન્ડેક્સ, છ મુખ્ય ચલણો સામે યુએસ ડોલરની સ્થિતિને પ્રતિબિંબિત કરે છે, 0.02 ટકા વધીને 112.81 પર પહોંચ્યો હતો. ગ્લોબલ ઓઈલ ઈન્ડેક્સ બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.87 ટકા ઘટીને $97.07 પ્રતિ બેરલ થઈ ગયો. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શુક્રવારે રૂ. 2,250.77 કરોડના શેરનું વેચાણ કર્યું હતું, એમ પ્રોવિઝનલ સ્ટોક માર્કેટ ડેટા અનુસાર.

રુપિયો નબળો પડવાની અસર શુ થાય

રૂપિયો નબળો પડવાને કારણે દેશમાં મોંઘવારી વધશે. હકીકતમાં, ભારત તેના 70 ટકાથી વધુ પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરે છે. ભારતની આયાત ડોલરમાં થાય છે. રૂપિયો નબળો પડવાથી ભારતે આયાત માટે પહેલા કરતાં વધુ ચૂકવણી કરવી પડશે. પેટ્રોલિયમ ઉત્પાદનોની મોંઘી આયાતને કારણે ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી શકે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જો ઈંધણના ભાવ વધશે તો નૂર ચાર્જ વધશે. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે જ્યારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે છે, ત્યારે ફ્રેઈટ ચાર્જ પણ વધી જાય છે. આ વધારાના ચાર્જને કારણે કંપનીઓ અથવા બિઝનેસનું માર્જિન ઘટશે અને પછી તે ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવશે. ઉત્પાદકોને વધુ ચૂકવવા પડતા નાણાની રિકવરી માટે પ્રોડક્ટની કિંમતમાં વધારો કરવામાં આવશે.

વિદેશ મુસાફરી અને અભ્યાસ વધુ મોંઘું થશે

રૂપિયો નબળો પડવાને કારણે તમારા માટે વિદેશ પ્રવાસ કે વિદેશ અભ્યાસ વધુ મોંઘો થઈ જશે. રૂપિયાનું મૂલ્ય નબળું પડવાની સ્થિતિમાં જ્યારે તમે વિદેશ પ્રવાસ અથવા વિદેશ અભ્યાસ માટે ખર્ચ કરો છો, તો તમારે સ્થાનિક ચલણ માટે પહેલા કરતાં વધુ પૈસા ચૂકવવા પડશે. આ સિવાય જો તમે વિદેશથી કોઈપણ પ્રકારની સુવિધા લો છો, તો તમારે તેના માટે વધુ પૈસા ચૂકવવા પડશે.

નિકાસકારોને થશે લાભ

જોકે, નિકાસકારોને રૂપિયામાં થઈ રહેલી નબળાઈનો ફાયદો મળશે. જ્યારે પણ નિકાસકારોને વિદેશથી પેમેન્ટ મળશે, તે ભારતીય ચલણમાં રૂપાંતરિત થતાં જ તે પહેલા કરતાં વધુ હશે.

Published On - 12:38 pm, Mon, 10 October 22

Next Article