વિશ્વભરમાં આર્થિક વિકાસ અટકવાની આશંકાથી બજારમાં ઉથલ-પાથલ, રોકાણકારોએ 5 દિવસમાં લગભગ 16 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા

છેલ્લા 5 સેશનમાં સેન્સેક્સમાં 3824 પોઈન્ટનો ઘટાડો થયો છે. જે 6.91 ટકાના ઘટાડા સમકક્ષ છે. તે જ સમયે, BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ બજાર મૂલ્ય 5 દિવસમાં રૂ. 15,74,931.56 કરોડ ઘટીને રૂ. 2,39,20,631.65 કરોડ થયું.

વિશ્વભરમાં આર્થિક વિકાસ અટકવાની આશંકાથી બજારમાં ઉથલ-પાથલ, રોકાણકારોએ 5 દિવસમાં લગભગ 16 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Share Market News (Symbolic Image)
| Edited By: | Updated on: Jun 16, 2022 | 11:33 PM

વિશ્વભરના બજારો અને અર્થવ્યવસ્થાના નબળા સંકેતોની અસર સ્થાનિક બજાર પર જોવા મળી રહી છે. શેરબજારમાં ( stock market) આજે સતત પાંચમા દિવસે પણ ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. સ્થિતિ એ છે કે 5 સત્રોમાં બજારમાં રોકાણકારોના રોકાણના મૂલ્યમાં રૂ. 16 લાખ કરોડનો ઘટાડો થયો છે. મોંઘવારીની (Inflation) ચિંતા, વિદેશી બજારોમાંથી નબળા સંકેતો અને વિદેશી રોકાણકારો (FII) દ્વારા રોકાણ પાછું ખેંચવાને કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

સમગ્ર વિશ્વમાં એવી આશંકા પ્રવર્તી રહી છે કે કેન્દ્રીય બેંકો દ્વારા મોંઘવારીને અંકુશમાં લેવા માટે લેવામાં આવેલા કડક પગલાંની આર્થિક વૃદ્ધિ પર નકારાત્મક અસર પડી શકે છે. તે જ સમયે, જુદા જુદા કારણોસર, વિશ્વભરની અર્થવ્યવસ્થાઓ માટે વૃદ્ધિના અનુમાનોમાં કાપ ચાલુ રહ્યો છે. બજારને આશંકા છે કે કડક પગલાને કારણે સેન્ટિમેન્ટ ખરાબ થઈ શકે છે. અને રિકવરીનો અંદાજ વધુ નીચે જઈ શકે છે.

રોકાણકારોએ 5 દિવસમાં 16 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા

છેલ્લા 5 સત્રોમાં, BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓના કુલ માર્કેટ કેપમાં રૂ. 15.74 લાખ કરોડનો ઘટાડો થયો છે. તેમાંથી ગુરુવારના સત્રમાં જ રૂ.5 લાખ કરોડથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. આજે નિફ્ટી વર્ષની નવી નીચી સપાટીએ પહોંચ્યો હતો. બીજી તરફ સેન્સેક્સમાં એક હજારથી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. છેલ્લા 5 સેશનમાં સેન્સેક્સમાં 3824 પોઈન્ટનો ઘટાડો થયો છે. જે 6.91 ટકાના ઘટાડા સમકક્ષ છે. તે જ સમયે, BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ બજાર મૂલ્ય 5 દિવસમાં રૂ. 15,74,931.56 કરોડ ઘટીને રૂ. 2,39,20,631.65 કરોડ થયું હતું.

રેલિગેર બ્રોકિંગના વીપી રિસર્ચ અજિત મિશ્રાના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય બેંકોના કડક વલણ વચ્ચે વિશ્વની અર્થવ્યવસ્થાઓ વિકાસ દરને કેવી રીતે જાળવી રાખશે તે અંગે બજાર ચિંતિત છે.

શું છે નિષ્ણાતોનો અભિપ્રાય

મહેતા ઇક્વિટીના વાઇસ પ્રેસિડેન્ટ પ્રશાંત તાપસેના જણાવ્યા અનુસાર, આજના તીવ્ર ઘટાડા પછી, બજારે વધાારો પાછો મેળવવા માટે ઘણી તાકાત લગાવવી પડશે. કારણ કે ફેડ અને રિઝર્વ બેંકની કડકાઈ, તેલના ભાવમાં વધારો, મોંઘવારીને લઈને ચિંતા, એફઆઈઆઈની વેચવાલી અને વૃદ્ધિ અંગેની આશંકાથી દબાણ વધ્યું છે. બીજી તરફ, HDFC સિક્યોરિટીઝના રિટેલ રિસર્ચના વડા દીપક જસાણીના જણાવ્યા અનુસાર ઊંચો મોંઘવારી દર, વ્યાજદરમાં ઉછાળાને કારણે બજાર દબાણ હેઠળ રહેવાની ધારણા છે.