રેસ્ટોરન્ટ બિઝનેસને વધારવા ઝોમેટોએ Takeaway અને self-pickup સર્વિસ શરૂ કરી, કંપની રેસ્ટોરન્ટ પાસેથી સુવિધા સામે કમિશન કે પેમેન્ટ ગેટવે ચાર્જ પણ નહીં લે

|

Nov 19, 2020 | 11:15 AM

કોરોના કાળમાં રેસ્ટોરન્ટ બિઝનેસને મોટી અને માઠી અસર પડી છે.અનલોક છતાં આ સેક્ટર પ્રિ કોવીડ સ્ટેજ સુધી પહોંચી શક્યો નથી. રેસ્ટોરન્ટ્સથી ઓનલાઈન ફૂડ ઓર્ડર માટે લોકોને આકર્ષવા  ઓનલાઇન ફૂડ ડિલીવરી કંપની ઝોમાટોએ Takeaway Service શરૂ કરી છે. આ સર્વિસ દ્વારા ગ્રાહકો ઝોમાટોની એપ્લિકેશનમાંથી ફૂડ ઓર્ડર કરી શકે છે પણ ઓર્ડર કરાયેલ ફૂડની ડિલિવરી ઝોમેટોનો ડિલિવરી […]

રેસ્ટોરન્ટ બિઝનેસને વધારવા ઝોમેટોએ Takeaway અને self-pickup સર્વિસ શરૂ કરી, કંપની રેસ્ટોરન્ટ પાસેથી સુવિધા સામે કમિશન કે પેમેન્ટ ગેટવે ચાર્જ પણ નહીં લે

Follow us on

કોરોના કાળમાં રેસ્ટોરન્ટ બિઝનેસને મોટી અને માઠી અસર પડી છે.અનલોક છતાં આ સેક્ટર પ્રિ કોવીડ સ્ટેજ સુધી પહોંચી શક્યો નથી. રેસ્ટોરન્ટ્સથી ઓનલાઈન ફૂડ ઓર્ડર માટે લોકોને આકર્ષવા  ઓનલાઇન ફૂડ ડિલીવરી કંપની ઝોમાટોએ Takeaway Service શરૂ કરી છે. આ સર્વિસ દ્વારા ગ્રાહકો ઝોમાટોની એપ્લિકેશનમાંથી ફૂડ ઓર્ડર કરી શકે છે પણ ઓર્ડર કરાયેલ ફૂડની ડિલિવરી ઝોમેટોનો ડિલિવરી બોય નહીં પરંતુ ગ્રાહક જાતે પીકએ કરશે. ઝોમેટો રેસ્ટોરાંમાંથી સુવિધા સામે કોઈ કમિશન કે  પેમેન્ટ ગેટવે ચાર્જ લેશે નહીં.

ઝોમેટોના CEO દીપિંદર ગોયલે એક બ્લોગપોસ્ટમાં  માહિતી આપતા લખ્યું  છે કે અમે મોટા પાયે Takeaway અને self-pickup સર્વિસ શરૂ કરી રહ્યા છીએ અને આ સેવા રેસ્ટોરાં માટે કમિશન ફ્રી રહેશે. તેમણે વધુમાં ઉમેર્યું કે અમારી પાસે 55,000 થી વધુ પાર્ટનર રેસ્ટોરનટ છે અને અમે દર અઠવાડિયે લાખો લોકોને ફૂડ પહોંચાડીએ છીએ. અમે રેસ્ટોરન્ટ ઇકોસિસ્ટમ તેના પગ પર ઉભા કરવા માટે આ પગલું ભર્યું છે.

હવે takeaway tab ટેબ ઝૉમેટો એપ્લિકેશન પર દેખાશે જેના દ્વારા વપરાશકર્તાઓ ફિલ્ટર કરી શકશે કે કઈ રેસ્ટોરન્ટ્સ સેલ્ફ-પીકઅપ સેવા પ્રદાન કરી રહી છે. takeaway tab સાથે આવતી રેસ્ટોરન્ટ્સ પર વપરાશકર્તાઓ ખોરાકનો ઓર્ડર આપી શકશે અને તેમના પોતાના ખોરાકની ડિલિવરી લઈ શકશે. જોમાટોએ કહ્યું કે આ પગલું વપરાશકર્તાઓની સુરક્ષા માટે લેવામાં આવ્યું છે. કંપનીએ અહેવાલ આપ્યો છે કે કોરોના હાલમાં કંપનીના પ્રીકોવિડ કરતાં 110% વધુ ઓર્ડર પ્રાપ્ત કરી રહી છે. માર્ચથી અત્યાર સુધી કંપનીએ ૧૩ કરોડ ઓર્ડર આપ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Next Article