Reliance AGM 2021: 44 મી AGM પૂર્વે RIL ના શેરમાં ઘટાડો , સાધારણ સભા LIVE જોવા આ સ્ટેપ્સ અનુસરો

|

Jun 24, 2021 | 1:59 PM

Reliance AGM 2021: સાધારણ સાબુ પેહલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડો નોંધાયો છે. બપોરે 1.36 વાગે આ સ્ટોક 1.46 ટકા નીચે ટ્રેડ કરતો નજરે પડયો હતો.

Reliance AGM 2021: 44 મી AGM પૂર્વે RIL ના શેરમાં ઘટાડો , સાધારણ સભા LIVE જોવા આ સ્ટેપ્સ અનુસરો
Mukesh Ambani - CHAIRMAN RIL

Follow us on

Reliance AGM 2021: આજે બપોરે ૨ વાગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમ શરૂ થવા જઈ રહી છે. આજે બીજી વખત રિલાયન્સ વર્ચુઅલ એજીએમ કર જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પેહલી વર્ચ્યુઅલ એજીએમમાં 41 દેશના 461 શહેરોમાંથી 3 લાખથી વધુ લોકો જોડાયા હતા. આજે પણ કંપની આ પ્રકારની જ અપેક્ષા રાખી રહી છે.

AGM પેહલા RIL ના શેરમાં ઘટાડો
રિલાયન્સના શેરમાં આજે એજીએમ પહેલા ઘટાડો દેખાયો છે. સ્ટોક હાલમાં 1.5% નીચે ટ્રેડ કરી રહ્યો છે.બપોરે ૧.૩૪ વાગે તે 2,176 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો. ગયા વર્ષે 2020 માં પણ કંપનીનો શેર ૩.8% ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો હતો. 2019 માં એજીએમના દિવસે શેરમાં 9.7% ની વૃદ્ધિ જોવા મળી હતી જ્યારે 2018 માં એજીએમના દિવસે તે 2.6% સુધી નીચે હતો. જો તમે 2016 થી આજ સુધી એજીએમ પર નજર નાખો તો એક વર્ષે શેરમાં વધારો તો બીજા વર્ષે ઘટાડો થયો છે.

RIL ના શેરની સ્થિતિ (બપોરે ૧.૩૬ વાગે)   2,173.10 INR −32.25 (1.46%)

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Open               2,206.85
High                2,214.60
Low                 2,161.35
Mkt cap         14.43LCr
P/E ratio       28.89
Div yield       0.32%
Prev close     2,205.35
52-wk high  2,369.35
52-wk low    1,695.55

 

AGM ને આ રીતે LIVE જોઈ શકાશે
રિલાયન્સની 44 મી એજીએમ લાઇવ જોવા માટે તમારે JioMeet https://jiomeet.jio.com/rilagm/joinmeeting ની લિંક પર ક્લિક કરવું પડશે. તે પછી OTHERS નો વિકલ્પ પસંદ કરો. હવે તમારું પૂરું નામ અને કંપનીનું નામ દાખલ કરો. આ પછી તમારી સ્ક્રીન પર બતાવેલ કેપ્ચા કોડ દાખલ કરો. પછી તમે એજીએમમાં ​​જોડાઇ શકો છો. નીચે આપેલ  લિંક  ઉપર પણ ક્લિક કરી જોડાઈ શકો છો

 

ચેટબોટનો વિકલ્પ ઉપલબ્ધ
શેરહોલ્ડરો અથવા કોઈપણ સામાન્ય પ્રેક્ષકો રિલાયન્સ એજીએમમાં ભાગ લેવાની કંપનીની યોજનાઓને સમજવા માટે લાઇવમાં લોગીન કરી શકે છે. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓ ખૂબ જ જલ્દી ગ્રાહકોને 5G સેવાઓ પૂરી પાડવાની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં રિલાયન્સના 44 મા એજીએમ પર કરવામાં આવનારી ઘોષણાઓ પર આખા દેશની નજર છે. જાણો રિલાયન્સના એજીએમ વોટ્સએપ ચેટબોટ આસિસ્ટન્સનો ઉપયોગ કેવી રીતે થઈ કરવો

>> સૌ પ્રથમ મોબાઇલમાં +917977111111 સેવ કરો
>> મેસેજ બોક્સમાં ‘Hi’ લખીને આ નંબર મોકલો. પછી ચેટબોટ સહાયકને પ્રશ્ન મોકલો.
>> જ્યારે તમે તેને પ્રશ્ન મોકલો છો ત્યારે મેસેજ તમને વિકલ્પોનું મેનૂ આપશે.
>> આગળ વધવા માટે સંબંધિત વિકલ્પ પસંદ કરો જે બાદ આગળની કાર્યવાહી થશે.

Published On - 1:47 pm, Thu, 24 June 21

Next Article