Reliance AGM 2021: રિલાયન્સે વિશ્વનો સૌથી સસ્તો JIO PHONE NEXT લોન્ચ કર્યો , જાણો શું જાહેરાત કરી MUKESH AMBANI એ

વાર્ષિક સામાન્ય સભા દરમિયાન જિઓ-ગૂગલ ફોન લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનનું નામJIO PHONE NEXT રાખવામાં આવ્યું છે. 10 સપ્ટેમ્બરના રોજ તેને ગણેશ ચતુર્થીથી ખરીદી શકશે.

  • Updated On - 3:55 pm, Thu, 24 June 21 Edited By: Ankit Modi
Reliance AGM 2021: રિલાયન્સે વિશ્વનો સૌથી સસ્તો JIO PHONE NEXT લોન્ચ કર્યો , જાણો શું જાહેરાત કરી MUKESH AMBANI એ
MUKESH AMBANI - CHAIRMAN RELIANCE INDUSTRIES

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries)ના અધ્યક્ષ મુકેશ અંબાણી(Mukesh Ambani)એ 44 મી વાર્ષિક સામાન્ય સભા સંબોધી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટ કેપિટલાઇઝેશનની બાબતમાં દેશની સૌથી મોટી કંપની છે. મુકેશ અંબાણીનું ભાષણ શરૂ થતાં પહેલાં કંપનીના શેરમાં લગભગ 2 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ બેઠકમાં કંપનીના તમામ 12 ડિરેક્ટર હાજર છે.

મીટિંગની શરૂઆતમાં કંપનીએ COVID-19 રોગચાળા દરમિયાન મૃત્યુ પામેલા બધાને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે બપોરે ૨ વાગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમ શરૂ થઇ હતી. આજે બીજી વખત રિલાયન્સે વર્ચુઅલ એજીએમ કરી હતી.

AGM માં રોકાણકારો ONLINE જોડાયા
રિલાયન્સની 44 મી એજીએમનું JioMeet https://jiomeet.jio.com/rilagm/joinmeeting અને યુટ્યુબ સહિતના પ્લેટફોર્મથી રોકાણકારોએ Live પ્રસારણ નિહાળ્યું હતું. રોકાણકારો માટે ચેટબોટનો વિકલ્પ ઉપલબ્ધ હતો. રોકાણકાર અને અન્ય લોકો તેમના પ્રશ્નોના જવામ આ પ્લેટફાર્મથી મેળવી શક્યા હતા.

Yasir Al-Rumayyan, chairman of Saudi Aramco and governor of the kingdom’s wealth fund Public Investment Fund,

સાઉદી અરામકોના ચેરમેન બોર્ડમાં શામેલ થયા
અગાઉથીજ અટકળો લગાવૈ રહી હતી કે બોર્ડ ઓફ ડિરેક્ટરમાં નવું નામ ઉમેરાઈ શકે છે. સાઉદી અરામકો સાથે વ્યૂહાત્મક ભાગીદારી અંગે મુકેશ અંબાણીએ કહ્યું કે સાઉદી અરામકો સાથે ભાગીદારીની પ્રક્રિયા આ વર્ષે પૂર્ણ થવાની અપેક્ષા છે. રિલાયન્સ બોર્ડમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. વાય .પી. ત્રિવેદી બોર્ડમાંથી નિવૃત્ત થયા છે અને સાઉદી અરામકોના ચેરમેન અને રાજ્યના ગવર્નર યાસીર અલ-રામાયેન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાં જોડાયા છે. કિંગડમનું 430 અબજ ડોલરનું સોવરેન વેલ્થ ફંડ છે.

રિલાયન્સનું પ્રદર્શન આઉટસ્ટેન્ડિંગ : મુકેશ અંબાણી
મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સનું પ્રદર્શન સતત આઉટસ્ટેન્ડિંગ રહ્યું છે. તેની કુલ આવક રૂ 5.40 લાખ કરોડ થઈ છે. દેશની સૌથી મોટી કંપની તરીકે રિલાયન્સે દેશના અર્થતંત્રમાં સારું યોગદાન આપ્યું છે. વેપારી નિકાસનો હિસ્સો 6.8 ટકા રહ્યો છે. 75 હજાર નવી નોકરીઓ આપવામાં આવી છે.

JIO એ 3.79 કરોડ નવા ગ્રાહકો ઉમેર્યા
રિલાયન્સ જિઓએ વર્ષ દરમિયાન 3.79 કરોડ નવા ગ્રાહકો ઉમેર્યા છે. તે 42.5 કરોડ ગ્રાહકોને સેવા આપે છે. તે દેશના 22 માંથી 19 સર્કલમાંમાં આવકની દ્રષ્ટિએ અગ્રેસર છે. રિટેઇલ શેરહોલ્ડરોએ એક વર્ષમાં રાઈટ ઇશ્યૂથી 4 ગણું રિટર્ન મેળવ્યું છે. જિઓ ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની છે જેમાં ૪૦ કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે.

વિશ્વનો સૌથી સસ્તો ફોન JIO PHONE NEXT લોન્ચ કરાયો
એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 44 મી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન જિઓ-ગૂગલ ફોન લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનનું નામ જિઓફોન નેક્સ્ટ રાખવામાં આવ્યું છે. 10 સપ્ટેમ્બરના રોજ તેને ગણેશ ચતુર્થીથી ખરીદી શકશે. કંપનીનું કહેવું છે કે તે દેશમાં જ નહીં પરંતુ વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન છે. ગુગલના સીઈઓ સુંદર પિચાઇએ આ ફોન વિશે માહિતી આપી હતી.

 


5G ઇકો સિસ્ટમ ડેવલોપ કરાઈ રહી છે
મુકેશ અંબાણીએ કહ્યું કે અમે વૈશ્વિક ભાગીદારો સાથે 5G ઇકોસિસ્ટમ વિકસાવવા અને 5G ઉપકરણોની શ્રેણી વિકસાવવા માટે કામ કરી રહ્યા છીએ. જિઓ ભારતને 2G ફ્રી બનાવવા માટે જ કામ કરી રહ્યું છે. ડેટા વપરાશના મામલે જિઓ વિશ્વનું બીજું સૌથી મોટું નેટવર્ક બની ગયું છે. રિલાયન્સ જિઓના નેટવર્ક પર દર મહિને 6300 મિલિયન જીબી ડેટા વપરાય છે. જે ગયા વર્ષ કરતા 45 ટકા વધારે છે.

 

RIL ના શેરમાં ઘટાડો
રિલાયન્સના શેરમાં આજે એજીએમ પહેલાથી જ ઘટાડો દેખાઈ રહ્યો હતો.AGM દરમ્યાન થોડી રોકવરી દેખાઈ પરંતુ તે ટકી ન હતી. સ્ટોકમાં 2.5 ટકા થી વધુ ઘટાડો નજરે પડ્યો હતો.AGM દરમ્યાન વર્ષે 2020 માં પણ કંપનીનો શેર ૩.8% ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો હતો. 2019 માં એજીએમના દિવસે શેરમાં 9.7% ની વૃદ્ધિ જોવા મળી હતી જ્યારે 2018 માં એજીએમના દિવસે તે 2.6% સુધી નીચે હતો. જો તમે 2016 થી આજ સુધી એજીએમ પર નજર નાખો તો એક વર્ષે શેરમાં વધારો તો બીજા વર્ષે ઘટાડો થયો છે.

RIL STOCK LAST PRICE – 2,147.80 INR −57.55 (2.61%)

Open                2,206.85
High               2,214.60
Low                 2,140.00
Mkt cap          14.43LCr
P/E ratio        28.89
Div yield           0.32%
Prev close      2,205.35
52-wk high    2,369.35
52-wk low     1,695.55

 

Click on your DTH Provider to Add TV9 Gujarati