RBI મોનેટરી પોલિસીમાં રેપો રેટમાં ફેરફાર નહીં કરે, નિષ્ણાતો અનુસાર વૃદ્ધિને ટેકો આપવા નિર્ણય લેવાઈ શકે છે

|

Apr 04, 2022 | 7:17 AM

જાપાનની બ્રોકરેજ કંપની નોમુરાએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક કદાચ આગામી નાણાકીય સમીક્ષા બેઠકમાં તેના જીડીપી અને ગ્રાહક ભાવાંક આધારિત મોંઘવારીના અનુમાનનું પુનઃ મૂલ્યાંકન કરશે.

RBI મોનેટરી પોલિસીમાં રેપો રેટમાં ફેરફાર નહીં કરે, નિષ્ણાતો અનુસાર વૃદ્ધિને ટેકો આપવા નિર્ણય લેવાઈ શકે છે
Shakikanta Das - RBI Governor

Follow us on

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તેની આગામી નાણાકીય નીતિ સમીક્ષા(Monetary Policy) બેઠકમાં વ્યાજ દરોના મોરચે યથાસ્થિતિ જાળવી શકે છે. જો કે રિટેલ મોંઘવારી(Retail Inflation)માં ઉપલા-સંતોષકારક સ્તરની બહાર જવી, રુસો-યુક્રેન યુદ્ધ (Russia Ukraine War)દ્વારા સર્જાયેલી અનિશ્ચિતતાઓ અને વૃદ્ધિને રક્ષણ અને ઉત્તેજન આપવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મધ્યસ્થ બેંકનું વલણ પણ બદલાઈ શકે છે. નિષ્ણાતોએ આ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. ચાલુ નાણાકીય વર્ષ 2022-23 માટે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ(Shaktikanta Das)ની આગેવાની હેઠળની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની પ્રથમ નાણાકીય સમીક્ષા બેઠક 6 થી 8 એપ્રિલ દરમિયાન યોજાશે. આ બેઠકના પરિણામો 8 એપ્રિલે જાહેર કરવામાં આવશે.

રેટિંગ એજન્સી ઇક્રા લિમિટેડના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે MPC એપ્રિલ 2022ની નીતિ સમીક્ષામાં તેના ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત મોંઘવારીના અનુમાનમાં સુધારો કરે તેવી અપેક્ષા છે. આ સિવાય 2022-23 માટે વૃદ્ધિ દરના અંદાજમાં ઘટાડો થઈ શકે છે.

વલણ વૃદ્ધિને સમર્થન આપશે: નિષ્ણાતો

નાયરે કહ્યું કે MPC મોંઘવારીને કાબૂમાં રાખવા માટે વૃદ્ધિનો બલિદાન આપશે નહીં. મધ્યમ ગાળાના મોંઘવારીના લક્ષ્‍યાંકને 6 ટકાના ઊંચા સ્તરે રાખીને MPCનું વલણ અન્ય મધ્યસ્થ બેન્કોની સરખામણીએ લાંબા ગાળા માટે વૃદ્ધિ માટે વધુ સહાયક રહેશે. એકંદરે એપ્રિલ 2022 માં નીતિના મોરચે યથાવત્ સ્થિતિ જાળવવાની અપેક્ષા છે એમ તેમણે ઉમેર્યું.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

એક્યુટ રેટિંગ્સ એન્ડ રિસર્ચના ચીફ એનાલિસિસ ઓફિસર સુમન ચૌધરીએ જણાવ્યું હતું કે વર્તમાન અનિશ્ચિતતાને જોતાં રિઝર્વ બેન્ક પાસે નાણાકીય નીતિને કડક બનાવવાનો અવકાશ મર્યાદિત છે. યુદ્ધની નુકસાનકારક અસરો વચ્ચે મધ્યસ્થ બેંકે મોંઘવારીને સંતોષજનક સ્તરે રાખવા અને તે જ સમયે વૃદ્ધિને ટેકો આપવા માટે પગલાં લેવા પડશે એમ તેમણે જણાવ્યું હતું. ચૌધરીએ ઉમેર્યું હતું કે આગળ જતાં રિઝર્વ બેન્ક જૂન-ઓગસ્ટ 2022ની નાણાકીય સમીક્ષામાં રિવર્સ રેપો રેટમાં 0.4 ટકા અને 2022-23ના બાકીના સમયગાળામાં એકંદર રેપો રેટ અડધા ટકા સુધી વધારી શકે છે.

બીજી તરફ Housing.com, Makaan.com અને PropTiger.comના ગ્રૂપ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ધ્રુવ અગ્રવાલે જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક માટે મોંઘવારીના દબાણમાં વધારાને ધ્યાનમાં રાખીને યથાસ્થિતિ જાળવી રાખવી મુશ્કેલ બનશે. તેમણે કહ્યું કે જો કે કોરોનાવાયરસ રોગચાળાની વિવિધ લહેરોને કારણે થતા વિક્ષેપો પછી ભારતમાં રિકવરીને આ બાબતો અસર કરશે. રિઝર્વ બેંક પાસે વ્યાજ દરોમાં વધારાથી બચવા માટે કોઈ જગ્યા નથી.

જાપાનની બ્રોકરેજ કંપની નોમુરાએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક કદાચ આગામી નાણાકીય સમીક્ષા બેઠકમાં તેના જીડીપી અને ગ્રાહક ભાવાંક આધારિત મોંઘવારીના અનુમાનનું પુનઃ મૂલ્યાંકન કરશે.

 

 

આ પણ વાંચો : SENSEX ની TOP-10 કંપનીઓનું માર્કેટ કેપ વધ્યું, HDFC BANK અને RIL સહિતની આ કંપનીઓ રહી TOP GAINER

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : મોંધવારી માઝા મુકશે, દેશભરમાં ભડકે બળ્યા ઈંધણના ભાવ, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/1510157097425539074

Next Article