RBI બેંકોની સ્થિતિ સુધારવા માટે 6000 કરોડ રૂપિયાની BAD BANK ની રચના કરશે, જાણો શું છે બેડ બેંક

|

Jul 19, 2021 | 6:37 AM

કંપનીની નોંધણી પછી 100 કરોડ રૂપિયાની પ્રારંભિક મૂડીના રોકાણની પ્રક્રિયા માર્ગદર્શિકા મુજબ કરવામાં આવી રહી છે. હવે પછીનું પગલું ઓડિટ રહેશે. જે બાદ આઇબીએ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીના લાઇસન્સ માટે રિઝર્વ બેંકમાં અરજી કરાશે.

RBI બેંકોની સ્થિતિ સુધારવા માટે 6000 કરોડ રૂપિયાની BAD BANK ની રચના કરશે, જાણો શું છે બેડ બેંક
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) ટૂંક સમયમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે રૂ 6000 કરોડની સૂચિત મૂડી સાથે નેશનલ એસેટ રિકંસ્ટ્રક્શન કંપની લિમિટેડ (NARCL)ની અથવા બેડ બેંક(Bad Bank)ની રચના માટે અરજી કરશે. શરૂઆતમાં 100 કરોડની મૂડીના રોકાણની પ્રક્રિયા કરવામાં આવી છે. IBAને કંપનીના રજિસ્ટ્રાર તરફથી આ માટેનું લાઇસન્સ પણ મળ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે કંપનીની નોંધણી પછી 100 કરોડ રૂપિયાની પ્રારંભિક મૂડીના રોકાણની પ્રક્રિયા માર્ગદર્શિકા મુજબ કરવામાં આવી રહી છે. હવે પછીનું પગલું ઓડિટ રહેશે. જે બાદ આઇબીએ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીના લાઇસન્સ માટે રિઝર્વ બેંકમાં અરજી કરાશે. 2017 માં રિઝર્વ બેંકે મૂડી આવશ્યકતા 2 કરોડથી વધારીને 100 કરોડ કરી હતી. સેન્ટ્રલ બેંકનું માનવું છે કે બેડ લોન ખરીદવા માટે વધુ પૈસાની જરૂર છે.

8 બેંક વર્કિંગ કેપિટલનું રોકાણ કરશે
કાયદાકીય સલાહકાર એઝેડબી એન્ડ પાર્ટનર્સને વિવિધ નિયમનકારી મંજૂરીઓ મેળવવા માટે રોકાયેલા છે. આ સાથે તે અન્ય કાનૂની ઔપચારિકતાઓ પણ પૂર્ણ કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ માટે પ્રારંભિક મૂડી આઠ બેંકો દ્વારા રોકવામાં આવશે. આ બેંકોએ આ માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. રિઝર્વ બેંકની મંજૂરી બાદ NARCL તેનો મૂડી આધાર વધારીને 6,000 કરોડ કરશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

બોર્ડ ઓફ ડિરેક્ટરનું વિસ્તરણ કરવામાં આવશે
સૂત્રોએ જણાવ્યું હતું કે રિઝર્વ બેંકની મંજૂરી બાદ અન્ય ઇક્વિટી ભાગીદારો તેમાં જોડાશે. તેના બોર્ડ ઓફ ડિરેક્ટરનું વિસ્તરણ પણ કરવામાં આવશે. IBAને બેડ બેંક સ્થાપવાની જવાબદારી સોંપવામાં આવી છે. NARCLનું પ્રારંભિક બોર્ડની રચના કરવામાં આવી છે.

બેડ બેંક શું છે?
Bad Bank એ એક પ્રકારની સંપત્તિ પુનર્નિર્માણ કંપની છે. જેનું કામ બેંકોની NPA ટેક ઓવર કરવાનું છે. Bad Bank કોઈપણ બેડ એસેટને ગુડ એસેટમાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે. જો બેંક કોઈને લોન આપે છે તો પણ તે હમેશા બનતું નથી કે દરેક વ્યક્તિએ લોનના દરેક હપતા સમયસર ચુકવશે અથવા સંપૂર્ણ લોન ભરપાઈ કરશે. જ્યારે લોનના હપ્તા આવવાનું બંધ થાય છે પછી ધીરે ધીરે તે લોન બેડ લોનમાં ફેરવવાનું શરૂ કરે છે એટલે કે NPA કહેવાય છે. કોઈ પણ બેંક આ બેડ લોન તેમની પાસે રાખવા માંગતી નથી કારણ કે તે તેની બેલેન્સશીટ બગાડે છે. બેડ બેંક આ બેડ લોન્સ લેશે અને પછી તેની રિકવરી કરવાનો પ્રયાસ કરશે.

બેડ બેંકનો શું ફાયદો થશે?
બેડ બેંકનો સૌથી મોટો ફાયદો એ થશે કે બેંકોની બેલેન્સશીટ સુધરશે અને નવી લોન આપવી વધુ સરળ રહેશે. ઘણી બેંકો NPAથી મુક્ત થઈ જશે. બેંકોની ક્લિન બેલેન્સશીટ રાખવાથી સરકારને પણ ફાયદો થશે. જો કોઈ બેંકનું ખાનગીકરણ કરવું હોય તો તે સરળ રહેશે. બીજી તરફ બેડ બેંક દ્વારા તે NPA એટલે કે બેડ એસેટને ગુડ એસેટ બનાવવામાં મદદ કરશે. બેડ બેંક દ્વારા બેડ લોન રિકવરી કરવાના પ્રયત્નો કરવામાં આવશે.

Published On - 6:35 am, Mon, 19 July 21

Next Article