RBI On KYC : રિઝર્વ બેંકે KYC માટે પડતી મુશ્કેલીઓ દૂર કરી, આ પ્રક્રિયાથી ઘરે બેઠા અપડેટ કરી શકાશે માહિતી

|

Jan 06, 2023 | 7:40 AM

આરબીઆઈને બેંકો સામે ફરિયાદો મળી રહી હતી કે ઘણી વખત ઓનલાઈન દસ્તાવેજો સબમિટ કરવા છતાં બેંકોની વેબસાઈટ અને મોબાઈલ એપ દ્વારા ડિજિટલ રી-કેવાયસીની પ્રક્રિયા થઈ શકતી નથી.જો એડ્રેસમાં માત્ર ફેરફાર હોય તો આ માધ્યમથી એડ્રેસ પ્રૂફ સબમિટ કરી શકાય છે અને બેંકે બે મહિનામાં વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

RBI On KYC : રિઝર્વ બેંકે KYC માટે પડતી મુશ્કેલીઓ દૂર કરી, આ પ્રક્રિયાથી ઘરે બેઠા અપડેટ કરી શકાશે માહિતી
KYC rules simplified

Follow us on

બેંકિંગ સેક્ટરના નિયમનકાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ KYCના નિયમોને સરળ બનાવ્યા છે. હવે KYC કરાવવા માટે બેંકની શાખામાં જવાની જરૂર રહેશે નહી. હવે  KYC પ્રક્રિયા ઘર કે ગમે ત્યાંથી વીડિયો આધારિત know-your-customer પ્રક્રિયા દ્વારા પૂર્ણ કરી શકાય છે. આરબીઆઈએ 5 જાન્યુઆરી 2023ના રોજ એક પ્રેસ રીલીઝમાં જણાવ્યું હતું કે નવી KYC પ્રક્રિયા વીડિયો-આધારિત પ્રક્રિયા દ્વારા અથવા બેંકની શાખામાં જઈને ગમે ત્યાં બેસીને કરી શકાય છે. આરબીઆઈએ કહ્યું છે કે જો KYCમાં કોઈ ફેરફાર ન થાય તો ગ્રાહક માત્ર સ્વ-ઘોષણા આપીને ફરીથી KYCની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે અને આને પૂરતું ગણવામાં આવશે. આરબીઆઈના જણાવ્યા અનુસાર બેંકોને એવી સુવિધા આપવા માટે કહેવામાં આવ્યું છે જેમાં ગ્રાહકોની સ્વ-ઘોષણાની પ્રક્રિયા નોન-ફેસ-ટુ-ફેસ ચેનલ દ્વારા પૂર્ણ કરી શકાય.

RBI ને ફરિયાદો મળતા પ્રક્રિયા સરળ બનાવાઈ

વાસ્તવમાં, આરબીઆઈને બેંકો સામે ફરિયાદો મળી રહી હતી કે ઘણી વખત ઓનલાઈન દસ્તાવેજો સબમિટ કરવા છતાં બેંકોની વેબસાઈટ અને મોબાઈલ એપ દ્વારા ડિજિટલ રી-કેવાયસીની પ્રક્રિયા થઈ શકતી નથી. આરબીઆઈએ કહ્યું છે કે ગ્રાહક તેના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, એટીએમ, ઓનલાઈન બેંકિંગ અથવા ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ એપ અથવા પત્ર દ્વારા ફરીથી KYC કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. આમાં બેંકની શાખામાં જવાની જરૂર નથી. જો એડ્રેસમાં માત્ર ફેરફાર હોય તો આ માધ્યમથી એડ્રેસ પ્રૂફ સબમિટ કરી શકાય છે અને બેંકે બે મહિનામાં વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

RBI ગવર્નર શક્તિકાંત દાસનું નિવેદન

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે ગયા મહિને કહ્યું હતું કે બેંક ખાતાધારકોએ તેમની વિગતો અપડેટ કરવા માટે બેંક શાખાની વારંવાર મુલાકાત લેવાની જરૂર નથી. તેમણે કહ્યું કે ઘરના સરનામામાં ફેરફારને અપડેટ કરવા ઉપરાંત, બેંક ગ્રાહકો હવે ઘરેથી જ રી-કેવાયસી (નો યોર કસ્ટમર) ઓનલાઈન અપડેટ કરી શકશે. આરબીઆઈના કેવાયસી નોર્મ્સ માર્ગદર્શિકા અનુસાર, બેંકોએ સમયગાળા પછી ખાતાધારકોની ઓળખની વિગતો અપડેટ કરવી પડશે.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

નાણાકીય નીતિની જાહેરાત કર્યા પછી, આરબીઆઈ ગવર્નરે કહ્યું હતું કે બેંક ગ્રાહકો શાખાની મુલાકાત લીધા વિના તેમના KYC ફરીથી કરાવી શકે છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે આ હોવા છતાં, જો બેંકો ગ્રાહકોને કેવાયસી કરાવવા માટે બેંક શાખામાં આવવા દબાણ કરે છે, તો ગ્રાહકો સમાન ફરિયાદ નોંધાવી શકે છે.

Next Article