RBI MPC Meeting : આવતીકાલથી મળનારી ત્રિદિવસીય બેઠકમાં વ્યાજદર અંગે રિઝર્વ બેંક શું નિર્ણય લેશે? જાણો નિષ્ણાતનો અભિપ્રાય

RBI MPC Meeting : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એપ્રિલમાં છૂટક ફુગાવામાં ઘટાડો અને તેમાં આગળ રાહત મળવાની શક્યતાઓ વચ્ચે 8 જૂને પોલિસી રેપો રેટ(Repo Rate)ને 6.5 ટકા પર યથાવત રાખી શકે છે. નિષ્ણાતો માને છે કે આ ભૂતકાળમાં પોલિસી મોરચે લેવામાં આવેલ નિર્ણયની અસરકારકતાનો સંકેત હશે.

RBI MPC Meeting : આવતીકાલથી મળનારી ત્રિદિવસીય બેઠકમાં વ્યાજદર અંગે રિઝર્વ બેંક શું નિર્ણય લેશે? જાણો નિષ્ણાતનો અભિપ્રાય
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 7:14 AM

RBI MPC Meeting : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એપ્રિલમાં છૂટક ફુગાવામાં ઘટાડો અને તેમાં આગળ રાહત મળવાની શક્યતાઓ વચ્ચે 8 જૂને પોલિસી રેપો રેટ(Repo Rate)ને 6.5 ટકા પર યથાવત રાખી શકે છે. નિષ્ણાતો માને છે કે આ ભૂતકાળમાં પોલિસી મોરચે લેવામાં આવેલ નિર્ણયની અસરકારકતાનો સંકેત હશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વમાં છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક 6 થી 8 જૂન દરમિયાન મળવાની છે. નાણાકીય નીતિની 43મી બેઠકના નિર્ણયો 8 જૂન એટલે કે ગુરુવારે જાહેર કરવામાં આવશે. એપ્રિલમાં છેલ્લી MPC મીટિંગમાં RBIએ વ્યાજ દરમાં વધારો અટકાવી દીધો હતો અને રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો હતો.

એપ્રિલમાં છૂટક ફુગાવો 18 મહિનાની નીચી સપાટીએ નોંધાયો

અગાઉ ફુગાવાને કાબૂમાં લેવા માટે પોલિસી રેપો રેટમાં 2.5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો જે મે 2022 થી સતત વધી રહ્યો છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત છૂટક ફુગાવો એપ્રિલમાં 4.7 ટકાના 18 મહિનાના નીચા સ્તરે આવ્યા બાદ MPCની બેઠક યોજાઈ રહી છે. આરબીઆઈ ગવર્નરે તાજેતરમાં સંકેત આપ્યો હતો કે મે મહિનામાં આ આંકડો એપ્રિલથી પણ નીચે જઈ શકે છે. બેંક ઓફ બરોડાના ચીફ ઈકોનોમિસ્ટ મદન સબનવીસે જણાવ્યું હતું કે આરબીઆઈ વ્યાજ દરો પર રોક લગાવે અને પોલિસી રેટ રેપોને 6.5 ટકા પર રાખે તેવી ઉચ્ચ સંભાવના છે. મે માટે CPIની જાહેરાત 12 જૂને કરવામાં આવશે.

અલ નીનો ખરીફ પાક પર ખરાબ અસર કરી શકે છે

નિષ્ણાતો કહે છે કે આરબીઆઈ ચોમાસાની પ્રગતિ પર પણ નજર રાખી રહી છે અને અલ નીનો ખરીફ પાક પર પ્રતિકૂળ અસર કરી શકે છે જેની અસર કિંમતો પર પણ પડી શકે છે. બેન્ક ઓફ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રજનીશ કર્ણાટકએ જણાવ્યું હતું કે, “જ્યાં સુધી બેન્કર્સનો સવાલ છે હું એટલું જ કહીશ કે રિઝર્વ બેન્કના પોલિસી રેટ રેપોમાં પહેલાથી જ 2.5 ટકાનો વધારો થયો છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

RBI રેપો રેટ વધારા પર વિરામ મૂકી શકે છે

બેન્કિંગના સંદર્ભમાં, બજાર પાસેથી અપેક્ષાઓ એ છે કે અમે રેપો રેટમાં વધારાની બિલકુલ અપેક્ષા રાખતા નથી કારણ કે તે પહેલાથી જ નોંધપાત્ર રીતે વધ્યો છે અને ફુગાવો નીચે આવ્યો છે. કર્ણાટકએ કહ્યું, “જો તમે જથ્થાબંધ અને છૂટક ફુગાવો જુઓ તો તે હવે નીચે આવી ગયો છે. મને લાગે છે કે RBI હવે વિરામ મૂકશે અને રેપો રેટમાં કોઈ વધારો થશે નહીં. આ વાતને  ટેકો આપતા બેંક ઓફ મહારાષ્ટ્રના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આશિષ પાંડેએ કહ્યું કે આરબીઆઈ દરમાં ફેરફાર કરતા પહેલા તેની રાહ જુઓ અને આગળ વધોની નીતિને વળગી રહેશે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">