RBI MPC Meeting : આજે પણ રેપો રેટમાં વધારો કરી શકે છે RBI, ગવર્નર શક્તિકાંત દાસ સવારે 10 વાગે જાહેર કરશે નિર્ણય

|

Dec 07, 2022 | 7:17 AM

RBI MPC Meeting : RBIએ મે મહિનામાં અચાનક રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો. આ પછી ત્રણ વખત પોલિસી રેટ રેપોમાં 0.50-0.50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હાલમાં રેપો રેટ 5.9 ટકા છે. MPC યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના માર્ગને અનુસરી શકે છે જેણે આ મહિનાના અંતમાં સામાન્ય દરમાં વધારો સૂચવ્યો છે.

RBI MPC Meeting : આજે પણ રેપો રેટમાં વધારો કરી શકે છે RBI, ગવર્નર શક્તિકાંત દાસ સવારે 10 વાગે જાહેર કરશે નિર્ણય
Shaktikanta Das RBI Governor

Follow us on

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ત્રણ દિવસીય નાણાકીય નીતિ સમિતિની બેઠક સોમવાર 5 ડિસેમ્બરથી શરૂ થઇ હતી. RBI ગવર્નર શક્તિકાંત દાસ આજે  7 ડિસેમ્બરે પોલિસીની જાહેરાત કરશે. MPCની બેઠકમાં મોંઘવારી પર અંકુશ મેળવવા માટે વ્યાજ દર વધારવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે MPC ફુગાવાને નિયંત્રિત કરવા માટે વ્યાજ દરોમાં 0.25-0.35 ટકાનો વધારો કરી શકે છે. ભૂતકાળમાં ફુગાવાના દરમાં નરમાશ સાથે જીડીપી વૃદ્ધિમાં મંદીના સંકેતો જોવા મળ્યા છે. આ કારણે આ વખતે વ્યાજદરમાં વધારો સામાન્ય રહેશે તેવી ધારણા છે. હાલમાં રેપો રેટ 5.9 ટકા છે.

આ વર્ષે વ્યાજદરમાં ચાર વખત વધારો થયો છે

RBIએ મે મહિનામાં અચાનક રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો. આ પછી ત્રણ વખત પોલિસી રેટ રેપોમાં 0.50-0.50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હાલમાં રેપો રેટ 5.9 ટકા છે. MPC યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના માર્ગને અનુસરી શકે છે જેણે આ મહિનાના અંતમાં સામાન્ય દરમાં વધારો સૂચવ્યો છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

 નિષ્ણાંતોનો અભિપ્રાય

ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના મુખ્ય અર્થશાસ્ત્રી ડીકે પંતના જણાવ્યા અનુસાર ફુગાવો વધુ ઘટવાની ધારણા છે. જો કે, આ ક્વાર્ટરમાં તે 6% થી ઉપર રહેશે. અમે માનીએ છીએ કે આરબીઆઈ ડિસેમ્બર 2022ની નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરી શકે છે.

SBIએ એક રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યું છે કે અમે આશા રાખીએ છીએ કે RBI ડિસેમ્બર પોલિસીમાં દર ઓછા વધારશે. એવું લાગે છે કે રેપો રેટમાં 0.35 ટકાનો વધારો થશે. અમે માનીએ છીએ કે રેપો રેટ 6.25 ટકા પર સ્થિર થશે. આ રિસર્ચ રિપોર્ટ SBI ગ્રુપના ચીફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્ય કાંતિ ઘોષે લખ્યો છે. અન્ય ઘણા નિષ્ણાતોએ પણ 0.25-0.35 ટકાના દરમાં વધારો થવાની આગાહી કરી છે.

એક્સપર્ટ એન્ડ એલિમેન્ટ્સ પ્લેટફોર્મના ચેરમેન અજય બગ્ગાએ જણાવ્યું હતું કે, “ફૂગાવાના લક્ષ્યાંક અને સ્થાનિક ચિંતાઓને કારણે મને લાગે છે કે અમે 35 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરીશું. મારો અંગત મત એવો હતો કે આ વખતે વ્યાજદરમાં વધારો કરી શકાયો હોત પરંતુ ફુગાવાનું દબાણ તેમના પર રહેશે તેથી તેમાં 35 બેસિસ પોઈન્ટનો વધારો થશે.

 

Published On - 7:16 am, Wed, 7 December 22

Next Article