RBI MPC Meeting : RBI ગવર્નર સવારે 10 વાગ્યે MPC મીટિંગના નિર્ણયોની જાહેરાત કરશે, અહીં એક ક્લિકથી જોઈ શકાશે Live

|

Feb 08, 2023 | 7:44 AM

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય સમીક્ષા બેઠક આજે પૂર્ણ થઇ રહી છે. આ બેઠકમાં નીતિ વ્યાજ દર અંગે નિર્ણય લેવાનો છે જેની જાહેરાત આરબીઆઈ ના ગવર્નર શક્તિકાંત દાસ બુધવારે સવારે 10 વાગ્યે કરશે.

RBI MPC Meeting : RBI ગવર્નર સવારે 10 વાગ્યે MPC મીટિંગના નિર્ણયોની જાહેરાત કરશે, અહીં એક ક્લિકથી જોઈ શકાશે Live
Shaktikanta Das- governor of the Reserve Bank of India

Follow us on

RBI MPC Meeting : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI આજે બુધવારે વ્યાજ દરો અંગે મહત્વનો નિર્ણય લેશે. 6 ફેબ્રુઆરીથી ચાલી રહેલી RBI MPCની બેઠકનો આજે છેલ્લો દિવસ છે. RBI ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વમાં 6 સભ્યોની ટીમ રેપો રેટ અંગે નિર્ણય કરશે. એક મીડિયા રિપોર્ટ મુજબ વ્યાજદરમાં 25bpsનો વધારો થઈ શકે છે. ડિસેમ્બર 2022ની MPC મીટિંગમાં RBIએ કી પોલિસી રેટ રેપોમાં 0.35% નો વધારો કર્યો છે. અગાઉ, સેન્ટ્રલ બેંકે સતત ત્રણ વખત રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો હતો. તમને જણાવી દઈએ કે મોંઘવારી પર અંકુશ લાવવા માટે આરબીઆઈએ મે 2022 થી અત્યાર સુધી દરોમાં 2.25 ટકાનો વધારો કર્યો છે.

આરબીઆઈએ રેપો રેટ વધારવો જોઈએ નહીં :  SBI ઈકોનોમિસ્ટ

SBIના અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે જો RBI રેપો રેટમાં વધારો ન કરવી જોઈએ,  તે અગાઉના દરના કાર્યોનેલાંબા અને પરિવર્તનશીલ અંતરાલ સાથે કામ કરવાની મંજૂરી આપે છે. હજુ પણ આરબીઆઈ ભવિષ્યમાં રેટ એક્શન સાથે બજારોને માર્ગદર્શન આપી શકે છે જે સંપૂર્ણપણે ડેટા આધારિત હશે

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સવારે 10 વાગે નિર્ણયની જાહેરાત કરાશે

 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય સમીક્ષા બેઠક આજે પૂર્ણ થઇ રહી છે. આ બેઠકમાં નીતિ વ્યાજ દર અંગે નિર્ણય લેવાનો છે જેની જાહેરાત આરબીઆઈ ના ગવર્નર શક્તિકાંત દાસ બુધવારે સવારે 10 વાગ્યે કરશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મંગળવારે ટ્વીટ કર્યું હતું કે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ બુધવારે 8 ફેબ્રુઆરીએ સવારે પ્રેસ કોન્ફરન્સ દ્વારા MPCની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાણકારી 10 વાગ્યે આપશે. હકીકતમાં, શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં છ સભ્યોની MPCની ત્રણ દિવસીય બેઠક 6 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી. દરમિયાન, આર્થિક નિષ્ણાતો માને છે કે આરબીઆઈ  ફરી એકવાર રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરી શકે છે.

નિષ્ણાંત શું કહી રહ્યા છે ?

આર્થિક નિષ્ણાતોના મતે રિટેલ ફુગાવાનો દર રિઝર્વ બેન્કના છ ટકાના સંતોષજનક સ્તરથી નીચે આવી ગયો છે. 1 એપ્રિલથી શરૂ થતા આગામી નાણાકીય વર્ષ 2023-24માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ GDP ની વૃદ્ધિની ગતિ ધીમી થવાની ધારણા છે. આ સ્થિતિમાં રિઝર્વ બેંક રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે

 

 

Published On - 7:44 am, Wed, 8 February 23

Next Article