RBI MPC Meet August 2023: રિઝર્વ બેંકના ગવર્નરે આપ્યા રાહતના સમાચાર, વ્યાજ દર 6.5% યથાવત રખાયો

RBI Monetary Policy 2023 Live : RBI રેપો રેટ(Repo Rate)માં કોઈ ફેરફાર કર્યો નથી. વ્યાજદરને વર્તમાન 6.5 ટકાના દરે જાળવી રાખવામાં આવ્યો(Repo Rate 6.5% Remained Unchanged) છે. દેશમાં પડકાર બની રહેલી મોંઘવારી  જીડીપી ગ્રોથ(GDP growth)માં અડચણ બની શકે છે તે બાબતને ધ્યાને રાખી  આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ (Shaktikanta Das) સહીત અર્થતંત્રના નિષ્ણાતોએ આ નિર્ણય લીધો છે.

RBI MPC Meet August 2023: રિઝર્વ બેંકના ગવર્નરે આપ્યા રાહતના સમાચાર, વ્યાજ દર 6.5% યથાવત રખાયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2023 | 10:30 AM

RBI Monetary Policy 2023 Live: RBI રેપો રેટ(Repo Rate)માં કોઈ ફેરફાર કર્યો નથી. વ્યાજદરને વર્તમાન 6.5 ટકાના દરે જાળવી રાખવામાં આવ્યો(Repo Rate 6.5% Remained Unchanged) છે. દેશમાં પડકાર બની રહેલી મોંઘવારી  જીડીપી ગ્રોથ(GDP growth)માં અડચણ બની શકે છે તે બાબતને ધ્યાને રાખી આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ (Shaktikanta Das) સહીત અર્થતંત્રના નિષ્ણાતોએ આ નિર્ણય લીધો છે.

રિઝર્વ બેંકની નાણાકીય નીતિ (RBI MPC Meet)ની દ્વિમાસિક બેઠક બુધવારે પૂર્ણ થઇ હતી. ઉલ્લેખનીય છે કે આરબીઆઈ નાણાકીય વર્ષ 2023-24 માટે આ ત્રીજી નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવા જઈ રહી નથી.

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસએ કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા સારી ગતિએ આગળ વધી રહી છે તે જોઈને આનંદ થયો છે. ભારતના મજબૂત ફંડામેન્ટલ્સે ટકાઉ વૃદ્ધિનો પાયો નાખ્યો છે. ભારત વિશ્વ માટે નવું વિકાસ એન્જિન બની શકે છે

Video : સવારે મૂળા ખાવાથી છૂમંતર થશે શરીરની આ ગંભીર બીમારી
Airtel એ મુકેશ અંબાણીના Jio ને છોડ્યું પાછળ, આ છે કારણ
રશિયા મફતમાં આપશે કેન્સરની વેક્સિન, પણ ક્યારે આવશે?
વસાણામાં નખાતો ગુંદર ખાવાથી જાણો શું લાભ થાય છે? સ્ત્રીઓ માટે ઉત્તમ
Post Office ની આ સ્કીમમાં તમને મળશે ડબલ વ્યાજ, જાણો વિગત
વરુણ ધવને ગુજરાતી થાળી જમીને કહ્યું મજા આવી ગઈ, જુઓ ફોટો

MPC એ રેપો રેટ યથાવત રાખી આ નિર્ણય જાહેર કર્યો

  • MPCએ સર્વસંમતિથી રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવા માટે મત આપ્યો
  • સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ પણ 6.25 ટકા પર જાળવી રાખ્યો છે
  • માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ, બેંક રેટ પણ 6.75 ટકા પર જાળવી રાખ્યો છે
  • MPCએ આવાસ પાછી ખેંચી લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પણ નક્કી કર્યું, જેથી વોરંટ મળે તેવી પરિસ્થિતિમાં કાર્ય કરવાની તૈયારી સાથે

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે શું કહ્યું?

  • જુલાઈ-ઓગસ્ટમાં મોંઘવારી વધવાની અપેક્ષા છે.
  • શાકભાજીના ભાવ વધવાને કારણે મોંઘવારી વધી છે.
  • વૈશ્વિક સ્તરે લાંબા ગાળે વ્યાજદરમાં વધારો થતો રહેશે.
  • ભારતીય અર્થતંત્ર મજબૂત છે.
  • મોંઘવારી કાબૂમાં લેવા માટે ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે.
  • કંપનીઓની બેલેન્સ શીટ ઘણી મજબૂત છે.

જીડીપી ગ્રોથ

નાણાકીય વર્ષ-24 માટે વાસ્તવિક જીડીપી ગ્રોથ  6.5 ટકા હોવાનો અંદાજ છે. અગાઉનીપોલિસીમાં પણ આ જ ધારણા કરવામાં આવી હતી.

અગાઉની પોલિસીનો નિર્ણય શું હતો?

  • RBIએ રેપો રેટને 6.5% પર યથાવત રાખ્યો હતો.
  • MPCના 6માંથી 5 સભ્યો અનુકૂળ વલણ પાછું ખેંચવાની તરફેણમાં
  • FY24 માં ફુગાવો 4% થી ઉપર રહેવાની ધારણા
  • શહેરી માંગ મજબૂત છે, ગ્રામીણ માંગમાં પણ પુનરુત્થાન યથાવત
  • કેપેક્સ ચક્રમાં પ્રવેગ માટે સારું વાતાવરણ
  • મેન્યુફેક્ચરિંગ કંપનીઓ FY24માં વધુ રોકાણ કરશે
  • પ્રાથમિક માહિતી અનુસાર FDIમાં સુધારો જોવા મળ્યો
  • બેંકોને RuPay પ્રી-પેઇડ ફોરેક્સ કાર્ડ ઇશ્યૂ કરવાની પરવાનગી

g clip-path="url(#clip0_868_265)">