RBI Monetary Policy: આજે RBI ગવર્નર કરશે રેપો રેટ અંગેના નિર્ણયની જાહેરાત, જાણો શું છે નિષ્ણાતોનું અનુમાન

|

Aug 05, 2022 | 8:42 AM

RBI Monetary Policy : મોટાભાગના અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે રિઝર્વ બેન્ક મીટિંગમાં રેપો રેટમાં 35 થી 50 બેસિસ પોઈન્ટ એટલે કે 0.35 થી 0.5 ટકાનો વધારો કરી શકે છે. રોઇટર્સ દ્વારા સર્વે કરાયેલા અર્થશાસ્ત્રીઓએ સંમતિ દર્શાવી છે કે રિઝર્વ બેંક પોલિસી સમીક્ષામાં દર વધારશે.

RBI Monetary Policy: આજે RBI ગવર્નર કરશે રેપો રેટ અંગેના નિર્ણયની જાહેરાત, જાણો શું છે નિષ્ણાતોનું અનુમાન
Shaktikant Das - RBI Governor

Follow us on

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકનો આજે છેલ્લો દિવસ છે. 3 ઓગસ્ટથી શરૂ થયેલી બેઠક આજે પૂરી થશે. બેઠક પૂરી થયા બાદ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ પ્રેસ કોન્ફરન્સ કરશે, જેમાં તેઓ મીટિંગમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરશે. તમને જણાવી દઈએ કે સમગ્ર દેશની નજર RBIની આ બેઠક પર ટકેલી છે. RBI દ્વારા આજે યોજાનારી પ્રેસ કોન્ફરન્સમાં રેપો રેટને લઈને મોટી જાહેરાત થઈ શકે છે.

મે થી રેપો રેટ 0.90% વધ્યો છે

અગાઉ મે મહિનામાં આરબીઆઈએ રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. આ પછી જૂનમાં કેન્દ્રીય બેંકે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. આ રીતે આરબીઆઈએ મે મહિનાથી રેપો રેટમાં કુલ 90 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે તેની સરખામણીમાં અમેરિકાની સેન્ટ્રલ બેંકે મોંઘવારી સામે લડવા માટે પોલિસી રેટમાં 225 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.

દર બે મહિને યોજાનારી આરબીઆઈની નાણાકીય નીતિની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જેમાં દેશના સામાન્ય લોકોના બજેટનું ચિત્ર સ્પષ્ટ થશે. એક તરફ સમગ્ર દેશ મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે ત્યારે બીજી તરફ રેપો રેટમાં વધારાની જાહેરાત થશે તો તેની સીધી અસર સામાન્ય લોકો પર પડશે. રેપો રેટમાં વધારાને કારણે બેંક દ્વારા આપવામાં આવતી લોન મોંઘી થશે જેની સીધી અસર સામાન્ય લોકોના બજેટ પર પડશે. વર્તમાન રેપો રેટ 4.90 ટકા છે. હવે આવી સ્થિતિમાં અહીં એક મોટો સવાલ એ ઊભો થાય છે કે શું RBI પણ આજે રેપો રેટમાં વધારાની જાહેરાત કરી શકે છે?

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

નિષ્ણાતો શું કહે છે?

મોટાભાગના અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે રિઝર્વ બેન્ક મીટિંગમાં રેપો રેટમાં 35 થી 50 બેસિસ પોઈન્ટ એટલે કે 0.35 થી 0.5 ટકાનો વધારો કરી શકે છે. રોઇટર્સ દ્વારા સર્વે કરાયેલા અર્થશાસ્ત્રીઓએ સંમતિ દર્શાવી છે કે રિઝર્વ બેંક પોલિસી સમીક્ષામાં દર વધારશે. જો કે સર્વેમાં આ વધારો કેટલો હોઈ શકે તે અંગે અર્થશાસ્ત્રીઓ સહમત થઈ શક્યા નથી.

બ્રોકરેજ કંપની UBS અનુસાર આ પોલિસી સમીક્ષામાં રિઝર્વ બેંક રેપો રેટમાં 0.25 થી 0.30 ટકાનો વધારો કરી શકે છે. BofA ગ્લોબલ રિસર્ચના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે MPC 5 ઓગસ્ટે રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરશે. તે જ સમયે, તે આગામી સમયમાં ધીમે ધીમે તેનું વલણ સખત કરશે.

હવે આવી સ્થિતિમાં અહીં એક મોટો સવાલ ઉભો થાય છે કે શું આરબીઆઈ પણ આજે રેપો રેટમાં વધારાની જાહેરાત કરશે કે નહીં???

Next Article