Loan Transfer Rules : RBI એ જાહેર કરી નવી ગાઈડ લાઈન, લોન ટ્રાન્સફર અંગેના નિયમોમા આવ્યો મોટો બદલાવ

|

Sep 25, 2021 | 7:27 PM

રિઝર્વ બેન્કની જાહેર કરાયેલી માર્ગદર્શિકા હેઠળ ધિરાણ સંસ્થાઓએ આવા વ્યવહારો માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મંજૂરી સાથે એક વ્યાપક નીતિ તૈયાર કરવી પડશે.

Loan Transfer Rules : RBI એ જાહેર કરી નવી ગાઈડ લાઈન, લોન ટ્રાન્સફર અંગેના નિયમોમા આવ્યો મોટો બદલાવ
લોન ટ્રાન્સફર બે બેન્કો અને નાણાકીય સંસ્થા વચ્ચે થાય છે

Follow us on

શુક્રવારે ભારતીય રિઝર્વ બેન્કે (RBI) લોન ટ્રાન્સફર સંબંધિત એક માસ્ટર પોલિસી તૈયાર કરી છે અને આ અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. લોન ટ્રાન્સફર બે બેન્કો અને નાણાકીય સંસ્થા વચ્ચે થાય છે. લોન ટ્રાન્સફરની મદદથી, બેન્કો અને નાણાકીય સંસ્થાઓ લિક્વીડીટી (રોકડ ભંડોળ) નું સંચાલન કરે છે, લોન એક્સપોઝર પણ સંચાલિત થાય છે. આ તેમને તેમની બેલેન્સશીટ ઠીક કરવામાં મદદ કરે છે.

રિઝર્વ બેન્કની જાહેર કરાયેલી માર્ગદર્શિકા હેઠળ, ધિરાણ સંસ્થાઓએ આવા વ્યવહારો માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મંજૂરી સાથે એક વ્યાપક નીતિ તૈયાર કરવી પડશે. આરબીઆઈ (RBI) એ કહ્યું કે ધિરાણ સંસ્થાઓ વિવિધ કારણોસર લોન ટ્રાન્સફરનો આશરો લે છે. આમાં રોકડનું સંચાલન, તેમના જોખમ અથવા વ્યૂહાત્મક વેચાણનું પુન:સંતુલન સામેલ છે. ઉપરાંત, દેવાની દ્રષ્ટિએ મજબૂત ગૌણ બજાર તરલતા વધારવાના વધારાના માર્ગો પૂરા પાડવામાં મદદ કરશે.

નિયમો તમામ નાણાકીય સંસ્થાઓને લાગુ પડશે

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રિઝર્વ બેન્કના આ નિર્દેશની જોગવાઈઓ બેન્કો, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ, નાબાર્ડ (NABARD), નેશનલ હાઉસિંગ બેન્ક (NHB), ઇન્ડિયા એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેન્ક (એક્ઝિમ બેન્ક) સહિત તમામ નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFC) ને લાગુ પડશે. લોનની વિવિધ કેટેગરીઓ રાખવા માટે લઘુત્તમ અવધિ માટે પણ આ માસ્ટર નિર્દેશમાં પણ જોગવાઈ કરવામાં આવી છે. તે અવધિ પછી જ લોન એક બેંકથી બીજી બેંકમાં ટ્રાન્સફર કરી શકાય છે.

બોર્ડની મંજૂરી સાથે વ્યાપક નીતિ બનાવવી પડશે

આમા કહેવામાં આવ્યું છે કે, ધિરાણ સંસ્થાઓએ આ માર્ગદર્શિકા હેઠળ લોન ટ્રાન્સફર અને એક્વિઝિશન માટે બોર્ડની મંજૂરી સાથે એક વ્યાપક નીતિ ઘડવી પડશે. ઓડિટિંગ, મૂલ્યાંકન, જરૂરી આઇટી સિસ્ટમ્સ, સ્ટોરેજ અને ડેટા મેનેજમેન્ટ, રિસ્ક મેનેજમેન્ટ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ લેવલ પર નિશ્ચિત સમય પર દેખરેખ વગેરે સંબંધિત ન્યૂનતમ માત્રાત્મક અને ગુણાત્મક પરિમાણો મૂકવાની જરૂર રહેશે.

નવો નિયમ તાત્કાલિક અસરથી અમલમાં આવશે

વિવિધ હિસ્સેદારોની ટિપ્પણીઓ માટે ગયા વર્ષે જૂનમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ડાયરેક્ટિવ્સ, 2021 પર ડ્રાફ્ટ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. ટિપ્પણીઓને ધ્યાનમાં લીધા પછી, શુક્રવારે આ અંગેની અંતિમ સૂચનાઓ જારી કરવામાં આવી હતી. RBI એ કહ્યું કે સૂચનાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવી છે. લોન ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાની જાણકારી પણ આપવામાં આવી છે.

આરબીઆઈએ પ્રમાણભુત મિલકતની જામીનગીરી અંગે પણ નિર્દેશ આપ્યો છે. કારણકે વિવિધ પ્રકારના જોખમો સાથે ટ્રેડેબલ સિક્યોરિટીઝમાં તેમને ફરીથી સામેલ કરવા (રિપેકેજીંગ)ની સુવિધા થઈ શકે.

 

આ પણ વાંચો :  શું તમે ક્રેડિટ સ્કોર અને સિબિલ સ્કોરને સમાન ગણી રહ્યા છો ? તો જાણી લો બન્ને વચ્ચે હોય છે આ તફાવત

Next Article