રતન ટાટાએ આ ફાયદાને કારણે Air Indiaને 18,000 કરોડમાં ખરીદી

|

Oct 08, 2021 | 8:04 PM

ટાટા સન્સે એર ઈન્ડિયાને 18,000 કરોડમાં ખરીદી છે. આ સોદા હેઠળ તે એરલાઈન્સનું 15,000 કરોડનું દેવું ચૂકવશે. આ ડીલ સાથે હવે ટાટા ગ્રુપ દિલ્હી એરપોર્ટ પર કિંગ બની ગયું છે. અહીં ટાટા ગ્રુપ એરલાઈન્સનો હિસ્સો 40 ટકાથી વધુ વધ્યો છે.

રતન ટાટાએ આ ફાયદાને કારણે Air Indiaને 18,000 કરોડમાં ખરીદી
Ratan Tata (File Image)

Follow us on

આખરે મહારાજ ઘરે પાછા ફર્યા. સરકારે એર ઈન્ડિયા (Air India) માટે ટાટા ગ્રુપ (Tata Group)ની બિડને મંજૂરી આપી. ટાટા ગ્રુપે એર ઈન્ડિયાને 18,000 કરોડમાં ખરીદ્યું છે. આ સોદા હેઠળ તે એરલાઈન્સનું 15,300 કરોડનું દેવું ચૂકવશે અને સરકારને 2,700 કરોડ રૂપિયા રોકડ તરીકે મળશે. ટાટા ટ્રસ્ટના વડા રતન ટાટાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “Welcome back, Air India.”

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ ડીલ બાદ એરલાઈન્સ સેક્ટરમાં મુખ્યત્વે ચાર કંપનીઓ રહેશે. આ કંપનીઓ ઈન્ડિગો, ટાટા ગ્રુપ એરલાઈન્સ, સ્પાઈસ જેટ અને ગોફર્સ્ટ હશે. OAGના ડેટા મુજબ દિલ્હી દેશનું સૌથી મોટું એરપોર્ટ બનશે. ટાટા ગ્રુપ પહેલાથી જ બે એરલાઈન્સ Air Asia India અને Vistaraનું સંચાલન કરી રહ્યું છે.

 

હવે તેમની પાસે Air India અને Air India Express પણ છે. આ રીતે દિલ્હી એરપોર્ટ પર ચારેય એરલાઈન્સની કુલ ક્ષમતા 40.17 ટકા થઈ ગઈ. આ ઈન્ડિગો કરતા 3 ટકા વધારે છે. આ રીતે ઈન્ડિગોને હવે ડોમેસ્ટીક એરલાઈન્સમાં કઠિન પડકારનો સામનો કરવો પડશે.

 

એર ઈન્ડિયાનો સંપૂર્ણ કાફલો પણ મળશે

દીપમના સચિવ તુહીનકાંત પાંડેએ જણાવ્યું હતું કે આ સોદા હેઠળ સંપાદન પૂર્ણ થયા બાદ ટાટા ગ્રુપ એર ઈન્ડિયામાં 100 ટકા હિસ્સો ધરાવશે. આ સિવાય એર ઈન્ડિયાની પેટાકંપની એર ઈન્ડિયા એક્સપ્રેસમાં 100 ટકા હિસ્સો અને Air India SATSમાં 50 ટકા હિસ્સો પણ ટાટા ગ્રુપને મળ્યો છે.

 

આ ડીલ હેઠળ ટાટા ગ્રુપને એર ઈન્ડિયાનો સમગ્ર કાફલો પણ મળી જશે. એર ઈન્ડિયાના કાફલામાં 117 વાઈડ બોડી એરક્રાફ્ટ અને 24 નેરો બોડી એરક્રાફ્ટ છે. આ સિવાય તેમની પાસે એર ઈન્ડિયા, ઈન્ડિયન એરલાઈન્સ અને મહારાજા બ્રાન્ડ પર પણ માલિકીના અધિકારો હશે.

 

સાપ્તાહિક 2,738 આંતરરાષ્ટ્રીય સ્લોટ્સ

એર ઈન્ડિયામાં ઘણી ખામીઓ હતી, પરંતુ તેનું સંચાલન ઉત્તમ છે. કદાચ આ જ કારણ છે કે ટાટાએ આ સોદામાં ખૂબ રસ દાખવ્યો. એક સપ્તાહમાં એર ઈન્ડિયા પાસે 4,486 સ્થાનિક સ્લોટ અને 2,738 આંતરરાષ્ટ્રીય સ્લોટ હતા.

 

આંતરરાષ્ટ્રીય સ્લોટમાં 358 પશ્ચિમ એશિયન દેશો (અબુ ધાબી, દુબઈ, તેલ અવીવ જેવા દેશો) માટે છે. 72 સાપ્તાહિક સ્લોટ્સ યુએસ, કેનેડા માટે જે ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન અને ટોરોન્ટો જેવા શહેરો માટે છે. ઈંગ્લેન્ડના હીથ્રો, લંડનના સ્ટેન્સ્ટેડ અને બર્મિંગહામ માટે 74 સાપ્તાહિક સ્લોટ્સ છે.

98 ડોમેસ્ટિક ડેસ્ટિનેશન પર સર્વિસ

એર ઈન્ડિયાના સંચાલન વિશે વાત કરીએ તો તે 98 ડેસ્ટીનેશન અને દેશના 42 આંતરરાષ્ટ્રીય સ્થળો માટે સર્વિસ પૂરી પાડતી હતી. આ ડેટા 1 નવેમ્બર 2019નો છે.

 

આ પણ વાંચો :  Mumbai: ક્રુઝ ડ્રગ પાર્ટી બાદ DRIએ પોર્ટ પર પાડી રેડ, મગફળીના તેલના કન્સાઈનમેન્ટમાં છુપાવેલુ 125 કરોડની કિંમતનું હેરોઈન મળી આવ્યું

Published On - 8:02 pm, Fri, 8 October 21

Next Article