ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રેઈનકોટ અને છત્રીના બજારની સારી શરૂઆત, બોટલ છત્રી સૌથી વધુ ડિમાન્ડમાં

|

Jun 25, 2021 | 11:33 PM

કોરોનાના કેસો ઘટતા અને ધંધા રોજગાર ફરી શરૂ થતાં વેપારીઓ આ વર્ષે બજાર સારું રહેશે તેવી અપેક્ષા સેવી રહ્યા છે.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રેઈનકોટ અને છત્રીના બજારની સારી શરૂઆત, બોટલ છત્રી સૌથી વધુ ડિમાન્ડમાં

Follow us on

Surat: ચોમાસા (Monsoon)ની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે છત્રી (Umbrella) અને રેઈનકોટ (Raincoat)ના બજારના વેપારીઓના મતે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખરીદી સારી જોવા મળી છે. તેઓને આ વખતે વેચાણ સારું થશે તેવી આશા સેવી રહ્યા છે તો બીજી તરફ આ વખતે ચીનથી આવતા છત્રી અને રેઈન કોટ બંધ થઈ ગયા છે. જેથી મુંબઈ, કલકત્તા અને દિલ્હીથી વધુ માલ મંગાવવામાં આવી રહ્યો છે. ગત વર્ષે કોરોનાના કારણે મોટાભાગના ધંધા રોજગારમાં વેપારીઓએ નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો હતો.

 

જેમાં છત્રી અને રેઈનકોટના વેપારીઓને પણ ઘણું મોટું નુકશાન થયું હતું. કોરોનાની બીજી લહેર શરૂ થતાં વેપારીઓને એવું લાગતું હતું કે આ વર્ષે પણ સીઝનમાં નુકસાન જ વેઠવું પડશે. પરંતુ કોરોનાના કેસો ઘટતા અને ધંધા રોજગાર ફરી શરૂ થતાં વેપારીઓ આ વર્ષે બજાર સારું રહેશે તેવી અપેક્ષા સેવી રહ્યા છે. આ અંગે છત્રીના વ્યવસાય સાથે સંકળાયેલ પોન્ટિંગ છત્રીવાલા કહે છે કે આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં બજાર સારું છે અને આ વખતે માર્કેટ અને બધું સારૂ ચાલી રહ્યું છે એટલે વેચાણ સારું છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

સુરતમાં મોટાભાગનો માલ દિલ્હી, કલકત્તા, મુંબઈથી આવે છે. ચાઈનાથી હાલ માર્કેટ સંપૂર્ણ બંધ છે. છત્રીના સળિયા કલકત્તાથી આવે છે. જ્યારે તેનું કાપડ મુંબઈથી એક્સપોર્ટ થાય છે. ભાવમાં કોઈ વધારો થયો નથી. નાના બાળકોની છત્રી 70થી લઈને 150 રૂપિયા સુધી મળે છે. મોટા લોકો માટેની છત્રી 100થી 500 રૂપિયા સુધીમાં મળે છે. જ્યારે રેઈનકોટ 250થી 800 રૂપિયા સુધીમાં મળે છે.

 

જ્યારે સારા મટિરિયલમાં રેઈનકોટ બજારમાં લેવા જાવ તો 2000 રૂપિયા સુધીના પણ મળે છે. અન્ય એક વેપારી સાગર જેઠવા કહે છે કે આ વર્ષે બજારમાં બોટલ છત્રી આવી છે. જે તમારે પેક કરીને બોટલમાં મૂકી દેવાની અને તે તમે તમારા પર્સ કે બેગમાં પણ રાખી શકો છે. જેથી પાણી બહાર ના આવે. આ છત્રીની કિંમત 350 રૂપિયા છે. હાલ માર્કેટમાં આ છત્રીની ડિમાન્ડ વધુ છે.

 

કારણકે તેને સહેલાઈથી તમે તમારી સાથે ગમે ત્યાં લઈ જઈ શકો છો અને છત્રી ભીની હોય તો પણ બોટલના કારણે તમારું બેગ કે પર્સ ભીનું થતું નથી. માર્કેટમાં આ છત્રી નવી હોવાથી તેની ખરીદી ખૂબ નીકળી છે અને યુનિક હોવાથી લોકો તેને ખરીદવાનું પસંદ પણ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો:  Surat: શિક્ષણ સમિતિની સુમન શાળામાં હવે આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીમાં પણ અભ્યાસ શરુ કરવા કવાયત

Next Article