Railtel IPO : રેલટેલ નો સ્ટોક લિસ્ટીંગના પહેલા દિવસે 29 ટકા ઉછળ્યો

|

Feb 27, 2021 | 10:45 AM

Railtel IPO :શેરબજારમાં શુક્રવારે રેલ્ટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના શેર લિસ્ટ કરવામાં આવ્યા છે. રેલટેલનો સ્ટોક પહેલા દિવસે શુક્રવારે ઇશ્યૂના ભાવ કરતા 29 ટકાના પ્રીમિયમ સાથે શેરબજારમાં લિસ્ટિંગ બાદ બંધ રહ્યો હતો.

Railtel IPO : રેલટેલ નો સ્ટોક લિસ્ટીંગના પહેલા દિવસે 29 ટકા ઉછળ્યો
Railtel IPO

Follow us on

Railtel IPO : શેરબજારમાં શુક્રવારે રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના શેર લિસ્ટ કરવામાં આવ્યા છે. રેલટેલનો સ્ટોક પહેલા દિવસે શુક્રવારે ઇશ્યૂના ભાવ કરતા 29 ટકાના પ્રીમિયમ સાથે શેરબજારમાં લિસ્ટિંગ બાદ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE) પર  પણ 16 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો હતો. રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ટેલિકોમ વ્યવસાય માટે માળખાગત સુવિધા પૂરી પાડે છે.

ઇશ્યૂની કિંમત શેર દીઠ 94 રૂપિયા
રેલટેલ ઇશ્યૂની કિંમત શેર દીઠ રૂ.94 રાખવામાં આવી હતી. લિસ્ટિંગ સાથે તે રૂ.109 પર પહોંચી ગયો હતો અને પછી વધુ ઉપર ચઢતો ગયો હતો. શુક્રવારના કારોબારના અંતે રૂ.120.6 પર બંધ રહ્યો હતો. આમ ઇશ્યૂ પ્રાઇસ 94 ની સામે પ્રથમ દિવસે તે 28.29% ટકાનો ઉછાળો આવ્યો છે. ટ્રેડિંગ દરમિયાન એક સમયે તે 127.85 રૂપિયા પર પહોંચી ગયો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

BSE માં 104.60 રૂપિયા પર લિસ્ટેડ
BSE પર કંપનીનો શેર 104.60 રૂપિયા પર લિસ્ટેડ હતો. ત્યારબાદ તે ટ્રેડિંગ દરમિયાન શેર દીઠ રૂ.125.50 ની ઉપલી સપાટીએ રહ્યો હતો અને તે અંતે 121.40 રૂપિયા પર બંધ થયો હતો. ઇશ્યૂના ભાવ કરતા તે પહેલા દિવસે 29.15 ટકા વધારે હતો. NSE પર ઉપલબ્ધ માહિતી અનુસાર તેના 11 લાખ 95 હજાર શેરના ઇશ્યૂ પર 259 કરોડ 42 લાખ 43 હજારથી વધુ શેરોની બિડ મળી હતી. આ માટે, શેર દીઠ મૂળ કિંમત શ્રેણી 93 થી 94 રૂપિયા રાખવામાં આવી હતી.

Next Article