RailTel IPO આજથી ખુલી રહ્યો છે, સબ્સ્ક્રાઈબ કરતા પહેલા જાણો IPO અને સરકારી કંપની વિશે વિગતવાર માહિતી

|

Feb 16, 2021 | 12:18 AM

RailTel IPO: ભારત સરકારની માલિકીની કંપની રેલ ટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (RailTel Corporation Of India)નો IPO આજે 16 ફેબ્રુઆરીએ ખુલી રહ્યો છે.

RailTel IPO આજથી ખુલી રહ્યો છે, સબ્સ્ક્રાઈબ કરતા પહેલા જાણો IPO અને સરકારી કંપની વિશે વિગતવાર માહિતી

Follow us on

RailTel IPO: ભારત સરકારની માલિકીની કંપની રેલ ટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (RailTel Corporation Of India)નો IPO આજે 16 ફેબ્રુઆરીએ ખુલી રહ્યો છે. IPOમાં 18 ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકાશે. રેલટેલનો આઈપીઓ સરકારનો બીજો પબ્લિક ઈસ્યુ છે અને આ વર્ષે 7મો IPO છે. જો તમે પણ રેલટેલના આઈપીઓ પર સબ્સ્ક્રાઇબ કરવાનું વિચારી રહ્યા છો તો આ માહિતી જાણવી જરૂરી છે.

 

કેટલા શેર થશે અને ફેસ વેલ્યુ શું હશે

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આઈપીઓ 8,71,53,369 ઈક્વિટી શેર ધરાવે છે. 5 લાખ ઈક્વિટી શેર કંપનીના કર્મચારીઓ માટે અનામત છે. શેર દીઠ ફેસ વેલ્યુ 10 રૂપિયા હશે. રોકાણકારો ઓછામાં ઓછા 155 શેરો માટે બોલી લગાવી શકે છે. કંપનીને આ ઓફરથી કોઈ પૈસા મળશે નહીં આખી રકમ સરકારને મળશે.

 

પ્રાઈસ બેન્ડ અને લોટ સાઈઝ

પ્રાઈસ બેન્ડ શેર દીઠ 93-94 રૂપિયા નક્કી કરાયો છે. આ આઈપીઓ દ્વારા સરકાર રૂ 819.24 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય છે. હાયર પ્રાઈસ બેન્ડમાં રિટેલ રોકાણકારો માટે લઘુતમ એપ્લિકેશન કદ 14,570 રૂપિયા છે. વધુમાં વધુ 13 લોટ સાઈઝ માટે બોલી લગાવી શકાય છે.

 

શેર ફાળવણી

શેર ફાળવણી 23 ફેબ્રુઆરીની આસપાસ રહેશે. 24 ફેબ્રુઆરીએ SBA ખાતામાંથી ફન્ડ અનબ્લોકિંગ કરવામાં આવશે. પાત્ર રોકાણકારોને 24 અથવા 25 ફેબ્રુઆરીએ શેર મળશે.  સ્ટોક 26 ફેબ્રુઆરીએ લિસ્ટ થશે.

 

જાણો ​રેલટેલ વિશે

પબ્લિક સેક્ટરની રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. (RailTel Corporation of India Ltd)નો IPO 16 ફેબ્રુઆરી 2021ના ​ રોજ ​સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. રેલટેલએ રેલવે(Railway ) મંત્રાલય હેઠળનું PSU છે, જે ભારતીય રેલ્વે નેટવર્ક પર ફાસ્ટ અને ફ્રી વાઈફાઈ (Wifi) પ્રદાન કરે છે. આ IPO દ્વારા સરકારનું લક્ષ્ય રૂપિયા 820 કરોડ એકત્ર કરવાનું છે.

 

RailTel ની રચના વર્ષ 2000માં થઈ હતી

રેલટેલની રચના વર્ષ 2000માં થઈ હતી. તેને ટ્રેન નિયંત્રણ, સંચાલન અને સલામતી માટે અપનાવવામાં આવતી ટેલિકમ્યુનિકેશન્સ સિસ્ટમનો આધુનિકીકરણ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ સાથે વધારાની આવક મેળવવા માટે દેશવ્યાપી બ્રોડબેન્ડ અને મલ્ટિમીડિયા નેટવર્ક બનાવવાનું કામ પણ આપવામાં આવ્યું હતું. કંપનીને રેલ્વે ટ્રેક સાથે ઓપ્ટિકલ ફાઈબર નાખવાનું કામ પણ સોંપાયું હતું.

 

RailTel IPOની હાઈલાઈટ્સ

> કંપનીએ રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડના કર્મચારીઓ માટે 5 લાખ ઈક્વિટી શેર આરક્ષિત કર્યા છે.
>> આ ઈસ્યુ ફક્ત ASBA દ્વારા લાગુ કરી શકાય છે.
>> આ આઈપીઓની પ્રાઈસ બેન્ડ શેર દીઠ 93-94 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
>> આઈપીઓ ઓફરની લોટ સાઈઝ 155 ઈક્વિટી શેર છે.
>> ઓછામાં ઓછું રૂપિયા 14,570નું રોકાણ કરવું પડશે.
>> તમે વધુમાં વધુ 13 લોટ સાઈઝ માટે બોલી લગાવી શકો છો.

Next Article