pytm પછી હવે zomato અને swiggy ગુગલના નિશાન પર : ગેમિગ ફિચર્સ સામે વાંધો ઉઠાવી બન્ને કંપનીઓને મોકલી નોટીસ

|

Oct 01, 2020 | 7:47 PM

પેટીએમ પછી ગુગલએ ફુડ ડિલિરી સર્વિસ પ્રોવાઇડર કંપની Zomato અને Swiggy ને નોટિસ મોકલી છે. બંને એપ પ્લેસ્ટોર ગાઇડલાઇન્સના નિયમોનો ભંગ કરી રહી હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. ગુગલએ બંને કંપનીઓને નોટિસ મોકલી ગેમિંગ ફીચર્સ સામે વાંધો જતાવ્યો છે. Zomato અનેSwiggy ને નોટિસ મળતા અગાઉ 18 સપ્ટેમ્બરએ ગુગલએ ડિજિટલ પેમેન્ટ કંપની Paytm ને પ્લેસ્ટોર માંથી […]

pytm પછી હવે zomato અને swiggy ગુગલના નિશાન પર : ગેમિગ ફિચર્સ સામે વાંધો ઉઠાવી બન્ને કંપનીઓને મોકલી નોટીસ

Follow us on

પેટીએમ પછી ગુગલએ ફુડ ડિલિરી સર્વિસ પ્રોવાઇડર કંપની Zomato અને Swiggy ને નોટિસ મોકલી છે. બંને એપ પ્લેસ્ટોર ગાઇડલાઇન્સના નિયમોનો ભંગ કરી રહી હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. ગુગલએ બંને કંપનીઓને નોટિસ મોકલી ગેમિંગ ફીચર્સ સામે વાંધો જતાવ્યો છે. Zomato અનેSwiggy ને નોટિસ મળતા અગાઉ 18 સપ્ટેમ્બરએ ગુગલએ ડિજિટલ પેમેન્ટ કંપની Paytm ને પ્લેસ્ટોર માંથી દૂર કરી છે. ગુગલ અનુસાર પેટીએમ તમારા પ્લેટફોર્મ ઉપર રમતના સટ્ટા સાથે શંકાયેલી પ્રવૃત્તિઓ અંગેના નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી. પ્લે સ્ટોર paytm ને હટાવતા મામલો ચર્ચાના એરણે ચડ્યો હતો જોકે ગણતરીના સમયમાં એપ પ્લે સ્ટોરમાં પરત ફરી હતી

ઝોમાટોએ નોટિસ મળ્યાનો સ્વીકાર કરતા Zomato Premier League ને સપ્તાહમાં બીજા પ્રોગ્રામમાં તબદીલ કરવા આશ્વાસન આપ્યું છે .  Zomato નોટિસ મળવાની બાબતને ગેરબાજબી ગણાવતા નોટિસના મુદ્દે જરૂરી બદલાવની કામગીરી હાથ ધરાઈ ચુકી હોવાનું જણાવ્યું છે. Swiggyનીઆ કિસ્સામાં હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. ઉલ્લેખનીય છે કે IPL ને લગતી સ્કીમો દ્વારા ગ્રાહકોને પોતાના તરફ આકર્ષવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કંપનીઓ IPL દરમ્યાન ગ્રાહકોને આકર્ષવા ગેમિંગ ફીચરનો ઉપયોગ કરી રહી છે. ટ્રેન્ડ અને માહોલના ઉપયોગથી વેચાણ ઉપર પણ સારો પ્રભાવ પડે છે. વિવાદને લઈ paytm એ ગુગલ ઉપર ભેદભાવ નીતિના આક્ષેપ પણ કરી નાખ્યા હતા. paytm એ કેશબેક ફીચર દૂર કરતા તેને ફરી પ્લે સ્ટોરમાં સમાવાયું છે. zomato અને swiggy પણ ગુગલ સાથે બાથ ભીડવાના મૂડમાં દેખાતી નથી ત્યારે મામલો વિવાદિત બને તેવું હાલના સંજોગોમાં દેખાતું નથી.

આ પણ વાંચોઃ ભારત આવી પહોચ્યુ અભેદ કિલ્લા સમાન એર ઈન્ડિયા વન, વડાપ્રધાન-રાષ્ટ્રપતિ માટે કરાશે ઉપયોગ, જાણો એર ઈન્ડિયા વનની ખાસીયત અને ખુબી

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article