1 વર્ષમાં પ્રોપર્ટીની કિંમતોમાં 25 ટકા સુધીનો વધારો, આવનારા સમયમાં ઘર ખરીદવું થઈ શકે છે વધારે મોંઘુ

|

Oct 07, 2021 | 10:39 PM

છેલ્લા એક વર્ષમાં ભાવમાં 10થી 25 ટકાનો વધારો થયો છે. ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે આગામી છ મહિનામાં આમાં 15 ટકા સુધીનો વધારો થવાની ધારણા છે.

1 વર્ષમાં પ્રોપર્ટીની કિંમતોમાં 25 ટકા સુધીનો વધારો, આવનારા સમયમાં ઘર ખરીદવું થઈ શકે છે વધારે મોંઘુ
File Image

Follow us on

કોરોના મહામારી (Corona Virus)ના કારણે  દેશના રિયલ એસ્ટેટ (Real Estate) ક્ષેત્રને મોટો આંચકો લાગ્યો છે. પરંતુ હવે તેમાં થોડો ફેરફાર આવી રહ્યો છે. ખરીદદારો પણ ફરી ઘર લેવા માટે રસ દાખવી રહ્યા છે. ટાયર 2 શહેરોમાં આની નોંધપાત્ર અસર પડી છે. દેશના ટાયર -2 શહેરોમાં છેલ્લા એક વર્ષ દરમિયાન કિંમતોમાં 10થી 25 ટકાનો વધારો થયો છે. ક્ષેત્રના નિષ્ણાંતો માને છે કે આગામી છ મહિનામાં તેમાં 15 ટકા સુધીનો વધારો થવાની ધારણા છે.

 

ભાવવધારાની દ્રષ્ટિએ નાના શહેરો આગળ

આમાં નોંધનીય છે કે ટાયર -2 શહેરોએ દેશના મેટ્રો શહેરોને ઘરોની કિંમતોમાં વધારાના સંદર્ભમાં ઘણા પાછળ છોડી દીધા છે. દેશના ટાયર -2 શહેરોમાં રહેણાંક મિલકતના ભાવમાં ગયા વર્ષની સરખામણીએ 10-25 ટકાનો વધારો જોવા મળ્યો છે.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

 

તેમાં સૌથી વધુ વધારો મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો છે. રાજ્યની કોમર્શીયલ રાજધાની ઈન્દોરમાં મિલકતોના ભાવમાં સૌથી વધુ 20થી 25 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. આ સાથે ચંદીગઢ, રાયપુર, જયપુર અને બેંગલોરમાં મકાનોની કિંમતોમાં 10 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.

 

આગામી સમયમાં કિંમતોમાં થશે વધારો 

રિયલ એસ્ટેટ ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે આગામી સમયગાળામાં પણ ભાવ આ રીતે જ વધશે તેવી ધારણા છે. નિષ્ણાતોના મતે દેશભરમાં રહેણાંક મિલકતોની ખરીદીમાં વધારો થયો છે. માંગ વધવાની સાથે બાંધકામની કિંમત પણ વધી રહી છે. તેમનું કહેવું છે કે તેના કારણે આગામી ત્રણથી છ મહિના દરમિયાન મકાનોના ભાવમાં 5થી 15 ટકાનો વધારો થવાની ધારણા છે.

 

નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા ત્રિમાસિકમાં જ દેશના મોટા શહેરોમાં મકાનોના ભાવમાં 1થી 3 ટકાનો વધારો થયો છે. તેઓ માને છે કે ઉંચી માંગ અને ઓછો પુરવઠો ધરાવતી પ્રોપર્ટીના ભાવમાં વધુ વધારો થવાની ધારણા છે. એ નોંધવું અગત્યનું છે કે દેશના ટાયર -2 શહેરોમાં મેટ્રો શહેરોની સરખામણીમાં ઘરોના ભાવમાં ઉંચો વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે એક વર્ષની અંદર જુદા જુદા સેગમેન્ટમાં ભાવમાં 20-25 ટકાનો વધારો થયો છે. આ સિવાય આગામી કેટલાક મહિનાઓ દરમિયાન મકાનોની કિંમતોમાં 10થી 15 ટકાનો વધુ વધારો જોવા મળી શકે છે.

 

આ પણ વાંચો :  રેલયાત્રીઓ કોવિડ માર્ગદર્શિકા અંગે જાણી લો આ મહત્વની વાત, નહીં તો થશે 500 રૂપિયાનો દંડ

 

Next Article