જૂન ક્વાર્ટરમાં જાહેર ક્ષેત્રની બેન્કોનો નફો વધ્યો, NPAમાં ઘટાડો મુખ્ય કારણ

|

Aug 11, 2022 | 10:49 PM

જૂન ક્વાર્ટરમાં જાહેર ક્ષેત્રની બેંકોના (public sector banks) નફામાં વધારો થયો છે. એક વિશ્લેષણમાં કહેવામાં આવ્યું છે કે, આવનારા ક્વાર્ટરમાં બેંકોના ચોપડા પર તેની સકારાત્મક અસર જોવા મળી શકે છે.

જૂન ક્વાર્ટરમાં જાહેર ક્ષેત્રની બેન્કોનો નફો વધ્યો, NPAમાં ઘટાડો મુખ્ય કારણ
Bank (Symbolic Image)

Follow us on

બેડ લોનમાં સતત ઘટાડાને કારણે જૂન ક્વાર્ટરમાં જાહેર ક્ષેત્રની બેંકોના (Public Sector bank) નફામાં વધારો થયો છે. એક વિશ્લેષણમાં કહેવામાં આવ્યું છે કે આવનારા ક્વાર્ટરમાં બેંકોના ચોપડા પર તેની સકારાત્મક અસર પડી શકે છે. જાહેર ક્ષેત્રની બેંકોના ત્રિમાસિક નાણાકીય ડેટાના વિશ્લેષણ મુજબ, જૂન ક્વાર્ટરમાં બેંક ઓફ મહારાષ્ટ્ર (બીઓએમ) અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)ની કુલ એનપીએ (નોન-પરફોર્મિંગ એસેટ્સ) અને ચોખ્ખી એનપીએ સૌથી ઓછી રહી છે.

SBI અને PNBનો નફો ઘટ્યો

એકંદરે, તમામ 12 જાહેર ક્ષેત્રની બેંકોએ જૂન ક્વાર્ટરમાં આશરે રૂ. 15,306 કરોડનો નફો નોંધાવ્યો છે, જેમાં 9.2 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધાઈ છે. જોકે, આ સમયગાળા દરમિયાન SBI અને PNBના નફામાં ઘટાડો થયો છે. ગયા નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન, સરકારી બેંકોએ કુલ રૂ. 14,013 કરોડનો નફો નોંધાવ્યો હતો.

વિશ્લેષણ મુજબ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં BoM અને SBIની કુલ NPA તેમના કુલ દેવું સામે અનુક્રમે 3.74 ટકા અને 3.91 ટકા હતી. જૂનના અંતે આ બેંકોની નેટ એનપીએ ઘટીને અનુક્રમે 0.88 ટકા અને એક ટકા થઈ ગઈ છે. અન્ય જાહેર ક્ષેત્રની બેંકોની ગ્રોસ એનપીએ 6.26 ટકાથી 14.90 ટકાની રેન્જમાં છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

NPA કેટલી છે?

જૂન ક્વાર્ટરમાં બેન્ક ઓફ બરોડાની ગ્રોસ એનપીએ 6.26 ટકા અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની 14.90 ટકા હતી. આ બંને બેંકો હજુ પણ ભારતીય રિઝર્વ બેંકની દેખરેખ હેઠળ છે. મોટાભાગની બેંકોની નેટ એનપીએ તેમની કુલ લોન અથવા એડવાન્સિસના ત્રણ ટકાથી ઓછી હતી. માત્ર ત્રણ બેંકો – યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (3.31 ટકા), સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (3.93 ટકા) અને પંજાબ નેશનલ બેંક (4.28 ટકા) પાસે ત્રણ ટકાથી વધુ નેટ એનપીએ છે.

આ સિવાય તમને જણાવી દઈએ કે ઈન્ડિયન ઓવરસીઝ બેંક (IOB)નો ચોખ્ખો નફો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકા વધીને 392 કરોડ રૂપિયા થઈ ગયો છે. બેડ લોનમાં ઘટાડાથી બેંકનો નફો વધ્યો છે. બેંકે શનિવારે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું કે એક વર્ષ પહેલાના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં બેંકનો ચોખ્ખો નફો 327 કરોડ રૂપિયા હતો. નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં બેન્કની કુલ આવક ઘટીને રૂ. 5,028 કરોડ થઈ છે જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 5,607 કરોડ હતી.

Next Article