Privatisation: વીમા ક્ષેત્રની આ બે કંપનીઓમાંથી એક ખાનગી હશે, સરકારે પ્રક્રિયા શરૂ કરી

|

Feb 22, 2021 | 9:29 AM

એવું માનવામાં આવે છે કે સરકાર ઓરિએન્ટલ ઇન્સ્યુરન્સ(Oriental Insurance) અથવા યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ(United India Insurance)પૈકી એકનું ખાનગીકરણ કરી શકે છે. 2021 ના ​​બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જાહેર ક્ષેત્રની વીમા કંપનીનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કર્યો હતો.

Privatisation: વીમા ક્ષેત્રની આ બે કંપનીઓમાંથી એક ખાનગી હશે, સરકારે પ્રક્રિયા શરૂ કરી

Follow us on

એવું માનવામાં આવે છે કે સરકાર ઓરિએન્ટલ ઇન્સ્યુરન્સ(Oriental Insurance) અથવા યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ(United India Insurance)પૈકી એકનું ખાનગીકરણ કરી શકે છે. 2021 ના ​​બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જાહેર ક્ષેત્રની વીમા કંપનીનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કર્યો હતો. ડિસઇન્વેસ્ટમેન્ટ અને ખાનગીકરણ દ્વારા સરકાર આગામી નાણાકીય વર્ષ માટે 1.75 લાખ કરોડનો લક્ષ્યાંક હાંસલ કરવા માંગે છે. સતત કેપિટલ ઇન્ફ્યૂઝનને લીધે આ કંપનીઓની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે જેના કારણે સરકારને સારી કિંમત મળવાની અપેક્ષા છે.

તાજેતરમાં કેબિનેટે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ માટે 3000 કરોડ રૂપિયા રોકવાની જાહેરાત કરી હતી. સૂત્રો કહે છે કે આ બંને કંપનીઓને તેનો હિસ્સો પણ મળશે, જે કંપનીની આર્થિક સ્થિતિમાં સુધારો કરશે અને ખાનગી કંપનીઓ તેમાં રસ બતાવી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ખાનગીકરણ માટેની કંપનીઓની પસંદગી શરૂ થઈ છે. નામનો નિર્ણય થોડા દિવસોમાં લેવામાં આવશે. ન્યુ ઈન્ડિયા ઈન્સ્યુરન્સના ખાનગીકરણની શક્યતાઓને પણ સૂત્રો નકારી રહ્યા નથી. આ કંપનીને બજારમાં લિસ્ટેડ કરવામાં આવી છે અને સરકાર તેમાં 85.44 ટકા હિસ્સો ધરાવે છે. એવું માનવામાં આવે છે કે નીતી આયોગ ખાનગીકરણને લગતા સૂચનો આપશે અને DIPAM આ પ્રક્રિયા પર આગળ વધશે.

સરકાર LICનો IPO લાવશે
ડિસઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી હેઠળ સરકારે જાહેર ક્ષેત્રની બે બેન્કો અને વીમા ક્ષેત્રની એક કંપનીનું ખાનગીકરણ કરીને નાણાકીય વર્ષ 2021-22માં LICનો IPO લાવવાનો નિર્ણય લીધો છે. આ સિવાય IDBIમાં બાકી હિસ્સો વેચવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી કેબિનેટે National Insurance, Oriental Insurance અને United India Insuranceમાં 3000 કરોડના કેપિટલ ઇન્ફ્યૂઝનની મંજૂરી આપી છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

NICLની અધિકૃત મૂડી 7500 કરોડ થઈ છે
કેબિનેટે નેશનલ ઈન્સ્યુરન્સ કંપની લિમિટેડની અધિકૃત મૂડી વધારીને 7500 કરોડ કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે. આ સાથે, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડ અને ઓરિએન્ટલ ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડ બંનેની અધિકૃત મૂડીમાં 5000-5000 કરોડ રૂપિયા વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો. સરકારે ચાલુ નાણાકીય વર્ષ (2020-21) માં 6 લાખ 28 હજાર કરોડ રૂપિયાના વધારાના ખર્ચની મંજૂરી માટે માંગણીઓની બીજી અને અંતિમ સૂચિ રજૂ કરી છે.

Next Article